Breaking News : ટ્રમ્પની ભારતને ફરી ધમકી ! કહ્યું..રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ ના કર્યું તો ટેરિફ વધારીશું
ભારતની રશિયન તેલ આયાત અંગે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "તેઓ ખરેખર મને ખુશ કરવા માંગતા હતા. પીએમ મોદી ખૂબ જ સારા માણસ છે. તેઓ એક સારા વ્યક્તિ છે. તેઓ જાણતા હતા કે હું ખુશ નથી. મને ખુશ કરવું મહત્વપૂર્ણ હતું. અમે તેમના પર ટેરિફ ખૂબ જ ટૂંક સમયમાં વધારી શકીએ છીએ."

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે જો નવી દિલ્હી “રશિયન તેલ મુદ્દા” પર મદદ નહીં કરે, તો દેશ ભારતીય આયાત પર હાલના ટેરિફમાં વધારો કરી શકે છે. એજન્સી અનુસાર, ટ્રમ્પે જાહેર સંબોધન દરમિયાન આ નિવેદન આપ્યું હતું. ટ્રમ્પનું આ નિવેદ ભારતને ફરી એકવાર ચુનોતી આપવા બરાબર છે, ત્યારે શું ખરેખર ભારત પર ફરી ટેરિફ વધારો કરવામાં આવશે ચાલો જાણીએ
ભારતને ટ્રમ્પની ધમકી
ભારતની રશિયન તેલ આયાત અંગે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “તેઓ ખરેખર મને ખુશ કરવા માંગતા હતા. પીએમ મોદી ખૂબ જ સારા માણસ છે. તેઓ એક સારા વ્યક્તિ છે. તેઓ જાણતા હતા કે હું ખુશ નથી. મને ખુશ કરવું મહત્વપૂર્ણ હતું. અમે તેમના પર ટેરિફ ખૂબ જ ટૂંક સમયમાં વધારી શકીએ છીએ.”

ટ્રમ્પ રશિયા સાથે ભારતના તેલ વેપારનો ઉલ્લેખ કરી રહ્યો છે, જેનો તેમની સરકાર લાંબા સમયથી વિરોધ કરી રહી છે. ઓગસ્ટ 2025 માં ભારત પર ટેરિફ બમણા કરીને 50% કરવા માટેના એક કારણ તરીકે રશિયા સાથે તેલ વેપારને ટાંકવામાં આવ્યો હતો.
ફરી ટેરિફ વધારવાની ધમકી આપી રહ્યો ટ્રમ્પ
આ નિવેદનોએ રશિયા સાથે ભારતના ઊર્જા સંબંધો પર તણાવ ફરી શરૂ કર્યો છે અને ટ્રમ્પે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને “ખાતરી” આપી હતી કે ભારત રશિયન પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે. જોકે અગાઉ આ તમામ દાવાને નકારી કાઢવામાં આવ્યા છે, અને કહ્યું હતું કે ટ્રમ્પ અને મોદી વચ્ચે આવી કોઈ વાતચીત થઈ નથી.
રશિયા ભારતનો સૌથી મોટો તેલ સપ્લાયર
રશિયા ભારતનો સૌથી મોટો તેલ સપ્લાયર છે. ટ્રમ્પ વહીવટીતંત્રના ઘણા અધિકારીઓએ અગાઉ આરોપ લગાવ્યો હતો કે રશિયા આ તેલ વેપારમાંથી થતી આવકનો ઉપયોગ યુક્રેનમાં યુદ્ધને વેગ આપવા માટે કરી રહ્યું છે, અને ભારત પણ આ તેલનું ફરીથી વેચાણ કરીને “નફો” કરી રહ્યું છે અને “અબજો કમાઈ રહ્યું છે”.
ટ્રમ્પ દ્વારા ભારત પર ભારે ટેરિફ લાદવાની પ્રક્રિયાને મોટાભાગે પુતિન પર દબાણ લાવવાની એક ચાલ તરીકે જોવામાં આવી રહી છે.
