Afghanistan Crisis: તાલિબાનોનો અસલી ચહેરો આવ્યો સામે, કાબુલ એરપોર્ટ જઈ રહેલા લોકોને AK 47થી માર્યા, હવામાં કર્યુ ફાયરિંગ

લોકો પાસે જરૂરી દસ્તાવેજો હોવા છતાં, તાલિબાન તેમને કાબુલ એરપોર્ટ પર પ્રવેશતા અટકાવી રહ્યા છે. એરપોર્ટ પર આવનારાઓને એકે 47 થી મારી રહ્યા છે અને હવામાં પણ ગોળીબાર કરી રહ્યા છે.

Afghanistan Crisis: તાલિબાનોનો અસલી ચહેરો આવ્યો સામે, કાબુલ એરપોર્ટ જઈ રહેલા લોકોને AK 47થી માર્યા, હવામાં કર્યુ ફાયરિંગ
afghanistan taliban
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 8:12 AM

અફઘાનિસ્તાનમાં(Afghanistan) તાલિબાન (Taliban) લડવૈયાઓના સંપૂર્ણ કબજા બાદ અરાજકતા વધી છે. લોકો કાબુલમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન વધુ એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. એવું કહેવાઈ રહ્યુ છે કે લોકોને કાબુલ એરપોર્ટમાં (Kabul Airport ) પ્રવેશતા અટકાવવા માટે તાલિબાન હવામાં ગોળીબાર કરી રહ્યા છે અને એકે 47 ( AK 47) થી માર મારી રહ્યાં છે.

સમાચાર સંસ્થાના અહેવાવ મુજબ, લોકો પાસે અફઘાનિસ્તાનના (Afghanistan) જરૂરી દસ્તાવેજો હોવા છતાં, તાલિબાન તેમને કાબુલ એરપોર્ટ પર પ્રવેશતા અટકાવી રહ્યા છે. આ માટે, તેઓ તેમને એકે 47 થી મારે છે અને હવામાં ગોળીબાર કરીને તેમને ડરાવીને એરપોર્ટથી ભગાડી રહ્યાં છે.

પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

વિદેશી રેડિયો પરથી પ્રસારીત થયેલા સમાચારમાં એક વ્યક્તિને ટાંકીને કહ્યું કે, “હાલત ખૂબ જ ખરાબ છે. તાલિબાનો હવામાં ગોળીબાર કરી રહ્યા હતા, લોકોને ધક્કા મારી રહ્યા હતા, તેમને AK47s થી મારી રહ્યા હતા. જર્મની પહોંચેલા અફઘાનના પરિવારને કહ્યું કે, “દરેક વ્યક્તિ અફઘાનિસ્તાનમાંથી બહાર આવવા માંગે છે. પરિસ્થિતિ પહેલા દિવસ કરતા વધુ ખરાબ થઈ રહી છે. અને રોજબરોજ વધુ વણસતી રહી છે. અમે તો બચી ગયા પણ અમે અમારા પરિવારને બચાવી શક્યા નહીં. તેમ પણ આ વ્યક્તિએ રેડીયો આધારિત પ્રસારીત થયેલા સમાચારમાં જણાવ્યુ હતું. તાલિબાન હવે અફઘાનિસ્તાનની પ્રજા ઉપર તેમનો દબદબો ઉભો કરવા માટે દમન ગુજારી રહ્યાં છે.

અમેરિકાએ 7 હજાર લોકોને એરલિફ્ટ કર્યા

અફઘાનિસ્તાનની પરિસ્થિતિને જોતા, વિશ્વના ઘણા દેશો તેમના નાગરિકોને ત્યાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ગુરુવારે કહ્યું કે તેઓએ અત્યાર સુધીમાં લગભગ 7,000 લોકોને અફઘાનિસ્તાનમાંથી એરલિફ્ટ કર્યા છે.

અફઘાન ધ્વજ લહેરાવતા લોકો પર ગોળીઓનો વરસાદ થયો

આ પહેલા ગુરુવારે, અફઘાનિસ્તાનમાં તાલિબાન લડવૈયાઓએ ગુરૂવારે અફઘાન ધ્વજ લહેરાવીને આઝાદીની ઉજવણી કરતા લોકો પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ઘણા લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ઘટના યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાન દેશના અસાદાબાદ (Asadabad )શહેરમાં બની હતી. અસદાબાદ શહેરમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે એક રેલી કાઢવામાં આવી હતી. એક પ્રત્યક્ષદર્શીએ વિદેશી સમાચાર એજન્સીને આ અંગે જાણ કરી છે. કુન્નાર પ્રાંતની રાજધાનીમાં, પ્રત્યક્ષદર્શી મોહમ્મદ સલિમે જણાવ્યું હતું કે લડવૈયાઓના ફાયરિંગને કારણે કેટલાક લોકો મૃત્યુ પામ્યા હતા જેના કારણે અહીં ભાગદોડ પણ મચી હતી.

આ પણ વાંચોઃ UNSCમાં વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું ,લશ્કર-જૈશ જેવા પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠનો સામે પગલા ના લેવાતા બન્યા બેખોફ

આ પણ વાંચોઃ Surat : અરાજકતા અફઘાનિસ્તાનમાં પણ અસર સુરતમાં : કાપડ વેપારીઓનું વેપારીઓનું પેમેન્ટ અટવાયું

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">