શું નહેરૂએ ભૂલ કરી? આઝાદી બાદ ભારતમાં જોડાવા માગતુ હતુ આ રઝવાડુ, છતા ન કર્યુ વિલિનીકરણ, બાદમાં પાકિસ્તાને કરી લીધો કબજો

|

Jan 18, 2025 | 4:14 PM

1947માં ભારતની સ્વતંત્રતા બાદ, 500થી વધુ રજવાડાઓ ભારતમાં ભળ્યા. પરંતુ એક રજવાડું એવુ હતુ જે ભારતમાં જોડાવા માંગતું હતું, પરંતુ નહેરુ તેનુ ભારતમાં વિલીનીકરણ કરવા તૈયાર ન થયા. બાદમાં પાકિસ્તાને તેનો કબજો કર્યો. આ લેખમાં આ રઝવાડાનો પાકિસ્તાને કઈ રીતે બળજબરીથી કબજો કર્યો અને અન્ય 11 રજવાડાઓ સાથે પાકિસ્તાને શું કર્યુ તેના વિશે વિગતવાર અહેવાલ આપવામાં આવ્યો છે.

શું નહેરૂએ ભૂલ કરી? આઝાદી બાદ ભારતમાં જોડાવા માગતુ હતુ આ રઝવાડુ, છતા ન કર્યુ વિલિનીકરણ, બાદમાં પાકિસ્તાને કરી લીધો કબજો

Follow us on

ભારત દેશ જ્યારે સ્વતંત્ર થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે 500 થી પણ વધુ રઝવાડાઓનું ભારતમાં વિલિનિકરણ કરી તેમને સદાયને માટે ભારતનો અભિન્ન હિસ્સો બનાવી દીધા હતા. પરંતુ એ સમયે એક એવુ પણ રઝવાડુ હતુ જે સામેથી જે ભારતમાં સામેલ થવા માગતુ હતુ. પરંતુ ભારતે તેને સામેલ કરવાની ના પાડવી પડી હતી. જે બાદ પાછળથી પાકિસ્તાને આ રઝવાડા પર પોતાનો કબજો કરી લીધો હતો. આખરે એ રઝવાડુ ક્યુ હતુ? અને તેને આપણે ભારત સાથે કેમ જોડી ન શક્યા. આ અહેવાલમાં અમે આપને એ રઝવાડા અંગે તો જણાવશુ જ સાથોસાથ 11 એવા રઝવાડા વિશે પણ જણાવશુ જે પાકિસ્તાનમાં સામેલ થયા હતા. આ રઝવાડાઓમાંથી કોઈએ તો પાકિસ્તાનને 7 કરોડ રૂપિયા દાનમાં પણ આપ્યા હતા. તો કોઈએ ભારત સામે કાશ્મીરમાં તેની સેના મોકલી હતી.

આઝાદી બાદ ભારતમાં જોડાવા માગતુ હતુ આ સ્ટેટ

ભારતમાં સામેલ થવાની ઈચ્છા જાહેર કરનારુ સ્ટેટ હતુ કલાત. કલાત સ્ટેટ હાલના બલુચિસ્તાનમાં આવેલુ છે. તેનો ઈતિહાસ ઘણો જૂનો છે. કલાત એક સમયે ઘણી શક્તિશાળી સલ્તનત હતી. ઔરંગઝેબથી લઈને ઈરાનના નાદિરશાહ સાથે તેમના મૈત્રીપૂર્ણ સંબંધો હતા. તેમણે 1748માં અહમદ શાહ દુર્રાની સાથે ખોરાસાનમાં યુદ્ધ કર્યુ હતુ. 19મી સદીમાં આંતરિક ક્લેશને કારણે આ સલ્તનત ઘણી નબળી પડી. જે બાદ 1870માં તેને મજબુરીવશ અંગ્રેજો સાથે સંધિ કરવી પડી હતી. આ સંધિ અંતર્ગત અંગ્રેજોએ કલાતને વધુ ત્રણ રઝવાડા આપ્યા અને પ્રિન્સલી સ્ટેટ બનાવી દીધુ. આ રઝવાડાઓના નામ હતા ખારાન, લાસબેલા અને મકરાન.

1947માં દેશ આઝાદ થયો એ સમયે ખાન મિર અહેમદ ખાન કલાતના નવાબ હતા. કલાતના નવાબ કલાતને પાકિસ્તાનમાં સામેલ કરવા માગતા ન હતા. કલાતના નવાબ બલૂચના મુસલમાનોને પાકિસ્તાનના મુસ્લિમોથી અલગ ગણતા હતા. નવાબ અહેમદ ખાન એ સમયે ભારતમાં જોડાવા માગતા હતા અને તેમ ન થાય તો સ્વતંત્ર રહેવા માગતા પરંતુ પાકિસ્તાનમાં જોડાવાની તેમની બિલકુલ ઈચ્છા ન હતી.

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

વર્ષ 1946ના કેબિનેટ મીટમાં જિન્નાહે કલાતને સ્વતંત્ર રહેવા દેવાનો પ્રસ્તાવ રાખ્યો

જો કે ભારતના તત્કાલિન પીએમ નહેરૂએ કલાતનો ભારતમાં વિલય કરવા માટે ઈનકાર કરવો પડ્યો હતો. તેનુ કારણ હતુ બલુચિસ્તાનની ભૌગોલિક રૂપરેખા. જેવી રીતે પૂર્વી પાકિસ્તાન અને પશ્ચિમી પાકિસ્તાનની વચ્ચે ભારત આવેલુ છે. જે બાદમાં બાંગ્લાદેશ બની ગયુ. એવી જ રીતે કલાત અને ભારતની વચ્ચે પાકિસ્તાન આવતુ હતુ. આથી જ 1947માં નહેરૂએ તેમની માગ સ્વીકારી ન હતી. ત્યારબાદ કલાત સ્ટેટ નેશનલ પાર્ટીના અધ્યક્ષ ગૌસ બક્શે મૌલાના અબુલ કલામ આઝાદ સાથે પણ મુલાકાત કરી હતી. આઝાદે પણ કલાતને ભારતનો હિસ્સો ન ગણ્યો.જો કે તેમનુ માનવાનું એવુ પણ હતુ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કલાત આઝાદ નહીં રહી શકે. તેને પોતાની સુરક્ષાની જરૂર પડશે. બાદમાં એક સમય તો એવો પણ આવ્યો કે પાકિસ્તાનના કાયદે આઝમ મોહમ્મદ અલી જિન્નાહ ખુદ આઝાદ કલાતની તરફેણ કરતા હતા. વર્ષ 1946ની કેબિનેટમાં જિન્નાહે  આ વાત મુકી હતી કે કલાતને સ્વતંત્ર રહેવા દેવામાં આવે.

28 માર્ચ 1948ના રોજ જિન્નાહે સેના મોકલી કલાત પર ચડાઈ કરવાનો આદેશ આપ્યો

પરંતુ 21 ઓગસ્ટ 1947 બાદ પરિસ્થિતિ બદલાઈ. એ સમયે કલાતની રિયાસતમાં સામેલ ખારાનના શાસક મિર મોહમ્મદ હબિબુલ્લાહે જિન્નાહને કહ્યુ કે તેઓ કોઈપણ સમયે પાકિસ્તાનમાં સામેલ થવા માટે તૈયાર છે. જો કે જિન્નાહે આ અંગે બહુ ધ્યાન ન આપ્યુ. પરંતુ ધીરે ધીરે લોસ બુલા અને મકરાને પણ પાકિસ્તાનનમાં વિલય કરવાની ઈચ્છા વ્યક્ત કરી. આ પરિસ્થિતિમાં કલાત પર દબાણ વધી રહ્યુ હતુ. ઓક્ટોબર 1947માં જિન્નાહે ખુલીને કલાત સમક્ષ પાકિસ્તાનમાં વિલય કરવાની માગ કરી. જેમા થોડા સમય માટે વિવાદ ચાલતો રહ્યો. આ એજ સમય હતો જ્યારે જિન્નાહ હૈદરાબાદ અને કાશ્મીર મુદ્દે ગડમથલમાં હતા. આ તરફ બલુચિસ્તાનમાં પણ દબાણ વધી રહ્યુ હતુ. આથી 17 માર્ચ 1948ના રોજ ખારાન, લોસબેલા અને મકરાનનો જે વિસ્તાર હતો તેને પાકિસ્તાનમાં ભેળવી દેવાયો. એટલે કે બલુચિસ્તાનનો 1/3 હિસ્સો પાકિસ્તાનના કબજા હેઠળ જઈ ચુક્યો હતો. ત્યારબાદ 28 માર્ચના દિવસે જિન્નાહે પાકિસ્તાની સેનાને કલાત પર ચડાઈ કરવાનો આદેશ આપ્યો. કમાન્ડીંગ ઓફિસર મેજર જનરલ અકબર ખાનની આગેવાનીમાં સાત બલોચ રેજિમેન્ટે બીજા જ દિવસે કલાત પર આક્રમણ કરી દીધુ. કલાતના અહેમદ ખાનની ધરપકડ કરી તેમને કરાંચી લાવવામાં આવ્યા. ત્યાં તેમના પાસે બળજબરીપૂર્વક વિલયપત્રક પર હસ્તાક્ષર કરાવી લેવામાં આવ્યા. આ પ્રકારે ન ઈચ્છા ન હોવા છતા કલાત પાકિસ્તાનનો હિસ્સો બની ગયુ. બળજબરીને કારણે ત્યારથી બલુચિસ્તાનનો પ્રશ્ન ઉદ્દભવ્યો. જે આજે પણ પાકિસ્તાન માટે માથાનો દુ:ખાવો બનેલો છે.

