કષ્ટભંજનદેવના શરણે મુકેશ અંબાણી અને અનંત અંબાણી, સાળંગપુરમાં કર્યા દર્શન અને અર્પણ કર્યા 5 કરોડ
દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તથા તેમના પુત્ર અનંત અંબાણીએ બોટાદ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરની મુલાકાત લીધી હતી. આ પવિત્ર મુલાકાત દરમિયાન પિતા-પુત્રએ કષ્ટભંજનદેવના દર્શન કરી શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરી હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે હનુમાનજીની આરાધના કરતા મુકેશ અંબાણીએ આત્મિક શાંતિ અને ધન્યતાનો અનુભવ કર્યો છે.

હનુમાન દાદાની પ્રતિમા ભેટ આપી
મંદિર પરિસરમાં પહોંચતા જ સંતો અને મહંતોએ મુકેશ અંબાણી અને અનંત અંબાણીનું પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું. સંતો દ્વારા તેમને ફુલહાર પહેરાવવામાં આવ્યા હતા તેમજ આશીર્વાદરૂપે હનુમાન દાદાની પ્રતિમા ભેટ આપવામાં આવી હતી. આ અવસરે મુકેશ અંબાણીએ મંદિર પરિસરમાં ગૌ પૂજન પણ કર્યું, જેનાથી તેમની ધાર્મિક શ્રદ્ધા અને સંસ્કાર પ્રતિની આસ્થા સ્પષ્ટ જોવા મળી.
5 કરોડનું કર્યું દાન
આ મુલાકાતને વધુ યાદગાર બનાવતા મુકેશ અંબાણીએ સાળંગપુર હનુમાનજી મંદિરના વિકાસ કાર્યો માટે 5 કરોડ રૂપિયાની માતબર રકમનું દાન અર્પણ કર્યું છે. આ દાનથી મંદિરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધાઓ અને યાત્રાળુઓ માટેની વ્યવસ્થાઓ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ઉદ્યોગ જગતમાં સફળતાની ઊંચાઈએ પહોંચ્યા બાદ પણ ધાર્મિક પરંપરાઓ સાથે જોડાયેલા રહેવાનો મુકેશ અંબાણીનો આ ભાવ અનેક ભક્તો માટે પ્રેરણારૂપ બન્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
આણંદના આંકલાવ ગામમાંથી સામે આવી ચકચારી ઘટના, યુવકને સળગાવવાનો આરોપ
ગીરમાં ગમગીની: માનવભક્ષી સિંહણને બેભાન કરવાની ગોળી ટ્રેકરને વાગતા મોત
મધરખડા ગામના પાટીયા પાસે ગેરકાયદે પાંચ એકર સરકારી જમીન દબાણમુક્ત કરાઇ
અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બની ઉડાવી દેવાની મળી ધમકી, જુઓ Video