વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી. આ દરમિયાન બંને દેશના સમકક્ષો વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ. પીએમ મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યુ કે હાલમાં જ રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત થઈ. આ દરમિયાન બંને દેશોની વિશેષ વ્યુહાત્મક ભાગીદારીને અંગે ચર્ચા કરવામાં આવી છે. સાથે જ ભવિષ્ય અંગે પણ રોડમેપ તૈયાર કરવાને લઈને સહમતી બની છે. પીએમ મોદીએ જણાવ્યુ કે અમારી વચ્ચે વિવિધ ક્ષેત્રિય અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ. જેમાં રશિયાને મળેલી બ્રિક્સની અધ્યક્ષતાનો મુદ્દો પણ સામેલ છે.
આ અગાઉ વિદેશમંત્રી એસ જયશંકર પાંચ દિવસની રશિયાની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેમણે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન પુતિને પીએમ મોદીને રશિયા આવવા માટેનું આમંત્રણ આપ્યુ હતુ.
આ મુલાકાત દરમિયાન પુતિને જયશંકરને કહ્યુ હતુ કે હું મારા ખાસ મિત્ર પીએમ મોદીને મળવા ઈચ્છુક છુ. હું આશા રાખુ છુ કે તેઓ જલ્દી રશિયા આવે. તેમણે એસ જયશંકરને ક્હ્યુ હતુ કે પ્લીસ તેમને જણાવજો કે અમે તેમને અહીં આમંત્રિત કરીએ છીએ. વધુમાં પૂતિને ઉમેર્યુ કે હું જાણુ છુ કે ત્યાં આવનારા સમયમાં ચૂંટણીઓ છે. જેને જોતા તેઓ ઘણા વ્યસ્ત રહેવાના છે અને હું ઈચ્છુ છુ કે મારા ખાસ મિત્રની આ ચૂંટણીમાં વિજયી બને.
રશિયા જ્યારે સોવિયત સંઘનો હિસ્સો હતુ એ સમયથી રશિયાની ભારત સાથે નિકટતા છે. ભારત આઝાદ થયુ એ પહેલા પણ નહેરુની વૈચારિક નિકટતા સોવિયત સંઘ સાથે જ હતી. આઝાદી બાદ ભારત અને સોવિયત સંઘની દોસ્તી વધુ મજબુત થઈ ગઈ છે. પરંતુ આ દોસ્તી એ સમયે વધુ ગાઢ બની જ્યારે 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયુ હતુ અને યુદ્ધની આ સ્થિતિમાં સોવિયત સંઘે ભારતનો સાથ આપ્યો હતો. જ્યારે એ સમયે અમેરિકાએ પાકિસ્તાનો સાથ આપ્યો હતો.
1971ના યુદ્ધના થોડા મહિના પહેલા ભારત અને સોવિયત સંઘ વચ્ચે એક મહત્વપૂર્ણ કરાર થયા હતા. જેમાં સોવિયત સંઘે ખાતરી આપી હતી કે યુદ્ધની સ્થિતિમાં તે ભારતને માત્ર રાજકીય રીતે જ નહીં પરંતુ હથિયારોના મોરચે પણ સહયોગ કરશે. આટલું જ નહીં, 1999માં જ્યારે ભારતે પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે અમેરિકાએ તેનો વિરોધ કર્યો હતો. અમેરિકાએ ભારત પર અનેક પ્રકારના પ્રતિબંધો પણ લગાવ્યા છે. પરંતુ રશિયાએ આવું કંઈ કર્યું નથી.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો