AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobile Trick: નેટ બંધ છે? કોઈ વાંધો નહીં! ઈન્ટરનેટ કે સ્માર્ટફોન વગર પણ સેકન્ડોમાં થઈ જશે UPI પેમેન્ટ, જાણો આ ‘સીક્રેટ’ કોડ અને સ્ટેપ્સ

શું તમારો ડેટા પ્લાન પૂરો થઈ ગયો છે અથવા તમે નબળા નેટવર્કવાળા વિસ્તારમાં છો? NPCI ની ખાસ USSD સેવા દ્વારા હવે તમે માત્ર એક કોડ ડાયલ કરીને ઈન્ટરનેટ વગર કોઈપણને પૈસા મોકલી શકો છો. જાણો આ ઓફલાઈન સુવિધા કેવી રીતે કામ કરે છે.

Mobile Trick: નેટ બંધ છે? કોઈ વાંધો નહીં! ઈન્ટરનેટ કે સ્માર્ટફોન વગર પણ સેકન્ડોમાં થઈ જશે UPI પેમેન્ટ, જાણો આ 'સીક્રેટ' કોડ અને સ્ટેપ્સ
Image Credit source: AI
| Updated on: Feb 21, 2026 | 9:08 PM
Share

આજના ડિજિટલ યુગમાં UPI પેમેન્ટ આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયું છે. શાકભાજી ખરીદવાથી લઈને વીજળીનું બિલ ભરવા સુધી, આપણે Google Pay, PhonePe કે Paytm નો ઉપયોગ કરીએ છીએ. પરંતુ કલ્પના કરો કે જ્યારે તમારે પેમેન્ટ કરવાનું હોય અને અચાનક ઈન્ટરનેટ બંધ થઈ જાય અથવા નેટવર્ક ન આવે ત્યારે શું કરવું? આવી સ્થિતિમાં NPCI ની ‘ઓફલાઈન યુપીઆઈ’ સુવિધા આશીર્વાદરૂપ સાબિત થાય છે.

શું છે આ ઓફલાઈન UPI સુવિધા?

ખૂબ ઓછા લોકો જાણે છે કે ઈન્ટરનેટ વગર પણ UPI પેમેન્ટ થઈ શકે છે. National Payments Corporation of India (NPCI) એ USSD આધારિત આ સેવા ખાસ કરીને એવા વિસ્તારો માટે શરૂ કરી છે જ્યાં ઈન્ટરનેટની સમસ્યા રહે છે. આ સુવિધા સામાન્ય ફીચર ફોન (બટનવાળા ફોન) માં પણ કામ કરે છે.

કેવી રીતે કામ કરે છે આ સીક્રેટ કોડ?

આ સેવા *99# USSD કોડ દ્વારા કાર્ય કરે છે. આ માટે કોઈ મોબાઈલ ડેટા કે વાઈ-ફાઈની જરૂર પડતી નથી. જે મોબાઈલ નેટવર્કથી આપણે કોલ કરીએ છીએ, તે જ નેટવર્ક દ્વારા તમે ગમે તેને પૈસા ટ્રાન્સફર કરી શકો છો.

ઈન્ટરનેટ વગર પેમેન્ટ કરવાના સ્ટેપ્સ-

  • તમારા બેંક સાથે લિંક હોય તેવા મોબાઈલ નંબર પરથી *99# ડાયલ કરો.
  • સ્ક્રીન પર મેનૂ આવશે, જેમાંથી ‘Send Money’ (પૈસા મોકલો) વિકલ્પ પસંદ કરો.
  • ત્યારબાદ ‘Mobile Number’ નો વિકલ્પ પસંદ કરો.
  • જે વ્યક્તિને પૈસા મોકલવાના હોય તેનો મોબાઈલ નંબર એન્ટર કરો.
  • સામેવાળી વ્યક્તિનું નામ ચેક કરી કન્ફર્મ કરો.
  • રકમ (Amount) અને તમારો UPI PIN નાખો.
  • તમારું ટ્રાન્ઝેક્શન સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે.

ધ્યાન રાખવા જેવી બાબતો-

  • તમારો મોબાઈલ નંબર બેંક ખાતા સાથે લિંક હોવો જોઈએ.
  • તમારો UPI PIN પહેલેથી સેટ હોવો જરૂરી છે.
  • આ સેવા માટે નજીવો USSD ચાર્જ (આશરે 50 પૈસા) લાગી શકે છે.
  • સ્માર્ટફોન યુઝર્સ હોય કે ફીચર ફોન યુઝર્સ, દરેક વ્યક્તિ આ સુવિધાનો લાભ લઈ શકે છે.

Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Amazing Remedy: ધન-દૌલત સંબંધિત સમસ્યાઓથી મળશે છુટકારો: ઘરમાં પોઝિટિવિટી અને સમૃદ્ધિ વધારવા માટે અપનાવો ફેંગશુઈના આ 5 અચૂક નુસખા, વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">