AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi US visit : PM મોદીની પહેલ, F141 એન્જિન ભારતમાં જ બનશે, GE અને HAL વચ્ચે કરાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની અમેરિકા મુલાકાત દરમિયાન ઘણા અમેરિકન ઉદ્યોગપતિઓને રૂબરુ મળ્યા છે ઉદ્યોગપતિઓ સાથે મુલાકાતના એક દિવસ પછી, GE એરોસ્પેસે જાહેરાત કરી છે કે તે ભારતમાં F141 એન્જિન બનાવશે.

PM Modi US visit : PM મોદીની પહેલ, F141 એન્જિન ભારતમાં જ બનશે, GE અને HAL વચ્ચે કરાર
Light Combat Aircraft Tejas (file photo)Image Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2023 | 9:19 PM
Share

જનરલ ઇલેક્ટ્રિક (General Electric – GE) ની પેટાકંપની જનરલ ઇલેક્ટ્રિક એરોસ્પેસે (GE Aerospace), ગુરુવારે જાહેરાત કરી છે કે તે હવે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (Hindustan Aeronautics Limited – HAL) સાથે ભારતમાં F141 એન્જિનનું ઉત્પાદન કરશે. આ દરમિયાન, કંપનીએ એક કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. પીએમ મોદીના યુએસ પ્રવાસ દરમિયાન, જનરલ ઇલેક્ટ્રિક એરોસ્પેસ કંપનીએ આ જાહેરાત કરી છે. આ કરારની જાણકારી જનરલ ઇલેક્ટ્રિક એરોસ્પેસ દ્વારા એક પ્રેસ રિલીઝ દ્વારા આપવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ગઈકાલ બુધવારે અનેક અમેરિકન બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન જનરલ ઈલેક્ટ્રીકના ચેરમેન અને સીઈઓ એચ. લોરેન્સ કલ્પ જુનિયર, જનરલ ઈલેક્ટ્રીક એરોસ્પેસના સીઈઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા હતા. કંપનીએ તેની પ્રેસ નોટમાં આ કરારને ‘મુખ્ય માઈલસ્ટોન’ ગણાવ્યો છે. જનરલ ઈલેક્ટ્રિક એરોસ્પેસે કહ્યું કે F414 એન્જિન ભારતના સ્વદેશી નિર્મિત લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસને વધુ પાવર આપશે.

જનરલ ઇલેક્ટ્રિક એરોસ્પેસના સીઈઓ એચ લોરેન્સ કલ્પ જુનિયરે કહ્યું કે, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથેનો આ એક ઐતિહાસિક કરાર છે, જે ભારત અને એચએએલ સાથેની તેમની લાંબી ભાગીદારીનું પરિણામ છે. તેમણે કહ્યું કે તેમને પીએમ મોદી અને રાષ્ટ્રપતિ જો બાઈડનના વિઝનને પૂર્ણ કરવા પર ગર્વ છે. જેમાં બંને દેશોના ગાઢ સંબંધની વાત કરવામાં આવી રહી છે.જનરલ ઇલેક્ટ્રિક એરોસ્પેસે એ કહ્યું છે કે F414 એન્જિન પોતાનામાં અનોખું એન્જિન છે.

જનરલ ઇલેક્ટ્રિક એરોસ્પેસ અને ભારત

જનરલ ઇલેક્ટ્રિક એરોસ્પેસ ભારતમાં છેલ્લા 40 વર્ષથી કામ કરી રહી છે. જનરલ ઇલેક્ટ્રિક એરોસ્પેસ કંપની ભારતમાં એવિઓનિક્સ, સર્વિસ, એન્જિન, એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ તેમજ સ્થાનિક સોર્સિંગ સાથે સંકળાયેલી છે. 1986 થી, આ કંપની એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) અને HAL સાથે ભારતમાં લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. કંપની પહેલા F404 એન્જિન અને હવે F404 અને F414 પર કામ કરશે. જનરલ ઇલેક્ટ્રિક એરોસ્પેસ ભારતમાં બે પ્રોજેક્ટ ધરાવે છે, એક બેંગ્લોરમાં અને બીજો પુણેમાં છે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">