વીડિયો: ગાઝાની અલ શિફા હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા હથિયાર ! ICUમાં દાખલ તમામ દર્દીઓના મોત

ગાઝાની અલ શિફા હોસ્પિટલમાં ભારે તારાજી સર્જાઈ છે. ઈઝરાયેલની રેડમાં આઈસીયુમાં દાખલ તમામ દર્દીઓના મોત થઈ ગયા છે જ્યારે 7000થી વધુ લોકો હજુ પણ આ હોસ્પિટલમાં ફસાયેલા છે. હોસ્પિટલના ડાયરેક્ટર મોહમ્મદ અબુ સલમિયાએ આ જાણકારી આપી છે.

વીડિયો: ગાઝાની અલ શિફા હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા હથિયાર ! ICUમાં દાખલ તમામ દર્દીઓના મોત
Follow Us:
| Updated on: Nov 18, 2023 | 7:34 AM

ગાઝાની અલ શિફા હોસ્પિટલમાં ભારે તારાજી સર્જાઈ છે. ઇઝરાયેલના દરોડામાં ICUમાં દાખલ તમામ દર્દીઓના મોત થયા છે. હોસ્પિટલના ડાયરેક્ટર મોહમ્મદ અબુ સલમિયાએ આ જાણકારી આપી છે. તેણે કહ્યું છે કે ઈઝરાયેલની રેડમાં એક જ રાતમાં 22 દર્દીઓના મોત થયા છે. સલમિયાએ કહ્યું કે ત્રણ દિવસમાં અલ શિફા હોસ્પિટલમાં 55 લોકોએ જીવ ગુમાવ્યા છે. 7000થી વધુ લોકો હજુ પણ હોસ્પિટલમાં ફસાયેલા છે. આમાં દર્દીઓ, તબીબી સ્ટાફ કર્મચારીઓ અને આશ્રય ગૃહોમાં રહેતા લોકોનો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે ઈઝરાયેલની સેના ગાઝાની અલ શિફા હોસ્પિટલને સતત નિશાન બનાવી રહી છે. IDFએ અલ શિફા હોસ્પિટલની નીચે એક ટનલ હોવાનો દાવો કર્યો છે. અલ શિફા ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ છે. ઈઝરાયેલના સૈનિકોએ અહીં કેટલાક કલાકો સુધી ઓપરેશન ચલાવ્યું હતું. IDFનું કહેવું છે કે અલ શિફા હોસ્પિટલ હમાસનું મુખ્ય મથક છે. ત્યાં હમાસનું કમાન્ડ સેન્ટર છે.

મોનાલિસાએ થાઈ હાઈ સ્લિટ સ્કર્ટ અને ક્રોપ ટોપમાં મચાવી ધૂમ, જુઓ ફોટો
અંકિતા લોખંડેની પ્રેગ્નેન્સી પર જીજ્ઞા વોરાએ કર્યો ખુલાસો, કહ્યું પ્રેગનેન્ટ..
માર્કેટમાં આવી છે અવનવી ક્યુટ ઈયરિંગ્સ, જોઈને થશે ખાવાનું મન
ધીમા ચાલતા ગેસ બર્નરને મિનિટોમાં કરો સાફ, આ ટિપ્સ અપનાવો
પ્રો કબડ્ડીમાં સૌથી વધારે સુપર 10 કરનાર રેઈડર કોણ? જાણો અહીં
આજનું રાશિફળ તારીખ 28-11-2023

અલ-શિફા હોસ્પિટલની અંદર હથિયારો મળ્યાનો દાવો

ઈઝરાયેલની સેનાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા દાવો કર્યો છે કે સર્ચ ઓપરેશનમાં મોટી સંખ્યામાં હથિયારો અને હમાસની એક પિક-અપ ટ્રક મળી આવી છે. IDFએ દાવો કર્યો છે કે હમાસે અલ શિફા હોસ્પિટલમાં એકે-47, આરપીજી, ગ્રેનેડ અને અન્ય વિસ્ફોટકોનો સંગ્રહ કર્યો હતો. જો કે ઈઝરાયલ આર્મીના આ દાવા પર સતત સવાલો ઉઠી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે અલ શિફા હોસ્પિટલનો જે ભાગ IDF ટનલ તરીકે બતાવી રહ્યું છે તે વાસ્તવમાં અલ શિફા હોસ્પિટલનું બંકર છે. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ શરૂઆતથી જ કહી રહ્યું છે કે બંધકોને અલ શિફા હોસ્પિટલની સુરંગમાં કેદ કરી શકાય છે. હમાસના આતંકી છુપાયેલા છે. પરંતુ જ્યારે આ સુરંગોમાં હમાસના આતંકી અને બંધકો છુપાયા છે તો તેઓ ક્યાંથી ગયા તે મોટો પ્રશ્ન છે.

આ પણ વાંચો: ગાઝા પર ઈઝરાયેલના હુમલા રોકવામાં મદદ કરે ભારત, ઈરાનના રાષ્ટ્રપતિ અને PM મોદીએ યુદ્ધ પર કરી ચર્ચા

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીનું થયુ આગમન-જુઓ વીડિયો
પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીનું થયુ આગમન-જુઓ વીડિયો
નવસારીના નિવૃત્ત PSIના પરિવારની અમેરિકામાં હત્યા
નવસારીના નિવૃત્ત PSIના પરિવારની અમેરિકામાં હત્યા
મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર
મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર
BSF જવાનનું હાર્ટએટેકથી મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય
BSF જવાનનું હાર્ટએટેકથી મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય
કેવી છે ટનલમાંં ફસાયેલા મજૂરોના પરિવારના સભ્યોની હાલત, જુઓ વીડિયો
કેવી છે ટનલમાંં ફસાયેલા મજૂરોના પરિવારના સભ્યોની હાલત, જુઓ વીડિયો
કેનાલ જમીન સંપાદન મામલે હાઈકોર્ટે બનાસકાંઠા કલેકટરનો ખુલાસો માંગ્યો
કેનાલ જમીન સંપાદન મામલે હાઈકોર્ટે બનાસકાંઠા કલેકટરનો ખુલાસો માંગ્યો
અમદાવાદઃ માલધારી સમાજે મ્યુનિસિપલ કોર્પોરેશનને કર્યો ઘેરાવ
અમદાવાદઃ માલધારી સમાજે મ્યુનિસિપલ કોર્પોરેશનને કર્યો ઘેરાવ
ગુજરાતમાં માવઠાંથી થયેલા નુકસાન બાદ સર્વેની કામગીરી શરૂ
ગુજરાતમાં માવઠાંથી થયેલા નુકસાન બાદ સર્વેની કામગીરી શરૂ
ચીનમાં ફેલાયેલી બીમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક
ચીનમાં ફેલાયેલી બીમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક
રેલનગરવાસીઓને અંડરબ્રિજ માટે જોવી પડશે રાહ !
રેલનગરવાસીઓને અંડરબ્રિજ માટે જોવી પડશે રાહ !
g clip-path="url(#clip0_868_265)">