UNSCમાં વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું ,લશ્કર-જૈશ જેવા પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠનો સામે પગલા ના લેવાતા બન્યા બેખોફ
ભારતના વિદેશ પ્રધાન જયશંકરે યુનાઈટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં કહ્યું કે જેમના હાથ નિર્દોષ લોકોના લોહીથી રંગાયેલા છે તેમને રાજકીય ઓથ આપવામાં આવી રહી છે, ત્યારે આપણે તેમના બેવડા વલણને ખુલ્લુ પાડવામાં સંકોચ ન કરવો જોઈએ.
ભારતે ગુરુવારે યુએન સિક્યુરિટી કાઉન્સિલને જણાવ્યું હતું કે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા પાકિસ્તાન સ્થિત આતંકી જૂથો બેરોકટોક તેમની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે અને તેમને આ માટે રાજકીય સુરક્ષા પણ મળી રહી છે. જેમના હાથ નિર્દોષ લોકોના લોહીથી ખરડાયેલા છે તેમને સુવિધાઓ આપનારાઓના બેવડા વલણનો પર્દાફાશ કરવા હાકલ કરી હતી.
આતંકવાદી કૃત્યોને કારણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી સામે ખતરાના વિષય પર, યુએન સિક્યુરિટી કાઉન્સિલની એક ઉચ્ચ સ્તરીય બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા વિદેશ પ્રધાન એસ જયશંકરે (External Affairs Minister Dr S Jaishankar) જણાવ્યું હતું કે પ્રતિબંધિત હક્કાની નેટવર્કની પ્રવૃત્તિઓમાં વધારો થવો તે ચિંતાને વિષય છે. વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું કે, ISIL-Khorasan (ISIL-K) અમારા પાડોશમાં વધુ શક્તિશાળી બન્યું છે અને સતત તેને ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અફઘાનિસ્તાનના ઘટી રહેલા ઘટનાક્રમથી પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા સંબધે વૈશ્વિકસ્તરે ચિંતાનો વધારો થવો સ્વાભાવિક છે.
લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ બેખોફ
વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું કે તે અફઘાનિસ્તાન કે ભારત વિરુદ્ધ, લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) અને જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed) જેવા આતંકી જૂથો સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. જેના કારણે તેઓ તેમની આતંકી પ્રવૃતિ રોકટોક વિના ચલાવી રહ્યા છે. વિદેશ પ્રધાને કહ્યું કે આપણે ક્યારેય આતંકવાદીઓને સલામત આશ્રયસ્થાન પૂરું પાડવું જોઈએ નહીં અથવા તેમની વધેલી તાકાતને અવગણવી જોઈએ નહીં.
પાકિસ્તાનનું નામ લીધા વિના જ વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યુ કે, જ્યાં યુએન પ્રતિબંધિત આતંકવાદીઓ અને આતંકવાદી જૂથો કથિત રીતે સુરક્ષિત આશ્રયસ્થાન શોધી કાઢે છે અને સરકારી સહાયનો લાભ પણ લે છે. તેમણે એમ પણ કહ્યું કે જ્યારે આપણે એવા લોકોને જોઈએ છીએ કે જેમના હાથ નિર્દોષ લોકોના લોહીથી ખરડાયેલા છે. તે લોકોને રાજકીય આશ્રય અને મહેમાનગતિ કરવામાં આવી રહી છે, ત્યારે અમે તેમના બેવડા વલણને ઉજાગર કરવામાં સહેજે પણ સંકોચ ન કરવો જોઈએ.
આ પણ વાંચોઃ Healthy Chapati: સાદી રોટલી ખાઈ કંટાળી ગયા છો તો હવે આ પ્રકારની રંગબેરંગી અને હેલ્ધી રોટલી બનાવો
આ પણ વાંચોઃ Droneની મદદથી અમૃતસરમાં ફેંક્યા હથિયાર અને RDX ભરેલો ટિફિન બોમ્બ, NIAએ શરૂ કરી તપાસ