અમેરિકામાં તોફાનનો કહેર, 5 કરોડ લોકો પ્રભાવિત, હજારો ફ્લાઇટ્સ રદ, 10 લાખ ઘરોની વીજળી ગુલ

|

Aug 09, 2023 | 9:22 AM

પૂર્વ અમેરિકામાં વરસાદ, કરા અને વીજળી સાથે આવેલા ભીષણ વાવાઝોડામાં બે લોકોના મોત પણ થયા છે. તે જ સમયે, પૂર્વ કિનારાના ઘણા રાજ્યોમાં ટોર્નેડોની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

અમેરિકામાં તોફાનનો કહેર, 5 કરોડ લોકો પ્રભાવિત, હજારો ફ્લાઇટ્સ રદ, 10 લાખ ઘરોની વીજળી ગુલ
Tornado in America

Follow us on

America: અમેરિકાના પૂર્વ વિસ્તારમાં ભારે તોફાન અને તોફાનના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. મીડિયા રિપોર્ટ્સથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ વાવાઝોડાને કારણે ન્યૂયોર્કથી અલાબામા સુધી લગભગ 10 લાખ ઘરો અને વ્યાપારી સંસ્થાઓમાં વીજળી ડુલ થઈ ગઈ છે. આ સિવાય અત્યાર સુધીમાં હજારો ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર આ તોફાનથી લગભગ પાંચ કરોડ લોકો પ્રભાવિત થયા છે.

મીડિયા રિપોર્ટ્સમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, પૂર્વ અમેરિકામાં વરસાદ, કરા અને વીજળી સાથે આવેલા ભીષણ વાવાઝોડામાં બે લોકોના મોત પણ થયા છે. તે જ સમયે, પૂર્વ કિનારાના ઘણા રાજ્યોમાં ટોર્નેડોની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

10 રાજ્યોમાં ચેતવણી જાહેર

જણાવી દઈએ કે આ વાવાઝોડું પૂર્વ કિનારાના ઘણા વિસ્તારોમાંથી પસાર થયું હતું. તે જ સમયે, ટેનેસીથી ન્યૂયોર્ક સુધીના 10 રાજ્યોને ભવંડર પર નજર અને ચેતવણીઓ જાહેર કરવામાં આવી છે. એન્ડરસન કાઉન્ટી કાર્યાલના જણાવ્યા અનુસાર, તોફાન દરમિયાન એન્ડરસન, સાઉથ કેરોલિનામાં એક ઝાડ 15 વર્ષના છોકરા પર પડતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયુ હતુ. મળતી માહિતી મુજબ તે તેના દાદા-દાદીના ઘરે ગયો હતો.

Hotel : OYOનું પૂરુ નામ જાણો, અડધાથી વધારે લોકોને નહીં ખબર હોય
આ દેશની મહિલાઓ સાથે લગ્ન કરવા પર મળે છે પૈસા ! જાણો અહીં
મકરસંક્રાંતિ પર રાશિ પ્રમાણે કરો દાન, આખું વર્ષ મળશે ફળ
Condom Use :કોન્ડોમનો હેર બેન્ડ તરીકે ઉપયોગ કરે છે આ દેશની મહિલા, કારણ જાણીને ચોંકી જશો
આજનું રાશિફળ તારીખ : 11-01-2025
ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ

યુએસની 2600થી વધુ ફ્લાઈટ્સ રદ

મીડિયા અહેવાલો અનુસાર, તોફાન સંબંધિત બીજી ઘટનામાં, ફ્લોરેન્સ, અલાબામામાં વીજળી પડવાથી 28 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. અને ફ્લાઈટ ટ્રેકિંગ સર્વિસ ફ્લાઈટઅવેર મુજબ, સોમવારની રાત સુધીમાં, 2,600 કરતાં વધુ યુએસ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી અને લગભગ 7,900 વિલંબિત થઈ હતી. અહેવાલો અનુસાર, હાર્ટ્સફિલ્ડ-જેક્સન એટલાન્ટા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આ સાથે પૂર્વ કિનારે જઈ રહેલા કેટલાક વિમાનોને અન્ય સ્થળોએ મોકલવામાં આવી રહ્યા છે.

લાખો લોકોના ઘરોમાં વીજળી ગુલ

જાણકારી અનુસાર ફાયર બ્રિગેડ ચીફે જણાવ્યું કે મંગળવાર સવાર સુધી નોર્થ કેરોલિનામાં એક લાખ લોકો, પેન્સિલવેનિયામાં 95 હજાર અને મેરીલેન્ડમાં 64 હજાર લોકો વીજળીના અભાવે ખૂબ જ પરેશાન છે. આ સાથે, 1000 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી.

અમેરિકામાં દર વર્ષે આવતા ભયંકર તોફાનો ભારે તબાહી સર્જે છે. આવું તોફાન અહીં ફરી આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે તોફાન અને ટોર્નેડોએ પૂર્વી યુએસને લપેટમાં લીધું છે. જેના કારણે લાખો ઘરોમાં અંધારપટ છવાઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તોફાનના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. ન્યૂયોર્કથી અલાબામા સુધી લગભગ 10 લાખ ઘરો અને વ્યાપારી સંસ્થાઓની લાઇટો બંધ થઈ ગઈ છે. વિનાશક વાવાઝોડાને કારણે હજારો ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. જેના કારણે હજારો મુસાફરો એરપોર્ટ પર ફસાયેલા છે. કહેવામાં આવી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article