અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કયા રોગથી પીડાય છે ? જાણો આ રોગ કેટલો ગંભીર છે ?
ક્રોનિક વેઇન ઇન્સફ્યુશિયન્સી રોગના પ્રારંભિક લક્ષણોમાં પગમાં સોજો, થાક, ખંજવાળ અથવા ત્વચાની ઝણઝણાટીનો સમાવેશ થાય છે. કેટલાક કિસ્સામાં ત્વચાનો રંગ બદલાઈ શકે છે, પગ પર અલ્સર અથવા ફોલ્લા પણ દેખાઈ શકે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ક્રોનિક વેઇન ઇન્સફ્યુશિયન્સી સામે લડી રહ્યા છે. ટ્રમ્પના પગમાં સોજો આવી ગયો હતો અને તેઓ પીડા અનુભવી રહ્યાં હતા. જેના કારણે તેનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, આ પરીક્ષણમાં સીવીઆઇ રોગનું નિદાન થયું હતું. જ્યારે ટ્રમ્પની બીમારીના સમાચાર આવ્યા તો બધા આ બીમારી વિશે જાણવા માંગતા હતા.
સીવીઆઈ ખરેખર શું છે?
ક્લેવલેન્ડ ક્લિનિકના એક રિપોર્ટ અનુસાર, ક્રોનિક વેઇન ઇન્સફ્યુશિયન્સીમાં, પગની નસો યોગ્ય રીતે હૃદય સુધી લોહીને પાછું લઈ જઈ શકતી નથી. રક્તવાહિનીઓમાં સામાન્ય રીતે નાના વોલ્સ હોય છે. જે હૃદય સુધી લોહીનું વહન કરે છે. જો આ વાલ્વ ડેમેજ કે નબળો પડી ગયો હોય તો લોહી હૃદયમાં જવાને બદલે પાછું નીચે વહીને પગમાં જમા થઈ શકે છે. આને સીવીઆઈ પરિસ્થિતિ કહેવામાં આવે છે. તેનાથી પગની નસો પર દબાણ વધે છે. પગ ફૂલી જાય છે. અલ્સરનો ખતરો પણ રહે છે. આ રોગ ખતરનાક નથી, પરંતુ તેનાથી ખૂબ દુખાવો થાય છે.
વ્હાઈટ હાઉસના જણાવ્યા અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પની આ બીમારી નિયમિત રીતે એસ્પિરિનના ઉપયોગને કારણે થઈ હતી. ટ્રમ્પ એસ્પિરિનનો ઉપયોગ કાર્ડિયોવાસ્ક્યુલર રોગ સામે રક્ષણ આપવા માટે કરે છે. સીવીઆઈ કોઈ જીવલેણ રોગ નથી, પરંતુ ઉંમરને લગતી સમસ્યા છે. 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને આ રોગનો ચેપ લાગવાનું જોખમ વધારે હોય છે.
લક્ષણો શું છે?
આ રોગના શરૂઆતના લક્ષણોમાં પગમાં સોજો આવવો, થાક લાગવો, ખંજવાળ આવવી અથવા ત્વચાની ઝણઝણાટીનો સમાવેશ થાય છે. કેટલાક કિસ્સામાં ત્વચાનો રંગ બદલાઈ શકે છે, પગ પર અલ્સર અથવા ફોલ્લા પણ દેખાઈ શકે છે. જો સારવાર ન કરવામાં આવે તો આ રોગ વધુ પીડાદાયક બને છે.
શું આ રોગ સંપૂર્ણપણે મટે છે?
સીવીઆઈ રોગ સારવારથી સંપૂર્ણપણે મટાડી શકાતો નથી. પરંતુ તેને નિયંત્રિત કરી શકાય છે. આમાં નિયમિત ચાલવું અને તમારા પગને ઉંચા રાખવાનો સમાવેશ થાય છે. કમ્પ્રેશન સ્ટોકિંગ્સનો ઉપયોગ કરવાથી ચેતા પર દબાણ આવે છે. જે લોહીના પ્રવાહને સામાન્ય બનાવે છે. એન્ટિબાયોટિક્સ, લોહી પાતળું વગેરે જેવી દવાઓથી તેને નિયંત્રિત કરી શકાય છે.
વ્હાઇટ હાઉસે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની બીમારી અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પના પગમાં સોજાની તપાસમાં ‘ક્રોનિક વેઇન ઇન્સફ્યુશિયન્સી’ હોવાનું બહાર આવ્યું છે.
વૃદ્ધ લોકોમાં આ રોગ ખૂબ જ સામાન્ય માનવામાં આવે છે. ટ્રમ્પના પગમાં સોજા ઉપરાંત, તેમના હાથ પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા છે. જોકે, વ્હાઇટ હાઉસે એ પણ સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના અન્ય તમામ સ્વાસ્થ્ય અહેવાલો સામાન્ય છે. ટ્રમ્પના સ્વાસ્થ્ય અંગેની ચિંતાઓને દૂર કરવા માટે આ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.
અમેરિકાને લગતા તમામ નાના મોટા મહત્વના સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો