દ્વિપક્ષીય વાતચીત બાદ મોદી-બાઈડને જાહેર કર્યું સંયુક્ત નિવેદન, કહ્યું – આજનો દિવસ ઐતિહાસિક, નવી દિશા અને નવી ઉર્જા મળી
PM Modi US Visit : આ સંબોધન બાદ મોદી-બાઈડેન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. 2 કલાકની દ્વિપક્ષીય વાતચીત બાદ બંને દેશના રાષ્ટ્ર પ્રમુખો મીડિયા સામે હાજર રહ્યા હતા. જેમાં બંને નેતાઓએ અમેરિકા-ભારતના સંબંધો પર પોતાના વિચારો મુક્યા હતા.
White House : 22 જૂનના રોજ વડાપ્રધાન મોદીનું (PM Modi) અમેરિકાના વ્હાઈટ હાઉસમાં ભવ્ય સ્વાગત થયું હતું. આ સ્વાગત બાદ મોદી-બાઈડને વ્હાઈટ હાઉસમાં ભારતીય સમુદાય સામે સંબોધન આપ્યું હતું. આ સંબોધન બાદ મોદી-બાઈડેન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. 2 કલાકની દ્વિપક્ષીય વાતચીત બાદ બંને દેશના રાષ્ટ્ર પ્રમુખો મીડિયા સામે હાજર રહ્યા હતા. જેમાં બંને નેતાઓએ અમેરિકા-ભારતના સંબંધો પર પોતાના વિચારો મુક્યા હતા.
આ પણ વાંચો : Breaking News : વ્હાઈટ હાઉસમાં થયું PM Modi નું ભવ્ય સ્વાગત, પ્રવાસી ભારતીયો એ લગાવ્યા ‘મોદી-મોદી’ના નારા, જુઓ Video
વડાપ્રધાન મોદી એ કહી આ મોટી વાતો
PM Shri @narendramodi‘s remarks at the Joint Press Conference at White House. https://t.co/LyNhC1ZVIs
— BJP (@BJP4India) June 22, 2023
- ભારત-અમેરિકા સંબંધોના ઇતિહાસમાં આજનો દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. આજની ચર્ચાઓ અને અમારા દ્વારા લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયો અમારી વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં એક નવો અધ્યાય ખોલે છે. નવી દિશા અને નવી ઉર્જા મળી.
- વેપાર અને રોકાણમાં યુએસ-ભારત ભાગીદારી માત્ર બંને દેશો માટે જ નહીં પરંતુ વૈશ્વિક અર્થતંત્ર માટે પણ મહત્વપૂર્ણ છે. આજે અમેરિકા ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર છે. અમે વેપાર સંબંધિત પેન્ડિંગ મુદ્દાઓને ક્લોઝર આપવા અને નવી શરૂઆત કરવાનું નક્કી કર્યું છે.
- અમે બંને સંમત છીએ કે અમારી વ્યૂહાત્મક તકનીકી ભાગીદારીને પૂર્ણ કરવા માટે સરકાર, વેપાર અને શૈક્ષણિક સંસ્થાઓએ સાથે આવવું જોઈએ.
- અમે એ પણ નક્કી કર્યું છે કે યુએસ અને ભારત જેવા વિશ્વસનીય ભાગીદારો વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે વિશ્વસનીય, સુરક્ષિત, સ્થિતિસ્થાપક વૈશ્વિક સપ્લાય ચેઇન તૈયાર કરશે.વ્હાઇટ હાઉસમાં આટલી મોટી સંખ્યામાં ભારતીયોની હાજરી એ વાતની સાક્ષી છે કે ભારતીય-અમેરિકનો જ આપણા સંબંધોની વાસ્તવિક તાકાત છે.
- અમે આ સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે બેંગલુરુ અને અમદાવાદમાં કોન્સ્યુલેટ ખોલવાના યુએસના નિર્ણયને આવકારીએ છીએ.
- ટેક્નોલોજી ટ્રાન્સફર દ્વારા જનરલ ઇલેક્ટ્રિક્સ દ્વારા એન્જિન બનાવવાનો નિર્ણય સીમાચિહ્નરૂપ કરાર છે. તેનાથી બંને દેશોમાં નોકરીની નવી તકો ખુલશે. તે ભવિષ્યમાં અમારી સંરક્ષણ ભાગીદારી માટે એક નવું પરિમાણ હશે.
