AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saudi Arabia : હજ યાત્રાળુઓથી ભરેલી બસ પુલ સાથે અથડાઈ, આગમાં ફેરવાઈ; 20 લોકો જીવતા સળગ્યા

સાઉદી અરેબિયામાં એક દર્દનાક બસ અકસ્માત થયો છે. હજ યાત્રીઓથી ભરેલી બસ પહેલા પુલ સાથે અથડાઈ અને પછી પલટી ગઈ. પલટી માર્યા બાદ તેમાં આગ લાગી હતી. આ ઘટનામાં 20 લોકોના મોત થયા છે.

Saudi Arabia : હજ યાત્રાળુઓથી ભરેલી બસ પુલ સાથે અથડાઈ, આગમાં ફેરવાઈ; 20 લોકો જીવતા સળગ્યા
Saudi Arabia
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2023 | 9:56 AM
Share

સાઉદી અરેબિયાના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં એક દર્દનાક અકસ્માત જોવા મળ્યો છે. જ્યાં, હજ યાત્રીઓથી ભરેલી બસ પહેલા પુલ સાથે અથડાઈ અને પછી રોડ પર જ પલટી ગઈ. ટક્કર બાદ બસમાં આગ લાગી હતી અને 20 લોકો જીવતા બળી ગયા હતા. આ ઘટનામાં 29થી વધુ લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે.

આ પણ વાંચો : જર્મનીમાં એક વ્યક્તિને મળ્યો 38 કરોડનો ચેક, કંપનીને પરત કર્યો, ઈનામ સાંભળીને તમે હસવાનું રોકી નહીં શકો

પીટીઆઈએ સાઉદી મીડિયા અલ-એખબારિયા ટીવીને ટાંકીને જણાવ્યું હતું કે મંગળવારે સવારે થયેલા બસ અકસ્માતમાં ઓછામાં ઓછા 29 લોકો ઘાયલ થયા છે. ટીવી દ્વારા અકસ્માતની તસવીર પણ શેર કરવામાં આવી છે, જેમાં બળી ગયેલી બસ દેખાઈ રહી છે.

આ ઘટના પાછળનું કારણ બસની બ્રેક ફેઈલ હોવાનું કહેવાય છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે બસ યમનની સરહદે દક્ષિણ-પશ્ચિમમાં આવેલા આસિર પ્રાંતમાંથી પસાર થઈ રહી હતી.દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોની માહિતી બહાર આવી નથી.

ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

રેડ ક્રેસન્ટની ટીમ સાથે ઈમરજન્સી સેવાઓને તાત્કાલિક અકસ્માત સ્થળે રવાના કરવામાં આવી હતી અને ઈજાગ્રસ્ત મુસાફરોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમાં ઘણા મુસાફરોની હાલત અત્યંત નાજુક છે.

બસમાં સવાર તમામ મુસાફરો ઉમરાહ કરવા જઈ રહ્યા હતા. બસમાં સ્થાનિક લોકોની સાથે અનેક વિદેશી મુસાફરો પણ સવાર હતા. યાત્રીઓ સંબંધિત માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે અકસ્માત બાદ બળી ગયેલી બસનો કાટમાળ રસ્તાના કિનારે પડેલો છે.

આ પણ વાંચો :જાસૂસી કે ગેરકાયદેસર અટકાયત? આખરે ચીને આ જાપાની નાગરિકને કેમ ઉપાડ્યો, વાંચો Inside Story

આગને બચાવવી મુશ્કેલ

બસ પુલ સાથે અથડાયા બાદ આખી બસમાં આગ લાગી ગઈ હતી. આગના કારણે મુસાફરોને બચાવવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. ફાયર બ્રિગેડની ટીમે કોઈક રીતે આગ પર કાબૂ મેળવ્યો હતો અને પછી બસમાં ફસાયેલા મુસાફરો અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. બસમાં કયા દેશના મુસાફરો છે તેની માહિતી હજુ સામે આવી નથી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">