આપણે બધા જાણીએ છીએ કે જો આપણે કોઈપણ પ્રકારની સરકારી યોજનાનો લાભ લેવો હોય, તો તે યોજના હેઠળ પ્રાપ્ત થતી રકમ DBT લિંક્ડ બેંક ખાતામાં જમા થાય છે. એવા ઘણા લોકો છે જેઓ જાણતા નથી કે તેમનું બેંક એકાઉન્ટ DBT લિંક છે કે નહીં. આ સિવાય ઘણા લોકોને DBT લિંક સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તેની પણ જાણકારી પણ હોતી નથી. ત્યારે આ લેખમાં અમે તમને ઘરે બેઠા ઓનલાઈન આધાર DBT લિન્કિંગ કેવી રીતે કરી શકો અને DBT લિન્કિંગ છે કે નહીં તે કેવી રીતે ચેક કરી શકાય તે અંગે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવીશું.
આપણા દેશમાં આધાર DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા વિવિધ યોજનાઓની રકમ સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પરંતુ આ માટે તમારું આધાર કાર્ડ તમારા બેંક ખાતા સાથે લિંક હોવું જોઈએ અને આધાર બેઝ્ડ DBT પણ એક્ટિવ હોવું જોઈએ, તો જ તમારા પૈસા બેંક ખાતામાં જમા થશે. DBT લિંકિંગ જેને NPCI આધાર સીડિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આધાર DBT ચેક કરવા માટે તમે તમારા આધાર કાર્ડ નંબર તેમજ તમારા આધાર નંબરમાં આપેલા મોબાઈલ નંબર દ્વારા DBT ચેક કરી શકો છો. તમામ બેંક ખાતાધારકોને તેમના બેંક ખાતામાં આધાર NPCI સીડીંગ કરાવવું જરૂરી છે. જો બેંક ખાતું આધાર સાથે લિંક ન હોય, તો સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી, જેમ કે એલપીજી ગેસ સબસિડી, મનરેગાનો લાભ, શિષ્યવૃત્તિ, સરકારી યોજનાના ભંડોળ વગેરે તમારા ખાતામાં ટ્રાન્સફર થશે નહીં.
તેથી તમામ બેંક ખાતાધારકોએ તેમના ખાતાને આધાર સાથે DBT લિંક કરવું જરૂરી છે. અત્યાર સુધી આ પ્રક્રિયા બેંક દ્વારા થતી હતી. પરંતુ હવે ઘરે બેઠા તમે તમારા બેંક ખાતાને આધાર સાથે લિંક કરવા માટે NPCI પોર્ટલ દ્વારા ઓનલાઇન અરજી કરી શકો છો. તમે તમારું બેંક એકાઉન્ટ DBT લિંકિંગ સ્ટેટસ ઓનલાઈન પણ ચેક કરી શકો છો.
NPCI આધાર સીડિંગ એટલે કે DBT લિંકિંગ એ એક પ્રક્રિયા છે જેના દ્વારા તમારો આધાર નંબર તમારા બેંક ખાતા સાથે લિંક કરવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે સરકારી સબસિડી અને અન્ય લાભો સીધા તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થાય. આ પ્રક્રિયા પારદર્શિતા અને અસરકારકતા વધારવા માટે દાખલ કરવામાં આવી છે.
જો તમે પણ તમારા બેંક એકાઉન્ટનું DBT લિંક્ડ એકાઉન્ટ ચેક કરવા માંગતા હો, તો તમે તેને ઘરે બેઠા સરળતાથી ઓનલાઈન ચેક કરી શકો છો, જેની તમામ માહિતી નીચે વિગતવાર જણાવવામાં આવી છે. જો તમારું એકાઉન્ટ DBT સાથે લિંક નહીં હોય તો સરકારી યોજનાઓના પૈસા તમારા ખાતામાં જમા નહીં થાય.
આ સિવાય તમે તમારી બેંકનું આધાર લિંકિંગ સ્ટેટસ પણ ચેક કરી શકો છો. આ માટે તમે તમારી બેંકના ઓનલાઈન બેંકિંગ પોર્ટલ, એપ અથવા ટોલ ફ્રી નંબરનો ઉપયોગ કરી શકો છો. જ્યાં તમને તમારા બેંક એકાઉન્ટમાં લોગ ઇન કરીને આધાર લિંકેજ સ્ટેટસ ચેક કરવાના વિકલ્પો મળી રહેશે.જો તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે, તો તમે આધાર કાર્ડની સત્તાવાર વેબસાઇટ અથવા તમારી બેંકના કસ્ટમર કેર સેન્ટરનો સંપર્ક કરી શકો છો.
DBT આધાર લિંકેજ સ્ટેટસ બતાવે છે કે કઈ યોજનાઓ અને બેંક ખાતાઓ તમારા આધાર નંબર સાથે તમારા નામે લિંક છે. DBT આધાર લિંકેજ સ્ટેટસ ચેક કરવા માટે તમારે તમારા આધાર નંબર અને OTPની જરૂર પડશે. વધુમાં તમારે તમારા બેંક એકાઉન્ટમાં લોગ ઈન કરવા માટે તમારી નેટ બેંકિંગ અથવા એપ્લિકેશન લોગ ઈન વિગતો આપવાની પણ જરૂર પડી શકે છે.
તમારી નજીકની બેંક શાખાની મુલાકાત લો જ્યાં તમારું ખાતું છે અને DBT લિંકિંગ વિશે માહિતી મેળવો. બેંક શાખામાં ઉપલબ્ધ આધાર-બેંક લિંકેજ ફોર્મ મેળવો અને તેને કાળજીપૂર્વક ભરો. ફોર્મમાં તમારો આધાર નંબર, ખાતાની વિગત અને અન્ય જરૂરી માહિતી ભરીને બેંક કર્મચારીને સબમિટ કરો. ત્યાર બાદ બેંક કર્મચારી તમારા દસ્તાવેજો તપાસશે અને તમારા ખાતાને આધાર સાથે લિંક કરશે.
આ પણ વાંચો બાંગ્લાદેશ સરકાર સામે અનામત આંદોલન બાદ વધુ એક પડકાર ! જાણો શું છે ઓપરેશન ‘હન્ટ ડાઉન’