
દુનિયા ચલાવવા માટે સૌથી જરૂરી વસ્તુ પૈસા છે. આ પૈસા સિક્કો, નોટ અથવા કમ્પ્યુટર દ્વારા જારી કરાયેલ ઇલેક્ટ્રોનિક કોડ હોઈ શકે છે. તો કોઈપણ પૈસાની કિંમત તે માધ્યમના આધારે નક્કી કરવામાં આવે છે, જેના દ્વારા તેની આપલે કરવામાં આવી રહી છે. કોઈપણ પ્રકારનું નાણું લોકોને કોઈપણ પ્રકારની વસ્તુઓ અને સેવાઓનો સીધો વેપાર અથવા વ્યવહાર કરવાની મંજૂરી આપે છે. તે સામાનની કિંમત નક્કી કરવામાં પણ મદદ કરે છે. પૈસાના ઉપયોગ પહેલા વેપાર કેવી રીતે થતો હતો ? પ્રાચીન સમયમાં, જ્યારે લોકોને કોઈ વસ્તુની જરૂર પડતી, ત્યારે તેઓ એકબીજાની વચ્ચે વસ્તુઓની આપ-લે કરીને તેમને જે જોઈએ તે મેળવી લેતા હતા. જેને સાટા પદ્ધતિ કહેવામાં આવતી હતી. વસ્તુના બદલામાં વસ્તુ લેવી કે આપવી. ધારો કે ફળ વેચનારને દૂધની જરૂર છે અને દૂધવાળાને ફળોની જરૂર છે. તો ફળવાળો દૂધવાળાને ફળો આપતો અને દૂધવાળો ફળવાળોને દૂધ આપતો હતો. તે સમયે આ વસ્તુઓ ચલણ તરીકે કામ કરતી હતી. આજે પણ નાના ગામડાઓમાં આ રીતે કેટલીક વસ્તુઓની આપ-લે થાય છે....