બહાવલપુર સામે ચાલીને પાકિસ્તાનમાં સામેલ થનારુ પ્રથમ સ્ટેટ બન્યુ

9 ઓક્ટોબર 1947 ના દિવસે બહાવલપુર પાકિસ્તાનનું ડોમિનિયન બની ગયુ અને પાકિસ્તાનમાં સામેલ થનારુ પ્રથમ સ્ટેટ બન્યુ. જે બાદ 1955માં એક કરાર અંતર્ગત બહાવલપુર રઝવાડાના પશ્ચિમ પાકિસ્તાન પ્રોવિન્સમાં સામેલ કરી દેવાયુ. જેમા નવાબને વર્ષે 32 લાખ રૂપિયા આપવાનો એગ્રીમેન્ટ સાઈન થયો હતો. આ પ્રકારે પાકિસ્તાનને સૌથી વધુ પૈસા દેનારી રિયાસતનો ત્યાંથી જ અંત આવી ગયો. જો કે આજે પણ નવાબના વારસદારો ખુદને નવાબ ક્લેમ કરે છે. પરંતુ પાકિસ્તાનની પોલિટિક્સમાં તેમનુ હવે ખાસ કંઈ પ્રભુત્વ કે પકડ નથી.

ક્યા આવેલુ છે બહાવલપુર?

પંજાબ સાથે જોડાયેલા બહાવલપુરના નવાબ હતા સાદિક મોહમ્મદ ખાન- V તેઓ મોહમ્મદ અલી જિન્નાહના સારા મિત્ર હતા. આથી નહેરુના મનાવવા છતા ભારતમાં વિલય માટે તેઓ રાજી ન થયા. બહાવલપુરમાં મુસ્લિમોની સંખ્યા ઘણી વધુ હતી અને આ મુસ્લિમો પાકિસ્તાનમાં જોડાવા માગતા હતા. આ કારણથી પણ નવાબે પાકિસ્તાનમાં વિલિન થવાનું નક્કી કર્યુ.

 

 ખૈરપુર રિયાસત પાકિસ્તાનમાં જોડાવાની સાથે જ શરૂ થયા બુરે દિન

વેસ્ટ પાકિસ્તાનની જ અન્ય એક રિયાસત છે ખૈરપુર. ખૈરપુર રિયાસતના છેલ્લા અને અંતિમ નવાબ હતા જૌર જલી મુરાદ ખાન. જે એ સમયે  ઘણી નાની ઉમરના હતા. આથી તેમના સંરક્ષક મીર ગુલામ હુસૈન ખાન તાલપુર બલુચે પાકિસ્તાનમાં ભળવાનો પ્રસ્તાવ રાખ્યો. નવાબના રઝવાડાનુ ટોટલ ક્ષેત્રફળ એ સમયે 15,700 Sq.Km. હતો અને ત્યાં 3 લાખ જેટલા લોકો રહેતા હતા. અહીં પણ મુસ્લિમ વસ્તી વધુ હતી અને પાકિસ્તાનમાં જોડાવા માગતી હતી. 3 ઓક્ટોબર 1947ના રોજ આ ખૈરપુર રિયાસત પાકિસ્તાનની ડોમેનિયન બની ગઈ. એ સાથે જ નવાબના ખરાબ દિવસો પણ શરૂ થયા. 1 ફેબ્રુઆરી 1949માં નવાબની શક્તિઓને એકદમથી ઘટાડી દેવામાં આવી. અગાઉ નવાબ પાસે તેના સ્ટેટના સીએમની પસંદગી કરવાની સત્તા હતી. એ પણ ગઈ. એ સાથે જ આર્મી પરથી તેનું નિયંત્રણ પણ હાથમાંથી ગયુ. આ સાથે નવાબ સત્તા વિના લાચાર બની ગયા.

આગળ જતા 1953માં Government of Khairpur Act લાવવામાં આવ્યો. જેમા નવાબના લાખ પ્રયાસ છતા અને ના પાડવા છતા તેને પાકિસ્તાનનું સ્ટેટ બનાવવાની વાત કરવામાં આવી અને આ પ્રકારે 10 નવેમ્બર 1954માં આ ખૈરપુર પાકિસ્તાનનો હિસ્સો બની ગઈ.નવાબની નવાબિયત હંમેશના માટે અંત આવી ગયો. આટલુ જ નહીં તેમને જે સલિયાણુ મળતુ હતુ તેને પણ 1971થી બંધ કરી દેવામાં આવ્યુ. યાહ્યાખાને એ સલિયાણુ બંધ કરાવી દીધુ.

