AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જર્મનીમાં એક વ્યક્તિને મળ્યો 38 કરોડનો ચેક, કંપનીને પરત કર્યો, ઈનામ સાંભળીને તમે હસવાનું રોકી નહીં શકો

Germany news: જર્મનીમાં, એક વ્યક્તિને રસ્તાની વચ્ચે 38.26 લાખ રૂપિયાનો ચેક મળ્યો, જે REWE નામની પ્રખ્યાત રિટેલ કંપની દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.

જર્મનીમાં એક વ્યક્તિને મળ્યો 38 કરોડનો ચેક, કંપનીને પરત કર્યો, ઈનામ સાંભળીને તમે હસવાનું રોકી નહીં શકો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 7:57 PM
Share

બર્લિનઃ જો તમે રસ્તા પર ચાલી રહ્યા છો અને અચાનક તમને $ 4.7 મિલિયન (ભારતીય ચલણમાં લગભગ 38 કરોડ 26 લાખ રૂપિયા)નો બિનવારસી ચેક મળે છે. તો તમે શું કરશો ? જો મનમાં લોભ હશે તો તે રકમને પોતાની બનાવવા માટે ગમે તે હદે જઈ શકો છો અથવા તમે તે ચેક, ચેક માલિકને અથવા જે કંપની સાથે સંબંધિત છે તેને પરત કરશો. આ દિવસોમાં જર્મનીમાં આવા 38 કરોડ 26 લાખના ચેકના સમાચાર આવી રહ્યા છે તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં આટલી મોટી રકમનો કોઈ ચેક નથી.આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

38.26 લાખની કિંમતનો ચેક રિટર્ન થવાના બદલામાં ચેકના માલિકે ઈનામ મેળવનારને રિટર્ન-ગિફ્ટ મોકલી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેમાં ટોફીના 6 પેકેટ છે. આ ઘટના જર્મનીની છે. અહીં રહેતો 38 વર્ષીય અનૌર નામનો વ્યક્તિ રેલ્વે સ્ટેશન ગયો હતો. ત્યાં તેણે રસ્તા વચ્ચે બિનવારસી ચેક મળ્યો હતો. તે ચેકમાં $ 4.7 મિલિયન જેવી મોટી રકમ ભરવામાં આવી હતી.

આ પણ વાંચો : જાસૂસી કે ગેરકાયદેસર અટકાયત? આખરે ચીને આ જાપાની નાગરિકને કેમ ઉપાડ્યો, વાંચો Inside Story

ચેક કન્ફેક્શનરી કંપનીનો હતો

નોંધનીય છે કે અનૌર પોતે ચેકમાં લખેલી રકમને વાંચી શકતો ન હતો. તેણે આ રકમ આસપાસ રહેલા અન્ય એક વ્યક્તિ પાસેથી વાંચી મેળવી હતી. જ્યારે તેને ખબર પડી કે આ રકમ 4.7 મિલિયન ડોલર છે તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. ધ ઈન્ડિપેન્ડન્ટના સમાચાર અનુસાર, પ્લેટફોર્મ પર બિનવારસી મળેલો આટલી મોટી રકમનો ચેક જર્મન કન્ફેક્શનરી કંપની હરિબોનો હતો.

જે REWE નામની પ્રખ્યાત રિટેલ કંપનીના નામે જાહેર કરવામાં આવી હતી. એટલે કે, ચેકમાં ભરેલ $4.7 મિલિયનની તે રકમ રિટેલ કંપની REWE દ્વારા પ્રાપ્ત થવાની હતી. સ્ટેશનના પ્લેટફોર્મ પર ત્યજી દેવાયેલી હાલતમાં ચેક મળી આવતા અનૌર કહે છે, “હું ચેકમાં ભરેલ $4.7 મિલિયનની રકમ પણ વાંચી શક્યો નથી. જ્યારે મને ખબર પડી કે રકમ 4.7 મિલિયન ડોલર છે, ત્યારે હું જમીન ઉપર ઉછળવા લાગ્યો હતો.

અનૌરે કંપનીના કહેવા પર ચેકનો નાશ કર્યો હતો

અનૌરે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે તેણે તરત જ હરિબો કંપનીને તે ચેકની રસીદ વિશે જાણ કરી. આ પણ તેમની જવાબદારી હતી, કારણ કે આવા મૂલ્યના ચેક અંગે તેમના મનમાં કોઈ અપ્રમાણિકતા નહોતી. કંપનીને પુરાવો આપ્યા બાદ કંપનીના કહેવા પર અનૌરે ચેકનો નાશ કર્યો હતો અને સુચના મુજબ તે ચેકના નાશના પુરાવા કંપનીને મોકલી આપ્યા હતા.

આ ઘટનાના થોડા દિવસો બાદ કંપનીએ અનૌરને ટોફીના 6 પેકેટ મોકલ્યા હતા. આ જોઈને અનૌરને ક્લેઈમ વગરનો ચેક મળવા કરતાં પણ વધુ આશ્ચર્ય થયું. એ જાણીને કે $4.7 મિલિયનની જંગી કિંમત સાથેનો ચેક પરત કરવાના ઈનામ તરીકે કંપનીએ તેના માટે રિટર્ન ગિફ્ટ તરીકે ટોફીના માત્ર 6 પેકેટ મોકલ્યા હતા.

કંપનીએ ચેકના બદલે 6 ટોફીના પેકેટ મોકલ્યા હતા

કંપનીના આ વર્તનની જર્મનીમાં લોકો મજાક ઉડાવવા લાગ્યા હતા, ત્યારે કંપનીએ તેના સ્પષ્ટીકરણમાં કહ્યું, “અનૌરને મોકલવામાં આવેલા ટોફીના 6 પેકેટ પ્રમાણભૂત પેકેજ તરીકે હતા. જે કંપની કોઈને પણ આભાર તરીકે મોકલે છે. આ ઉપરાંત, કંપનીએ તેના સ્પષ્ટીકરણમાં આગળ કહ્યું, “ચેક ક્રોસ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં તેની ચૂકવણી અન્ય કોઈ લઈ શકે નહીં. હા, અનૌરે બતાવેલી તકેદારી અને પ્રમાણિકતા સરાહનીય છે.

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">