Pakistan: ઈમરાન ખાનના સમર્થકો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ, અનેક ઘાયલ
ઈસ્લામાબાદના ડેપ્યુટી કમિશનરે તહરીક-એ-ઈન્સાફના આયોજકોને કોઈપણ સંજોગોમાં રેલી સમાપ્ત કરવા માટે કહ્યું હતું. જે બાદ સ્થિતિ વણસી અને પથ્થરમારો શરૂ થયો. જવાબી કાર્યવાહીમાં પોલીસે ગોળીબાર શરૂ કર્યો હતો. આ અથડામણમાં ઘણા પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે મજૂરો પર ટીયર ગેસના સેલ છોડ્યા અને ગોળીબાર પણ કર્યો. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો જેમાં પોલીસ અધિકારીઓ સહિત 8 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. એસએસપી પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
જવાબી કાર્યવાહીમાં પોલીસે ગોળીબાર શરૂ કર્યો
ઈસ્લામાબાદના ડેપ્યુટી કમિશનરે તહરીક-એ-ઈન્સાફના આયોજકોને કોઈ પણ સંજોગોમાં રેલી સમાપ્ત કરવા કહ્યું હતું. જે બાદ સ્થિતિ વણસી અને પથ્થરમારો શરૂ થયો. જવાબી કાર્યવાહીમાં પોલીસે ગોળીબાર શરૂ કર્યો હતો. આ અથડામણમાં ઘણા પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઈમરાન ખાનની મુક્તિ માટે હતી આ રેલી
મહત્વનું છે કે, પાર્ટીએ ગત ઓગસ્ટથી જેલમાં બંધ ઈમરાનની મુક્તિ માટે સમર્થન મેળવવા માટે આજે રેલી યોજી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રેલી માટે પીટીઆઈને સાંજે 7 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આ સંદર્ભે જલસા આયોજકોને વિધિવત જાણ કરવામાં આવી હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે એનઓસીની શરતોનું ઉલ્લંઘન કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રેલીમાં ઈમરાનના સમર્થકોની ભારે ભીડ ઉમટી પડી હતી.
પીટીઆઈ કાર્યકરોની પોલીસ સાથે અથડામણ
જ્યારે રેલીનો સમય પૂરો થયો ત્યારે પોલીસે આયોજકો અને કાર્યકરોને ત્યાંથી જવાનું કહ્યું, ત્યારપછી સ્થિતિ વધુ વણસી અને પથ્થરમારો શરૂ થયો. કાર્યકરોની પોલીસ સાથે ઘર્ષણ શરૂ થયા બાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને ફાયરિંગ શરૂ કર્યું. પીટીઆઈએ સોશિયલ મીડિયા પર પોલીસ ફાયરિંગનો વીડિયો શેર કર્યો છે. આ ઘટના બાદ સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. હાલ ઈસ્લામાબાદ જવાના તમામ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે.
પાકિસ્તાનમાં માર્શલ લો જેવી સ્થિતિ સર્જાઈ
તે દરમિયાન, પાકિસ્તાનના પીટીઆઈ નેતા ફવાદ ચૌધરીએ પોલીસ ફાયરિંગમાં ઘણા સમર્થકોના મોતનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં માર્શલ લો જેવી સ્થિતિ સર્જાઈ છે. તેમણે કહ્યું, રેલીમાં આવેલા લોકો પર પોલીસે ગોળીબાર કર્યો.
આ પણ વાંચો: Pakistan News : પાકિસ્તાનની સંસદમાં બિલાડીઓ તૈનાત કરવામાં આવશે, સરકાર 12 લાખ રૂપિયા ખર્ચ કરશે