GK Quiz: મુકેશ અંબાણીનું એન્ટીલિયા છે વિશ્વનું સૌથી મોંઘું ઘર? જાણો કયું છે વિશ્વનું સૌથી મોંઘું ઘર

જનરલ નોલેજની ક્વિઝમાં ઈતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાંસ્કૃતિક વારસો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ, જેનાથી તમારું જનરલ નોલેજ વધી શકે છે.

GK Quiz: મુકેશ અંબાણીનું એન્ટીલિયા છે વિશ્વનું સૌથી મોંઘું ઘર? જાણો કયું છે વિશ્વનું સૌથી મોંઘું ઘર
GK Quiz
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2023 | 5:42 PM

GK Quiz : તમારું જનરલ નોલેજ (General Knowledge) જેટલું મજબૂત હશે, એટલી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવાની શક્યતાઓ વધુ છે. આજકાલ જનરલ નોલેજને મજબૂત કરવા માટે ક્વિઝ સૌથી સરળ અને અસરકારક માધ્યમ હોવાનું કહેવાય છે. જનરલ નોલેજની ક્વિઝમાં ઈતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાંસ્કૃતિક વારસો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ, જેનાથી તમારું જનરલ નોલેજ વધી શકે છે.

આ પણ વાંચો GK Quiz : એવો કયો દેશ છે, જ્યાં પુરૂષોને બે લગ્ન કરવા ફરજિયાત છે ? લગ્ન ના કરવા પર થઈ શકે છે આજીવન કેદની સજા

પ્રશ્ન – ભારતમાં સૌથી ખતરનાક સાપ કયો છે? જવાબ – ગ્રીન પીટ વાઇપર

Weight Loss Tips : ઝડપી વજન ઘટાડવાથી સ્વાસ્થ્ય પર થાય છે ખરાબ અસર ! જાણો કારણ
કુંભ મેળામાં સાધ્વી બનશે Apple ના સ્થાપકની પત્ની,અઢળક રૂપિયાની છે માલકિન
મકરસંક્રાંતિ પર બની રહ્યો શુભ સંયોગ ! આ 3 રાશિના જાતકોને ધન લાભના સંકેત
Hotel : OYOનું પૂરુ નામ જાણો, અડધાથી વધારે લોકોને નહીં ખબર હોય
આ દેશની મહિલાઓ સાથે લગ્ન કરવા પર મળે છે પૈસા ! જાણો અહીં
મકરસંક્રાંતિ પર રાશિ પ્રમાણે કરો દાન, આખું વર્ષ મળશે ફળ

પ્રશ્ન – ક્યા દેશને લિટલ ઈન્ડિયા કહેવામાં આવે છે? જવાબ – ફીજીને

પ્રશ્ન – કઈ ભારતીય મહિલા ક્રિકેટરને લેડી સેહવાગ કહેવામાં આવે છે? જવાબ – શેફાલી વર્માને

પ્રશ્ન – ભારતના કયા રાજ્યને કોલસાનો ભંડાર કહેવામાં આવે છે? જવાબ – ઝારખંડ

પ્રશ્ન – વિશ્વનો કયો દેશ સૌથી ઠંડો છે? જવાબ – રશિયા

પ્રશ્ન – ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે? જવાબ – ચેન્નાઈમાં

પ્રશ્ન – વિશ્વનું સૌથી મોંધુ ઘર ક્યું છે અને ક્યાં આવેલું છે? જવાબ – બકિંગહામ પેલેસ, લંડન

લંડનના વેસ્ટમિન્સ્ટર શહેરમાં સ્થિત બકિંગહામ પેલેસ વિશ્વના સૌથી મોંઘા ઘરનું બિરુદ ધરાવે છે. આ મહેલ બ્રિટિશ રાજવી પરિવારની માલિકીનો છે અને તે 1837થી બ્રિટનના રાજાઓના સત્તાવાર લંડન નિવાસસ્થાન તરીકે સેવા આપે છે અને હવે તે રાજાનું સત્તાવાર મુખ્ય મથક છે અને સત્તાવાર રીતે વિશ્વનું સૌથી ધનિક ઘર પણ છે.

આ મહેલમાં 775 બેડરૂમ, 78 બાથરૂમ, 52 રોયલ ગેસ્ટ રૂમ, 92 ઓફિસ અને 19 સ્ટેટ રૂમ છે. વિસ્તારની દૃષ્ટિએ આ મહેલ અંદાજે 8,28,000 ચોરસ ફૂટનમાં ફેલાયોલો છે અને એકલો બગીચો જ 40 એકરમાં છે. જો મહેલ ક્યારેય વેચાણ માટે જાય છે, તેની કિંમત અંદાજે 1.3 બિલિયન ડોલર છે.

ભારતનું સૌથી મોઘું ઘર

ભારતના મુંબઈમાં આવેલું એન્ટિલિયા વિશ્વનું બીજું અને ભારતનું સૌથી મોંઘું ઘર છે અને વિશ્વના વૈભવી ઘરોની યાદીમાં ટોચ પર છે. આ ઘર ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીનું છે. તેનું નિર્માણ અને ડિઝાઇન શિકાગો સ્થિત આર્કિટેક્ચર ફર્મ, ‘પર્કિન્સ એન્ડ વિલ’ અને હોસ્પિટાલિટી ડિઝાઇન ફર્મ, ‘હિર્શ બેન્ડર એસોસિએટ્સ’ દ્વારા કરવામાં આવી હતી.

આ ઘર 4,00,000 ચોરસ ફૂટમાં બંધાયેલું છે અને મુંબઈના કુમ્બલા હિલ વિસ્તારમાં આવેલું છે અને તેમાં 27 માળ છે. આ ઈમારત ભૂકંપ પ્રતિરોધક છે જે રિક્ટર સ્કેલ પર 8ની તીવ્રતાના ભૂકંપ સામે પણ ટકી શકે છે. એન્ટિલિયાના છ માળ માલિક અને મહેમાનોની કાર પાર્કિંગ માટે છે. તેમાં હેલ્થ સ્પા, આઈસ્ક્રીમ રૂમ, મંદિર, 50 સીટનું મૂવી થિયેટર, એક સલૂન, ત્રણ હેલિપેડ અને બૉલરૂમ પણ છે. મહેલમાં 600થી વધુ કર્મચારીઓ કામ કરે છે. આ ઘરની કિંમત અંદાજે 1 બિલિયન ડોલર છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">