PM Narendra Modi US Visit: પીએમ મોદી અને અમેરિકન CEOs વચ્ચે થઈ મુલાકાત, ભારતમાં રોકાણ સહિતના આ મુદ્દાઓ પર થઈ મહત્વની ચર્ચા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે તેમની ત્રણ દિવસીય યુએસ મુલાકાતના પ્રથમ દિવસે વોશિંગ્ટન ડીસીમાં ક્વાલકોમના પ્રમુખ અને મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ક્રિસ્ટિયાનો આર એમોનને (Cristiano R Amon) મળ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ગુરુવારે તેમની ત્રણ દિવસીય યુએસ મુલાકાતના (US visit) પ્રથમ દિવસે વોશિંગ્ટન ડીસીમાં ક્વાલકોમના (Qualcomm) પ્રમુખ અને મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ક્રિસ્ટિયાનો આર એમોનને (Cristiano R Amon) મળ્યા હતા. ક્યુઅલકોમ એક અમેરિકન બહુરાષ્ટ્રીય કોર્પોરેશન છે જે વાયરલેસ ટેકનોલોજી સાથે સંબંધિત સેમિકન્ડક્ટર્સ, સોફ્ટવેર અને સેવાઓ પૂરી પાડે છે. અમેરિકાની સત્તાવાર મુલાકાતે બુધવારે વોશિંગ્ટન પહોંચેલા પીએમ મોદી રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ (Kamala Harris) સાથે તેમની પ્રથમ રૂબરૂ બેઠક કરશે.
પીએમ મોદીએ ક્વાલકોમ, એડોબ, ફર્સ્ટ સોલર, જનરલ એટોમિક્સ અને બ્લેકસ્ટોનના સીઈઓ સાથે એક પછી એક બેઠક યોજી હતી. જે લોકો સાથે વડાપ્રધાન મોદીએ બેઠક યોજી તેમાં બે ભારતીય-અમેરિકન સીઈઓ પણ સામેલ હતા. આ એડોબના શાંતનુ નારાયણ (Shantanu Narayen) અને જનરલ એટોમિક્સના વિવેક લાલ (Vivek Lall) છે. અન્ય ત્રણ સીઇઓ ક્વાલકોમના ક્રિસ્ટિયાનો આર એમોન, ફર્સ્ટ સોલરના (First Solar) માર્ક વિડમર Mark Widmar) અને બ્લેકસ્ટોનના (Blackstone) સ્ટીફન એ. શ્વાર્ઝમેન (Stephen A Schwarzman) છે.
શાંતનુ નારાયણ અને વિવેક લાલ સાથેની મુલાકાત મહત્વની હતી
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ ટ્વિટ કર્યું, ‘ક્વાલકોમના પ્રમુખ અને સીઈઓ ક્રિસ્ટિયાનો આર એમોન અને પીએમ મોદી વચ્ચે પ્રોડક્ટિવ વાતચીત થઈ હતી. આ દરમિયાન, પીએમ મોદીએ ભારત દ્વારા આપવામાં આવતી વિશાળ તકો પર પ્રકાશ પાડ્યો હતો. એમોને 5 જી અને ડિજિટલ ઇન્ડિયા જેવા અન્ય પ્રયાસોમાં ભારત સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. બીજી બાજુ, વિવેક લાલ સાથે પ્રધાનમંત્રીની બેઠક મહત્વ ધરાવે છે કારણ કે, જનરલ એટોમિક્સ માત્ર લશ્કરી ડ્રોન ટેકનોલોજીમાં જ અગ્રેસર નથી પણ અત્યાધુનિક લશ્કરી ડ્રોનની વિશ્વની ટોચની ઉત્પાદક પણ છે.
વિવેક લાલે ભારત અને અમેરિકાના સંબંધોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી
ભારત પોતાની ત્રણ સેનાઓ માટે મોટી સંખ્યામાં ડ્રોન ખરીદવા આતુર છે. તેણે જનરલ એટોમિક્સ પાસેથી કેટલાક ડ્રોન પણ લીઝ પર લીધા છે. જકાર્તામાં જન્મેલા લાલ એક દાયકાથી વધુ સમયથી અમેરિકા અને ભારત વચ્ચે લગભગ 18 અબજ ડોલરના મૂલ્યના મોટા સંરક્ષણ સોદામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
હકીકતમાં, છેલ્લા દાયકામાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ ગાઢ થયા છે અને દ્વિપક્ષીય સંરક્ષણ સોદાઓએ આમાં મહત્વની ભૂમિકા ભજવી છે. ચીપ જાયન્ટ ક્રિસ્ટિયાનો એમોન સાથેની બેઠક 5 જી ટેકનોલોજીને સુરક્ષિત બનાવવા માટે ભારતના દબાણને ધ્યાનમાં રાખીને મહત્વ ધરાવે છે. સાન ડિએગો સ્થિત કંપની વાયરલેસ ટેકનોલોજીથી સંબંધિત સેમિકન્ડક્ટર્સ, સોફ્ટવેર અને સેવાઓ પૂરી પાડે છે.