1947માં કાશ્મીર સાથે યુદ્ધ કરવા માટે દિરના નવાબે પાકિસ્તાન તરફથી સેના મોકલી હતી

પાકિસ્તાનનો સાથ દેનારી અન્ય પણ એક રિયાસત હતી, જેનુ નામ હતુ દિર. તેના નવાબ હતા શાહજહાં ખાન. આ એ જ નવાબ હતા જેમણે કાશ્મીર સાથે યુદ્ધ કરવા માટે 1947માં પાકિસ્તાન તરફથી પોતાની સેના મોકલી હતી. જો કે પાકિસ્તાનમાં સામેલ થયા બાદ દિરની હાલત પણ ઘણી કફોડી થઈ. 1961માં યાહ્યાખાને દિરના નવાબને સત્તા પરથી હટાવી તેના દીકરાને નવાબ બનાવી દીધો.જે બાદ 1969માં દિર સહિત છત્રાલ અને સ્વાત નામના અન્ય બે રઝવાડાને પણ પાકિસ્તાન સાથે જોડી દીધા. આ પ્રકારે એકસાથે ત્રણ રઝવાડાઓને યાહ્યાખાને પાકિસ્તાનમાં સામેલ કરી લીધા અને ત્યાના નવાબની તમામ સત્તાઓ પણ છીનવી લીધી.

આ બંને રઝવાડામાં સ્વાત ઘાટી પાસે સ્વાત રિયાસત હતી જ્યાં વલીઓનું શાસન હતુ અને મિયાંગુલ જહાંનઝેબ ત્યાંના અંતિમ નવાબ હતા. 1947માં આ રિયાસતને પણ પાકિસ્તાનમાં સામેલ કરી લેવામાં આવી.

છત્રાલ રિયાસતની વાત કરીએ તો છત્રાલના નવાબો મેહતર તરીકે ઓળખાતા હતા. આઝાદી સમયે મુઝફ્ફર-ઉલ-મુલ્ક છત્રાલના નવાબ હતા. જો કે એ જ સમયે અચાનક નવાબનું મૃત્યુ થયુ. આ ઘટના બાદ સૈફ -ઉર- રહમાનને મહેતર બનાવવામાં આવ્યા. જો કે પાકિસ્તાન સાથે તેમને ફાવ્યુ નહીં અને પાકિસ્તાન સરકારે તેમને 6 વર્ષ માટે સત્તા પરથી હટાવી દીધા. જે બાદ એક પ્લેનક્રેશમાં તેમનું મોત થયુ અને આગળ સૈફ ઉર મુલ્ક નાસિરે 1950માં 4 વર્ષની ઉમરે સત્તા સંભાળી અને 1954માં છત્રાલે પાકિસ્તાનના એક્સેશન ઓફ ઈન્સ્ટ્રુમેન્ટ પર સાઈન કરી અને પાકિસ્તાનનો એક હિસ્સો બની ગયુ.

આ રઝવાડાઓની સાથે કેટલાક નાના-નાના રઝવાડાઓ પણ હતી. જેમાં હુંઝા, નગર, અંબ અને ફુલરા. જેમા હુંઝાના મિર મોહમ્મદ જમાલખાને 1946માં જ જિન્નાહ સાથે હાથ મિલાવી લીધા હતા. આ જ વ્યક્તિએ ઓપરેશન ગુલમર્ગ અંતર્ગત કાશ્મીરની લડાઈમાં પાકિસ્તાનના ભરપૂર મદદ કરી.

હવે વાત કરીએ અંતિમ બચેલા રઝવાડા ફુલરાની. આ પાકિસ્તાનનું સૌથી નાનું રઝવાડુ હતુ. તેમા માત્ર 8000 લોકો રહેતા હતા, વર્ષ 1949માં ત્યાંના અંતિમ નવાબ અબ્દુલ લતિફ ખાને આ રઝવાડાને નોર્થ વેસ્ટ ફ્રન્ટીયર પ્રોવિન્સમાં સામેલ કરવાની મંજૂરી આપી હતી. આ જ પ્રકારે આ ફુલરા પણ પાકિસ્તાનનો હિસ્સો બની ગઈ. આ તમામ એ રઝવાડાઓ હતા જે આઝાદી સમયે પાકિસ્તાનમાં સામેલ થઈ હતી.

દેશ અને દુનિયાની આવી જ રોચક માહિતી આપતા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Published On - 1:20 pm, Sat, 18 January 25

Next Article