રશિયા-યુક્રેન યુદ્ધનું LIVE રિપોર્ટિંગ કરી રહ્યો હતો રિપોર્ટર, ત્યારે જ થયો ભયાનક મિસાઈલ હુમલો, જુઓ VIDEO

યુક્રેન પર રશિયાના મિસાઈલ હુમલામાં (Russia Ukraine War) એક રિપોર્ટર બચી ગયો હતો. રશિયાએ મિસાઈલથી હુમલો કર્યો હતો ત્યાંથી થોડાક મીટર દૂર રિપોર્ટર લાઈવ રિપોર્ટિંગ કરી રહ્યો હતો. આ ઘટના ડોનેત્સ્ક વિસ્તારના ડ્રુઝકીવકામાં બની હતી. રશિયન મિસાઈલ હુમલાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રશિયા-યુક્રેન યુદ્ધનું LIVE રિપોર્ટિંગ કરી રહ્યો હતો રિપોર્ટર, ત્યારે જ થયો ભયાનક મિસાઈલ હુમલો, જુઓ VIDEO
Russia - Ukraine War
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2023 | 6:17 PM

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 11 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધ ક્યાં સુધી ચાલશે તે કહેવું મુશ્કેલ છે. આ યુદ્ધમાં ન તો પુતિન પીછેહઠ કરવા તૈયાર છે અને ન તો યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી હાર સ્વીકારવા તૈયાર છે. યુક્રેન પર રશિયાના મિસાઈલ હુમલામાં એક ફ્રેન્ચ રિપોર્ટર બચી ગયો હતો. રશિયાએ મિસાઈલથી હુમલો કર્યો હતો ત્યાંથી થોડાક મીટર દૂર ફ્રેન્ચ રિપોર્ટર લાઈવ રિપોર્ટિંગ કરી રહ્યો હતો. આ ઘટના ડોનેત્સ્ક વિસ્તારના ડ્રુઝકીવકામાં બની હતી. રશિયન મિસાઈલ હુમલાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અનાસ્તાસિયા મગાજોવાએ નામની મહિલા પત્રકારે આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ફ્રેન્ચ રિપોર્ટર લાઈવ રિપોર્ટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન રશિયાએ યુક્રેનની એક હોટલ પર મિસાઈલથી હુમલો કર્યો હતો. જ્યાં હુમલો થયો હતો ત્યાંથી 200 મીટર દૂર પોલ લાઈવ રિપોર્ટિંગ કરી રહ્યો હતો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મિસાઈલ હુમલાનો વીડિયો કેમેરામાં થયો કેદ

અનાસ્તાસિયા મગાજોવાએ લખ્યું, કે ‘હે ભગવાન, યુક્રેન પર રશિયાના મિસાઈલ હુમલાનો લાઈવ વીડિયો ફ્રેન્ચ ટીવી પર કેપ્ચર થયો છે. આશા છે કે મારા સાથીદારો સુરક્ષિત છે.’ વીડિયોમાં ફ્રેન્ચ ટીવી હોસ્ટ યાન બાર્થેસ તેના રિપોર્ટર પોલ ગેસનિયરને કેટલાક પ્રશ્નો પૂછી રહ્યા હતા. જવાબ આપતા પહેલા એક જોરદાર વિસ્ફોટ થયો જે ફ્રેન્ચ ટીવીના કેમેરામાં કેદ થઈ ગયો.

11 મહિનાથી ચાલી રહ્યું છે યુદ્ધ

મહત્વનું છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 11 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધ ક્યાં સુધી ચાલશે તે કહેવું મુશ્કેલ છે. યુદ્ધમાં બંને દેશોને ઘણું નુકસાન થયું છે. આ યુદ્ધમાં ન તો પુતિન પીછેહઠ કરવા તૈયાર છે અને ન તો યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી હાર સ્વીકારવા તૈયાર છે. થોડા દિવસો પહેલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધવિરામની વાત કરી હતી, પરંતુ તેમણે ઝેલેન્સકીને તેની સાથે સહમત થવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બંને દેશો વચ્ચે 24 ફેબ્રુઆરી 2022થી યુદ્ધ શરૂ થયું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">