
રણની વાત આવે એટલે આપણા મનમાં સૌથી પહેલા સખત તાપ અને ચારેબાજુ રેતની તસવીર સામે આવે, પરંતુ સાઉદી અરેબિયાના રણમાં કંઈક અલગ જ ઘટના બની છે. અરેબિયાના રણમાં ભારે વરસાદ સાથે હિમવર્ષા થઈ છે. જેના કારણે ત્યાંનું વાતાવરણ બદલાઈ ગયું છે અને કડકડતી ઠંડી પડી રહી છે. સાઉદી અરેબિયાના રણમાં પ્રથમ વખત હિમવર્ષા થઈ છે. સામાન્ય રીતે તેલના ભંડાર અને રણ માટે પ્રખ્યાત સાઉદી અરેબિયામાં એટલી બધી હિમવર્ષા થઈ છે કે આખું રણ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયું છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે. સાઉદી અરેબિયાના અલ-જૌફ ક્ષેત્રમાં ભારે વરસાદ અને કરાના કારણે અચાનક હિમવર્ષા થઈ હતી, જેના કારણે આ વિસ્તાર બરફની ચાદરથી ઢંકાઈ ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલ-જૌફ વિસ્તારમાં આટલી હિમવર્ષા ઈતિહાસમાં પહેલા ક્યારેય થઈ નથી. આ અસામાન્ય હવામાન ઘટનાએ માત્ર ત્યાંનું દ્રશ્ય જ બદલ્યું નથી, પરંતુ નદીઓ અને ધોધને પણ નવું જીવન આપ્યું છે, બરફ વર્ષા અને વરસાદના કારણે નદીઓ ફરીથી વહેવા લાગી છે. UAEના...