મોસ્કો આતંકી હુમલા પર અમેરિકાએ અને યુક્રેને શું કહ્યું? રશિયાને 15 દિવસ પહેલા મળી હતી ચેતવણી

મોસ્કો આતંકી હુમલામાં 60થી વધુ લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે આ ઘટનાને લઇને અમેરિકાએ કહ્યું કે તેને આ હુમલા વિશે વધુ જાણકારી નથી. વ્હાઇટ હાઉસના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું કે હુમલાની તસવીરો ભયાનક છે. અમારી સંવેદના પીડિતો સાથે છે.

મોસ્કો આતંકી હુમલા પર અમેરિકાએ અને યુક્રેને શું કહ્યું? રશિયાને 15 દિવસ પહેલા મળી હતી ચેતવણી
Follow Us:
| Updated on: Mar 23, 2024 | 8:10 AM

મોસ્કો આતંકી હુમલામાં 60થી વધુ લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે આ ઘટનાને લઇને અમેરિકાએ કહ્યું કે તેને આ હુમલા વિશે વધુ જાણકારી નથી. વ્હાઇટ હાઉસના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું કે હુમલાની તસવીરો ભયાનક છે. અમારી સંવેદના પીડિતો સાથે છે.

મોસ્કોના શોપિંગ મોલ (ક્રોકસ સિટી હોલ)માં થયેલા આતંકવાદી હુમલાથી અમેરિકાએ પોતાને દૂર રાખ્યા છે. જ્યારે વ્હાઇટ હાઉસના પ્રવક્તા જોન કિર્બીને અમેરિકન દૂતાવાસના એલર્ટ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આ હુમલા સાથે અમારે કોઈ લેવાદેવા નથી. જોન કિર્બીએ કહ્યું કે, આ હિંસક ગોળીબારની ઘટના છે. તેના વિશે વધુ માહિતી નથી. અમે વધુ માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ હુમલાની તસવીરો ખૂબ જ ભયાનક અને જોવી મુશ્કેલ છે. અમારી સંવેદનાઓ આ હુમલાના પીડિતો સાથે છે.

વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, અમારા દૂતાવાસે મોસ્કોમાં તમામ અમેરિકનોને કોઈ પણ મોટા મેળાવડા, કોન્સર્ટ અને શોપિંગ મોલ્સ ટાળવા માટે નોટિસ જાહેર કરી છે. તેઓ જ્યાં છે ત્યાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

15 દિવસ પહેલા અમેરિકાએ રશિયાને ચેતવણી આપી હતી

તમને જણાવી દઈએ કે લગભગ 15 દિવસ પહેલા અમેરિકાએ રશિયાને ચેતવણી આપી હતી કે, 48 કલાકમાં મોસ્કો પર મોટો હુમલો થવા જઈ રહ્યો છે, પરંતુ તે સમયે હુમલો થયો ન હતો, પરંતુ લોકો 15 દિવસ પછી મોસ્કોમાં થયેલા આ હુમલાને અમેરિકાના તે નિવેદન સાથે જોડીને યાદ કરી રહ્યા છે.

પુતિને લોકોને ઉશ્કેરવા માટે હુમલો કર્યો-યુસોવે

બીજી તરફ યુક્રેનની ગુપ્તચર એજન્સીના પ્રવક્તા એન્ડ્રીલ યુસોવે મોસ્કો આતંકી હુમલાને લઈને મોટો દાવો કર્યો છે. યુસોવે કહ્યું છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને લોકોને ઉશ્કેરવા માટે આ આતંકી હુમલો કર્યો છે. પુતિનની સરકારે મોસ્કો પર આ હુમલો કર્યો છે. મોસ્કોના ક્રોકસ કોન્સર્ટ હોલમાં થયેલા આ આતંકી હુમલામાં 140 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.

હુમલા સાથે યુક્રેનને કોઈ લેવાદેવા નથી-કિવ

આ તરફ કિવનું કહેવું છે કે કોન્સર્ટ હોલમાં થયેલા હુમલા સાથે યુક્રેનને કોઈ લેવાદેવા નથી. યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર મિખાઈલો પોડોલ્યાકે કહ્યું કે યુક્રેનને આ ઘટનાઓ સાથે કોઈ લેવાદેવા નથી. અમારી લડાઈ રશિયા અને રશિયન ફેડરેશનની નિયમિત સેના સાથે છે. રશિયા અને યુક્રેન વચ્ચે જે પણ થશે, બધું યુદ્ધના મેદાનમાં નક્કી થશે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Latest News Updates

મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
g clip-path="url(#clip0_868_265)">