- ઈન્ડો-પેસિફિકમાં શાંતિ અને સુરક્ષા અમારી સહિયારી પ્રાથમિકતા છે. અમે એકમત છીએ કે આ ક્ષેત્રનો વિકાસ અને સફળતા સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ છે.
જો બાઈડને કહી આ મોટી વાતો
#WATCH | With this visit, we are demonstrating once more how India and US are collaborating to deliver progress across the world. From designing new ways to diagnose cancer and diabetes to collaborating on the international pace centre and treat illnesses like cancer and diabetes… pic.twitter.com/iohsLLl0yg
— ANI (@ANI) June 22, 2023
- ભારત અને અમેરિકા વચ્ચે 200 બોઈંગ એરક્રાફ્ટ ખરીદવાનો કરાર છે, જેનાથી એક લાખ નોકરીઓનું સર્જન થશે.
- આ મુલાકાતથી અમે ફરી એકવાર બતાવી રહ્યા છીએ કે કેવી રીતે ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરી રહ્યા છે.
- અમે દવાઓથી લઈને અવકાશ સુધીની બાબતોમાં સાથે મળીને કામ કરી રહ્યા છીએ.
- અમે AI થી સેમિકન્ડક્ટર સપ્લાય અને ટેલિકોમ્યુનિકેશન્સ સુધીની ઉભરતી ટેક્નોલોજીઓમાં સહકારને વિસ્તારવાનું ચાલુ રાખીએ છીએ.
- અમે સંરક્ષણ સહયોગને પણ ઝડપથી વધારી રહ્યા છીએ, જેના હેઠળ ભારત અને અમેરિકાની કંપનીઓ એક સાથે આવી રહી છે.
- બંને દેશો વચ્ચેનો વેપાર બમણો વધીને $191 બિલિયન સુધી પહોંચ્યો છે.
- 2024માં અમે સાથે મળીને સ્પેસ મિશન લોન્ચ કરવાના છીએ.
- અમે ક્વાડ વિશે પણ વાત કરી અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સ્વતંત્રતા જાળવી રાખવાની વાત કરી.
- અમે ઈચ્છીએ છીએ કે દરેક જગ્યાએ લોકો શાંતિ અને સન્માનથી જીવે.
આ પણ વાંચો : PHOTOS : બાઈડનને મળીને બોલ્યા PM MODI -વ્હાઈટ હાઉસમાં મારુ સ્વાગત 140 કરોડ ભારતીયોનું સન્માન !
વ્હાઈટ હાઉસમાં થયું હતું વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત
#WATCH | US President Joe Biden and First Lady Dr Jill Biden welcome PM Modi on his arrival at the White House pic.twitter.com/zI6BuGTLxi
— ANI (@ANI) June 22, 2023
#WATCH | Penn Masala’s rendition of the popular song ‘Chaiyya Chaiyya’ enchants crowds gathered at the White House for PM Modi’s arrival pic.twitter.com/oc1VjOKDam
— ANI (@ANI) June 22, 2023
#WATCH | Crowd of Indian-American diaspora on South Lawns of the White House gets big, ahead of PM Modi’s arrival#WashingtonDC pic.twitter.com/hkLgybHTpu
— ANI (@ANI) June 22, 2023
#WATCH | PM Modi will be accorded Guard of Honour on his arrival at the White House pic.twitter.com/0aOampHmSr
— ANI (@ANI) June 22, 2023
આ પણ વાંચો : વ્હાઈટ હાઉસમાં PM Modiએ કહ્યું – જય હિંદ, God Bless America
પહેલી વાર વ્હાઈટ હાઉસના દરવાજા મોટી સંખ્યામાં આવેલા ભારતીયો માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. પહેલીવાર કોઈ ભારતીય વડાપ્રધાનને સ્ટેટ વિઝિટનું સન્માન આપવામાં આવ્યું હતું. સ્વાગત પહેલા વ્હાઈટ હાઉસમાં બોલિવૂડ ગીતો પણ ગૂંજ્યા હતા. વડાપ્રધાન મોદીનું વ્હાઈટ હાઉસમાં શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : વ્હાઈટ હાઉસમાં ‘ ધ ગ્રેટ મોદી શો’, જુઓ Photos
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો