અવકાશ અનંત છે, અવકાશ સુંદર છે અને અવકાશ રહસ્યમય પણ છે. આ અવકાશ વિશે વર્ષો પહેલા કોઈને કોઈ પણ જાણકારી ન હતી. વર્ષોના સંશોધન અને અભ્યાસો પરથી આપણને સમયે સમયે આ અવકાશ વિશે માહિતી મળી. અવકાશમાં આકાશગંગા છે, સૂર્ય છે, 9 જેટલા ગ્રહો છે, તેમના પોતાના ઉપગ્રહો છે, હજારો પ્રકાશ વર્ષ દૂર મોટા તારાઓ છે, ઉલ્કાપિંડ છે અને બ્લેક હોલ જેવી અનેક અવકાશીય વસ્તુઓ છે. આવા જ એ રહસ્યમય બ્લેક હોલની વાત હાલ ભારે ચર્ચામાં છે. પૃથ્વીથી 20 કરોડ પ્રકાશ વર્ષ દૂર એક બ્લેક હોલ છે, આ બ્લેક હોલમાંથી એક રહસ્યમય અવાજ (Black Hole Sound) સાંભળવા મળ્યો છે. તેનો ઓડિયો નાસા (NASA)એ શેર કર્યો છે.
બ્લેક હોલનો દેખાવ સામાન્ય રીતે વેક્યૂમ જેવો છે. પણ શું તમે ક્યારેય વિચાર્યુ હતુ કે આ વેક્યૂમ જેવા દેખાતા બ્લેક હોલમાંથી અવાજ પણ આવે છે ? નાસાના વૈજ્ઞાનિકોએ પૃથ્વીથી 20 કરોડ પ્રકાશ વર્ષ દૂર આવેલા બ્લેક હોલનો અવાજ રેકોર્ડ કરીને ટ્વીટર પર શેયર કર્યો છે. આ ઓડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે.
The misconception that there is no sound in space originates because most space is a ~vacuum, providing no way for sound waves to travel. A galaxy cluster has so much gas that we’ve picked up actual sound. Here it’s amplified, and mixed with other data, to hear a black hole! pic.twitter.com/RobcZs7F9e
— NASA Exoplanets (@NASAExoplanets) August 21, 2022
34 સેકેન્ડના આ વીડિયોમાં ડરામણો અવાજ સંભળાય છે. કેટલાક લોકો તેને રેસિંગ કારના અવાજ જેવો ગણાવી રહ્યા છે. ભારતીયોને તેમાં ઓમનો અવાજ સંભળાય રહ્યો છે. નાસાએ ટ્વીટમાં લખ્યું છે કે, આ એક ગેરસમજ છે કે અવકાશમાં કોઈ અવાજ ઉત્પન્ન થતો નથી કારણ કે તેનો મોટાભાગનો ભાગ શૂન્યાવકાશ છે. આ ધ્વનિ તરંગોને મુસાફરી કરવાનો કોઈ રસ્તો છોડતો નથી. ગેલેક્સી ક્લસ્ટર્સમાં એટલો બધો ગેસ છે કે આપણે વાસ્તવિક અવાજ પકડ્યો છે.
બ્લેક હોલની આસપાસ હાજર વાયુઓની મદદથી નાસાએ આ અવાજ રેકોર્ડ કર્યો છે. પર્સિયસ ગેલેક્સી ગરમ વાયુઓના વર્તુળથી ઘેરાયેલી છે. તેથી તે જગ્યાના શૂન્યાવકાશથી દૂર છે. આવી સ્થિતિમાં અહીં અવાજનો જન્મ થાય છે. પરંતુ તે અવાજ મુસાફરી કરી શકતો નથી. તેથી વૈજ્ઞાનિકોએ માત્ર ગરમ વાયુઓના તરંગોને જ નોંધ્યા અને રેકોર્ડ કર્યા. નાસાએ તમને સાંભળવા માટે જે અવાજ ટ્વીટ કર્યો છે તે મૂળ આવર્તન કરતાં 1440 લાખ કરોડથી 2880 લાખ કરોડ ગણી વધુ આવર્તનનો છે.