AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Luna 25: રશિયાનું મૂન મિશન મુશ્કેલીમાં, ટેકનિકલ ખામીનો શિકાર થયું લુના 25!

રશિયાનું લુના-25 મિશન લેન્ડિંગ પહેલા મુશ્કેલીમાં ફસાઈ ગયું છે. રશિયન મૂન મિશનની તપાસ દરમિયાન ઈમરજન્સીની વાત સામે આવી છે. લુના-25 મિશન દ્વારા રશિયા 47 વર્ષ પછી ચંદ્ર પર જવાનું વિચારી રહ્યું હતું.

Luna 25: રશિયાનું મૂન મિશન મુશ્કેલીમાં, ટેકનિકલ ખામીનો શિકાર થયું લુના 25!
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2023 | 7:30 AM
Share

Luna 25: રશિયા(Russia)ના મૂન મિશન લુના-25માં લેન્ડિંગ પહેલા ટેક્નિકલ ખામી સર્જાઈ છે. રશિયાની સ્પેસ એજન્સી રોસકોસમોસે કહ્યું કે શનિવારે ચંદ્ર પર ઉતરતા પહેલા લુના-25 મિશનની તપાસ દરમિયાન તેને ‘ઇમરજન્સી’ વિશે ખબર પડી. રોસકોસ્મોસે જણાવ્યું કે સ્થાનિક સમય અનુસાર બપોરે 2.10 વાગ્યે લુનાને ભ્રમણકક્ષામાં મોકલવા માટે થ્રસ્ટ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઓટોમેટિક સ્ટેશન પર ઈમરજન્સીની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે મિશનનો મૈન્યૂવર થઈ શક્યો ન હતો.

આ પણ વાંચો: Chandrayaan 3 Landing: ચંદ્ર પર ઉતરવાના પડકારોથી લઈને આવક સુધી… ચંદ્રયાન 3 સાથે જોડાયેલી આ માહિતી તમે નહીં જાણતા હોવ

રોસકોસ્મોસે જણાવ્યું હતું કે લેન્ડિંગ માટે ભ્રમણકક્ષામાં જતા પહેલા લુના-25 અવકાશયાનને ‘અસામાન્ય પરિસ્થિતિ’નો સામનો કરવો પડ્યો હતો. લુના-25 અવકાશયાન સોમવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવા જઈ રહ્યું છે. ચંદ્રના આ ભાગની વધુ તપાસ કરવામાં આવી નથી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ જગ્યાએ બરફના રૂપમાં મોટી માત્રામાં પાણીનો સંગ્રહ થાય છે. આ સિવાય ઘણી કિંમતી ધાતુઓ પણ અહીં હાજર છે. લુના-25 મિશન દ્વારા રશિયા 47 વર્ષ બાદ ફરી એકવાર ચંદ્ર પર જઈ રહ્યું છે.

ખામીની તપાસ કરવામાં આવી રહી છે

રશિયન સ્પેસ એજન્સીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, “ઓપરેશન દરમિયાન ઓટોમેટિક સ્ટેશન પર અસામાન્ય સ્થિતિ સર્જાઈ હતી. આના કારણે નિર્ધારિત માપદંડો અનુસાર મૈન્યુવન થઈ શક્યા નથી. એવું કહેવામાં આવ્યું હતું કે નિષ્ણાતો હાલમાં પરિસ્થિતિનું વિશ્લેષણ કરી રહ્યા છે. આ સિવાય સ્પેસ એજન્સી દ્વારા અન્ય કોઈ માહિતી આપવામાં આવી નથી. લુના-25 મિશન 11 ઓગસ્ટના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. જો બધું બરાબર રહ્યું તો 22 ઓગસ્ટે સ્પેસક્રાફ્ટ ચંદ્ર પર ઉતરશે.

લુના-25 એ ક્રેટરનો ફોટો લીધો હતો

રોસકોસ્મોસે અગાઉ જણાવ્યું હતું કે તેમને લુના-25 અવકાશયાનમાંથી પ્રથમ પરિણામો મળ્યા છે અને તેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. સ્પેસક્રાફ્ટે ચંદ્રના ઝિમન ક્રેટરનો ફોટો પણ લીધો હતો, જે સ્પેસ એજન્સી દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. રોસકોસ્મોસે જણાવ્યું કે ચંદ્રના દક્ષિણ ગોળાર્ધમાં આ ત્રીજો સૌથી ઊંડો ખાડો છે. તેનો વ્યાસ 190 કિલોમીટર છે, જ્યારે તેની ઊંડાઈ આઠ કિલોમીટર છે.

સ્પેસ એજન્સીએ કહ્યું કે અત્યાર સુધી મળેલા ડેટા પરથી ચંદ્રની જમીનમાં રહેલા રાસાયણિક તત્વો વિશે જાણકારી મળી છે. લુના-25 મિશન બુધવારે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું. 1976 પછી પહેલીવાર રશિયાના કોઈ અવકાશયાને આવું કર્યું છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">