જાપાન સરકારની જાહેરાત, અઠવાડિયામાં ત્રણ દિવસની રજા લો અને બાળકોને જન્મ આપો

|

Dec 13, 2024 | 3:10 PM

જાપાનની રાજધાની ટોક્યોમાં ઘટતી વસ્તીને કારણે એક મોટો નિર્ણય લીધો છે.જાપાનમાં ટુંક સમયમાં 4 દિવસ વર્કવીક લાગુ કરવામાં આવશે. આ પહેલનો ઉદ્દેશ માત્રને માત્ર લોકોને પરિવારની સાથે વધુ સમય પસાર કરવા માટે આપવાનો છે. જેનાથી તેઓ બાળકોને જન્મ આપવા માટે પ્રેરિત થાય.

જાપાન સરકારની જાહેરાત, અઠવાડિયામાં ત્રણ દિવસની રજા લો અને બાળકોને જન્મ આપો

Follow us on

જાપાનની રાજધાની ટોક્યોમાં જન્મ દર સતત ઘટી રહ્યો છે. આવી સ્થિતિમાં જન્મ દર એટલે કે પ્રજનન દર સુધારવા માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. ટોક્યોમાં વર્કિંગ ડેનો નિયમ આવતા વર્ષથી લાગુ કરવામાં આવશે. આ નિયમ અનુસાર લોકોને અઠવાડિયામાં માત્ર 4 દિવસ કામ કરવાનું રહેશે.ટોક્યોના ગવર્નરે જાહેરાત કરી છે કે, 1 એપ્રિલથી કર્મચારીઓને અઠવાડિયામાં 3 દિવસની રજા મળશે. આ સાથે જે કર્મચારીઓના બાળકો પ્રાઈમરી સ્કુલમાં છે, તેમને ઓછું કામ કરવાનો વિકલ્પ મળશે.

જાપાનનો વર્તમાન જન્મદર 1.2%

જેના પરિણામે તેમના પગારમાં અમુક કાપ આવશે.ગવર્નરે કહ્યું અમે એક એવી સિસ્ટમ બનાવીશું જેને કરિયર અને પરિવાર વચ્ચે કોઈ બાંધછોડ કરવી પડશે નહિ.સ્વાસ્થ મંત્રાલયના આંકડા મુજબ જાપાનનો વર્તમાન જન્મદર 1.2% છે, વસ્તીને સ્થિર રાખવા માટે આ દર 2.1% હોવો જોઈએ. નિષ્ણાતોનું કહેવું છે કે, જો આ દર વધશે નહીં તો, જાપાન આગામી 120 વર્ષમાં વિશ્વના નકશા પરથી ગાયબ થઈ શકે છે.

જાપાનમાં વૃદ્ધોની સંખ્યા ઝડપથી વધી રહી છે

નિષ્ણાતોનું માનવું છે કે, શહેરીકરણ , આધુનિકરણ, મોડા લગ્ન,કુટુંબ નિયોજન અને આર્થિક દબાવ જેવા કારણો જન્મદરમાં ઘટાડા માટે જવાબદાર છે. જાપાનમાં વદ્ધોની સંખ્યા ઝડપથી વધી રહી છે. જેનાથી અર્થવ્યવસ્થા પર બોજ વધી રહ્યો છે.જાણકારોનું કહેવું છે કે, 4 દિવસનું વર્કવીક આ સમસ્યાનો સંભવિત ઉકેલ બની શકે છે. જેનાથી લોકો પરિવારની સાથે વધારે સમય પસાર કરી શકશે અને બાળકોની સંભાળ સારી રીતે કરી શકશે. જાપાનના આ પગલાથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે, આનાથી જન્મદર વધશે. આ સાથે દેશની વસ્તી પણ વધશે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

ઓવરટાઈમ વર્ક કલ્ચરનું પરિણામ

ગત્ત વર્ષે જાપાનમાં માત્ર 727,277 જન્મ દર નોંઘાયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ દેશની ઓવરટાઈમ વર્ક કલ્ચરનું પરિણામ છે. જે મહિલાઓને કરિયર અને પરિવાર વચ્ચે પસંદગી કરવા માટે મજબૂર કરે છ. વર્લ્ડ ડેટા મુજબ જાપાનમાં મહિલાઓની ભાગીદારી 55% છે અને પુરુષોની ભાગીદારી 72% છે.

જાપાનમાં છેલ્લા કેટલાક વર્ષોથી એવું જોવા મળી રહ્યું છે કે, લોકો બાળકોના પાલણ-પોષણ માટે કરિયરને વચ્ચે જ છોડી દે છે. જેના કારણે કેટલાક લોકો બાળકને જન્મ આપી શકતા નથી. આ કારણે દેશનો પ્રજનન દર ખુબ ખરાબ જોવા મળી રહ્યો છે. જેને સુધારવા માટે સ્થાનિક પ્રશાસન અનેક રીત અપનાવી રહી છે.

Next Article