ડોલર પર રૂપિયાનો જમ્પ, હેરાન થયા ટ્રમ્પ, જાણો રુપિયો કેટલો થયો મજબૂત
ચાર ટ્રેડિંગ દિવસો સુધી ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો. કહેવાઈ રહ્યું હતું કે, અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે પણ રૂપિયામાં ઘટાડો જોવા મળશે. જો કે, રૂપિયાએ કરન્સી માર્કેટમાં ડોલર પર એવો વળતો પ્રહાર કર્યો કે ચીનનો યુઆન જોતો રહી ગયો અને અમેરિકન સરકાર પણ હેરાન થઈ ગઈ.

શુક્રવારે ડોલર સામે રૂપિયામાં 50 પૈસાથી વધુનો જંગી વધારો જોવા મળ્યો. 11 ફેબ્રુઆરીના રોજ રૂપિયામાં લગભગ એક ટકાનો વધારો જોવા મળ્યો છે. બે મહિના પછી, રૂપિયામાં સૌથી મોટો વધારો જોવા મળ્યો છે. તો ચાલો જાણીએ, આ વધારા પાછળ શું કારણ છે?
સતત ચાર ટ્રેડિંગ દિવસો સુધી ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો અને કહેવાઈ રહ્યું હતું કે, અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે પણ રૂપિયામાં ઘટાડો જોવા મળશે. જો કે, રૂપિયાએ કરન્સી માર્કેટમાં ડોલર પર એવો વળતો પ્રહાર કર્યો કે ચીનનો યુઆન જોતો રહી ગયો અને અમેરિકન સરકાર પણ હેરાન થઈ ગઈ. શુક્રવારે શરૂઆતના ટ્રેડિંગ સત્રમાં રૂપિયો 51 પૈસા વધી ગયો હતો.
આંકડા પર નજર કરીએ તો, 11 ફેબ્રુઆરી પછી કોઈપણ ટ્રેડિંગ દિવસે રૂપિયામાં આ સૌથી મોટો વધારો થયો છે. બીજું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે અને એમાંય ટ્રમ્પ દ્વારા 90 દિવસ માટે ટેરિફ પાછો ખેંચવાની અસર પણ જોવા મળી છે. સૂત્રો મુજબ, આગામી દિવસોમાં રૂપિયામાં વધુ સુધારો જોવા મળી શકે છે.
રૂપિયો લગભગ 140 પૈસા એટલે કે લગભગ દોઢ ટકા સુધી ઘટ્યો હતો, જેના કારણે રૂપિયાનું સ્તર 86.60 પાર થઈ ગયું. હવે શુક્રવારની વાત કરીએ તો, રૂપિયો અમેરિકન ડોલર સામે 51 પૈસા વધીને 86.17 પર પહોંચી ગયો છે.
રૂપિયામાં જોરદાર ઉછાળો
ઇન્ટરબેંક ફોરેન કરન્સી એક્સચેન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 86.22 પર ખુલ્યો, જે તેના પાછલા દર કરતા 46 પૈસા વધુ હતો અને પછી ઘટીને 86.17 પર આવી ગયો. બુધવારે ડોલર સામે રૂપિયો 86.68 પર બંધ થયો હતો. ગુરુવારે મહાવીર જયંતિ નિમિત્તે ઇક્વિટી અને વિદેશી ચલણ બજારો બંધ રહ્યા હતા. શુક્રવારે કરન્સી માર્કેટમાં રૂપિયામાં વધારો થશે તેવી કોઈને અપેક્ષા નહોતી. જો કે, આનું મુખ્ય કારણ જોઈએ તો ડોલર ઇન્ડેક્સમાં સતત ઘટાડો અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાથી રૂપિયાને ટેકો મળ્યો તેવું કહી શકાય. બાકી બચેલી કસર ટ્રમ્પના 90 દિવસના ટેરિફ પાછું ખેંચવાના નિર્ણય દ્વારા પૂર્ણ થઈ ગઈ.
રૂપિયાની સ્થિતિ કેવી રહેશે?
ફિનરેક્સ ટ્રેઝરી એડવાઇઝર્સ એલએલપીના ટ્રેઝરી હેડ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનિલ કુમાર ભણસાલીએ જણાવ્યું કે, ડોલર ઇન્ડેક્સ સપ્ટેમ્બરના નીચા સ્તરે 100.20 થી નીચે આવીને 95 સુધીના સ્તર તરફ ઘટી શકે છે. આનાથી રૂપિયો 86 કે તેનાથી વધુ ઉપર જશે તેવી શકયતા છે.
આ પણ વાંચો: અમેરિકાએ આપી ભારતીય વિદ્યાર્થીઓને ધમકી અને લગાવ્યા આરોપો, કહ્યું – ભાગી જાઓ નહીંતર…