ભારતની આઝદી માટે લાખો લોકોએ પોતાનો જીવ આપ્યો હતો. ઘણા પરિવારો વેરવિખેર થયા હતા. તેમના બલિદાન અને સંઘર્ષને કારણે જ દેશને 200 વર્ષ પછી અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી હતી. 23 માર્ચ, 1931ની સાંજે 7 વાગીને 33 મિનિટે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને (Rajguru) ફાંસી આપવામાં આવી હતી. તે પહેલા જેલની બહાર લોકો પ્રદર્શન કરી રહ્યા હતા અને અંગ્રેજો આ ત્રણ ક્રાંતિકારીની (Freedom Fighters) સજાની તૈયારી. લોકોનો ગુસ્સો અને કાંતિકારીઓની હિંમત જોઈને ડરી ગયેલા અંગ્રેજોએ તેમને નક્કી કરેલા સમયના એક દિવસ પહેલા જ ફાંસી આપી હતી. તેમની લાશને પણ લોકોના ગુસ્સાથી બચવા જેલની પાછળ જ કશે છુપાડી દેવામાં આવ્યો હતો. ચાલો જાણીએ આ કાંતિક્રારીઓમાંના એક રાજગુરુની શૌર્યની ગાથા વિશે.
વીર ક્રાંતિકારી રાજગુરુનો જન્મ પુણેના ખેડાં ગામના પરિવારમાં થયો હતો. તેમનું આખુ નામ શિવરામ હરિ રાજગુરુ. 24 અગસ્ત, 1908ના રોજ જન્મેલા રાજગુરુના પિતાનું નામ હરિનારાયણ અને માતાનું નામ પાર્વતી બાઈ હતુ. બાળપણમાં જ તેમના પિતાનું નિધન થયુ હતુ. તેમની માતા અને મોટા ભાઈએ જ તેમનું પાલન પોષણ કર્યુ હતુ. 12 વર્ષની ઉંમરમાં જ તેઓ સંસ્કૃતની શિક્ષા માટે વારાણસી ગયા હતા.
વારાણસી પહોંચ્યા પછી રાજગુરુ દેશને આઝાદી અપાવવા માટે ચાલી રહેલા સ્વાતંત્ર્ય ચળવળ તરફ વળ્યા. 16 વર્ષની ઉંમરે તેઓ ચંદ્રશેખર આઝાદને મળ્યા. આઝાદ તેમનાથી ખૂબ પ્રભાવિત થયા અને હિંદુસ્તાન સોશ્યલિસ્ટ રિપબ્લિકન આર્મી (HSRA)માં રાજગુરુ જોડાયા. રાજગુરુ, લોકમાન્ય તિલક અને વીર શિવાજી રાવના ચાહક હતા, જ્યારે રાજગુરુ HSRAમાં હતા તે દરમિયાન ભગત સિંહ અને સુખદેવને મળ્યા ત્યારે તેઓ આ બે ક્રાંતિકારીઓથી ખૂબ પ્રભાવિત થયા હતા. થોડા જ દિવસોમાં ત્રણેય સારા મિત્રો બની ગયા અને સાથે મળીને ઘણી ક્રાંતિકારી ઘટનાઓને અંજામ આપતા હતા.
9 ડિસેમ્બર 1928ના રોજ, રાજગુરુ, ભગતસિંહ અને સુખદેવે અન્ય ક્રાંતિકારીઓ સાથે મળીને લાહોરમાં સાંડર્સની હત્યાની યોજના બનાવી હતી. અંગ્રેજોએ સાંડર્સની હત્યાને લાહોર ષડયંત્ર કેસનું નામ આપ્યું, અંગ્રેજો આ ઘટનાથી ગભરાઈ ગયા અને ત્રણેયની ધરપકડ પર પૂરો જોર લગાવ્યો. લાહોર છોડ્યા પછી રાજગુરુ લખનૌમાં ઉતર્યા અને ભગતસિંહ હાવડા જવા રવાના થયા. લખનૌ પછી રાજગુરુ વારાણસી ગયા, ત્યાર બાદ તેઓ નાગપુર ગયા. અંગ્રેજોએ અહીંથી પુણે જતા સમયે તેમની ધરપકડ કરી હતી.
ત્રણેયની ધડપકડ બાદ તેમને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી.રાજગુરુ માત્ર 22 વર્ષની ઉંમરે દેશ શહીદ થયા હતા, તેમના સન્માનમાં તેમના ગામ ખેડાંનું નામ બદલીને રાજગુરુનગર રાખવામાં આવ્યું. 2013માં સરકારે તેમના નામે ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી.
Published On - 5:00 pm, Fri, 29 July 22