પાકિસ્તાન અને ચીનની નાપાક ગતિવિધિઓ પર નજર રાખવા માટે ભારતને એક નવો વોચડોગ મળવા જઈ રહ્યો છે. જે ન માત્ર દુશ્મન પર નજર રાખશે પરંતુ સમય આવવા પર તેમને ભગાડી પણ દેશે. દેશનો આ નવો સેન્ટિનલ MQ-9B predator ડ્રોન હશે જે અમેરિકા પાસેથી ખરીદવામાં આવી રહ્યો છે. બંને દેશો વચ્ચે ડીલ ફાઈનલ થઈ ગઈ છે, ટૂંક સમયમાં આ પ્રિડેટર ડ્રોન ભારતીય સેનાના ત્રણેય ભાગોની મોટી તાકાત બની જશે.
ભારત અને અમેરિકા વચ્ચે 31 predator ડ્રોન માટે ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તેની શરૂઆત ત્યારે થઈ જ્યારે પીએમ મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા. જોકે, બાદમાં ભારતીય સંરક્ષણ મંત્રાલયે ઔપચારિક વિનંતી પત્ર જારી કર્યો હતો. જી-20 સમિટ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન પીએમ મોદીને મળ્યા બાદ વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ભારત સરકાર દ્વારા વિનંતી પત્ર જારી કરવાનું પણ આવકારવામાં આવ્યું હતું.
અમેરિકાનું MQ-9B ડ્રોન માત્ર દુશ્મનો પર જ ગર્જના કરતું નથી પરંતુ વળતો જવાબ આપવા માટે પણ સક્ષમ છે, જનરલ એરોનોટિક્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા અદ્યતન સેન્સરથી સજ્જ આ ડ્રોનમાંથી બોમ્બ અને મિસાઈલ છોડી શકાય છે. એવું માનવામાં આવે છે કે અમેરિકાએ આ ડ્રોનનો ઉપયોગ અલકાયદાના અયમાન અલ-ઝવાહિરીને મારવા માટે કર્યો હતો.
MQ-9B predator ડ્રોન જે અમેરિકાથી ડિલિવરી કરવા જઈ રહ્યા છે, તેમાંથી બે ભારતીય નૌકાદળ દ્વારા પહેલેથી જ ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. આ પ્રિડેટર ડ્રોન નૌકાદળ માટે હિંદ મહાસાગરમાં દેખરેખ રાખી રહ્યા છે. ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં આ પ્રિડેટર ડ્રોને 13 હજાર કલાકથી વધુની ઉડાન પૂરી કરી છે અને તેને INS રાજલી પર તૈનાત કરવામાં આવ્યા છે. ભારતને આ બંને ડ્રોન 2020માં મળ્યા હતા, ત્યારથી નેવી તેનો ઉપયોગ કરી રહી છે.
આ પણ વાંચો : ભૂકંપ-સુનામીની ભવિષ્યવાણી થશે સાકાર.. NISAR સેટેલાઈટ આપશે ખાસ માહિતી, જાણો કેટલુ છે તેનું બજેટ?
અમેરિકા પાસેથી મળેલા MQ-9B predator ડ્રોનની સંખ્યા 31 છે, ડીલ પૂર્ણ થયા બાદ આ ડ્રોનની ડિલિવરી શરૂ થવાની છે, આ માટે ભારતે 3.1 અબજ ડોલરના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એવું માનવામાં આવે છે કે 31 ડ્રોનમાંથી, 8 આર્મી અને 8 એરફોર્સને આપી શકાય છે, જ્યારે 15 પ્રિડેટર ડ્રોન નેવીને આપવામાં આવે તેવી અપેક્ષા છે.