AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતમાં મુસ્લિમો કેમ ખુશ નથી ? જાણો જાહેર મંચ પરથી નાણાં પ્રધાને શું કહ્યું

વોશિંગ્ટનમાં એક કાર્યક્રમમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારત સામે પશ્ચિમી નકારાત્મક ધારણા પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે લઘુમતીઓ માટે રડતા પાકિસ્તાન કરતા ભારતના મુસ્લિમોની હાલત અનેક ગણી સારી છે.

ભારતમાં મુસ્લિમો કેમ ખુશ નથી ? જાણો જાહેર મંચ પરથી નાણાં પ્રધાને શું કહ્યું
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2023 | 11:36 AM
Share

આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારત વિરુદ્ધ ‘નકારાત્મક પશ્ચિમી ધારણા’ પર આકરા પ્રહારો કર્યા હતા. વોશિંગ્ટનમાં એક કાર્યક્રમમાં બોલતા નાણામંત્રીએ ભારતના મુસ્લિમોની હાલત વિશે વાત કરી. તેમણે કહ્યું કે લઘુમતીઓ માટે રડતા પાકિસ્તાન કરતા પણ ભારતમાં મુસ્લિમો ખુશ અને સુરક્ષિત છે. પીટરસન ઈન્સ્ટીટ્યુટ ફોર ઈન્ટરનેશનલ ઈકોનોમિક્સ (PIIE) ઈવેન્ટમાં બોલતા સીતારમણે કહ્યું કે, ભારતમાં વિશ્વમાં બીજા નંબરની સૌથી મોટી મુસ્લિમ વસ્તી છે અને આ વસ્તી ઝડપથી વધી રહી છે. જો ભારતમાં મુસ્લિમો ખુશ નથી તો પછી પાકિસ્તાન કરતા વધુ વસ્તી કેમ ? તેમ પણ તેમણે કહ્યું હતુ.

ભારત વિશ્વમાં બીજા નંબરની સૌથી મોટી મુસ્લિમ વસ્તી

નિર્મલા સીતારમણે કહ્યું કે, પશ્ચિમી મીડિયામાં કહેવામાં આવે છે કે રાજ્યના સમર્થનથી ભારતમાં મુસ્લિમોનું જીવન મુશ્કેલ બનાવવામાં આવે છે. પરંતુ આ બધું પાયાવિહોણું છે. નાણામંત્રીએ કહ્યું કે જો આ સ્થિતિ હશે તો ભારત વિશ્વમાં બીજા નંબરની સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ કેવી રીતે હોત.

ભારતનો મુસ્લિમ પ્રગતિ કરી રહ્યો છે

જ્યારે PIIE પ્રમુખ એડમ એસ. પોસેન દ્વારા પશ્ચિમી મીડિયા દ્વારા ભારતના મુસ્લિમ લઘુમતીઓ સામે હિંસાના અહેવાલો વિશે પૂછવામાં આવ્યું ત્યારે સીતારામને બેફામ જવાબ આપ્યો. નાણામંત્રીએ કહ્યું કે 1947માં આઝાદી બાદ પાકિસ્તાનથી વિપરીત ભારતમાં મુસ્લિમ વસ્તી ઝડપથી વધી રહી છે. આ માત્ર એટલા માટે છે કારણ કે ભારતમાં દરેક પ્રકારના મુસ્લિમ પોતાનો વ્યવસાય કરે છે, તેમના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે, ફેલોશિપ આપવામાં આવે છે.

પાકિસ્તાનમાં તો મુસ્લિમો પણ સુરક્ષિત નથી

નાણામંત્રીએ વધુમાં કહ્યું કે પાકિસ્તાનમાં દરેક લઘુમતીની સંખ્યામાં ઘટી રહી છે. પોતાને ઇસ્લામિક દેશ તરીકે જાહેર કરવા છતાં ત્યાંના કેટલાક મુસ્લિમ સંપ્રદાયો પર હુમલા કરવામાં આવી રહ્યા છે અને તેમનો નાશ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે અમારા પાડોશી દેશમાં દરેકને અસુરક્ષાની લાગણી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સીતારમણ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અને વિશ્વ બેંકની બેઠકમાં ભાગ લેવા માટે વોશિંગ્ટન પહોંચી ગયા છે. તેઓ બીજી G20 નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની બેઠકની અધ્યક્ષતા પણ કરશે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">