Pervez Musharraf Death : કોણ છે જનરલ પરવેઝ મુશર્રફ, સતા પર રહેવા માટે કર્યા હતા અનેક કાવા-દાવા, જાણો

|

Feb 05, 2023 | 12:04 PM

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, તેઓ એમાયલોઇડિસ રોગથી પીડિત હતા. તેમણે રવિવારે દુબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તે 2016થી દુબઈમાં રહેતા હતા.

Pervez Musharraf Death : કોણ છે જનરલ પરવેઝ મુશર્રફ, સતા પર રહેવા માટે કર્યા હતા અનેક કાવા-દાવા, જાણો
પરવેઝ મુશર્રફ (ફાઇલ ફોટો)

Follow us on

Pervez Musharraf Death : પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું લાંબી માંદગી બાદ શુક્રવારે દુબઈમાં નિધન થયું. પાકિસ્તાની મીડિયાએ આ સમાચારની પુષ્ટિ કરી છે. જનરલ મુશર્રફની દુબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેઓ Amyloidosis નામની બીમારીથી પીડિત હતા.

કોણ છે જનરલ પરવેઝ મુશર્રફ

કારગિલ યુદ્ધ દરમિયાન જનરલ પરવેઝ મુશર્રફ પાકિસ્તાનના આર્મી ચીફ હતા. તેમણે કારગીલ અંગે તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને અંધારામાં રાખ્યા હોવાનું માનવામાં આવે છે. નવાઝ શરીફ શ્રીલંકામાં હતા ત્યારે મુશર્રફે 1999માં લશ્કરી બળવો કર્યો હતો. બાદમાં તેણે પોતાને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કર્યા.

પાકિસ્તાનના પૂર્વ લશ્કરી શાસક પરવેઝ મુશરર્ફનો જન્મ 11,ઓગસ્ટ,1943ના રોજ ભારતની રાજધાની દિલ્હીના પુશ્તૈની નાહરવાલી હવેલીમાં થયો હતો. આ આઝાદી પહેલાનો સમય હતો. ભારત-પાકિસ્તાનના વિભાજન સમયે મુશરર્ફનો પરીવાર પાકિસ્તાન ચાલ્યો હતો અને તેમના પિતા નવી પાકિસ્તાન સરકાર માટે કામ કરતા હતા. સરકારી કામ માટે તેમના પિતાને તુર્કી જવુ પડ્યું હતું જેના કારણે આખો પરીવારને લગભગ 10 વર્ષ સુધી તુર્કીમાં રહ્યો, બાદમાં તેઓ પાકિસ્તાન પાછા ફર્યા હતા. 18 વર્ષની ઉંમરમાં મુશરર્ફ પાકિસ્તાન સૈન્યમાં ભરતી થયા. મુશરર્ફને 1999માં કારગીલ યુદ્ધના માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે.

રણજી ટ્રોફીમાં રિષભ પંત અને વિરાટ કોહલીમાંથી કોનો રેકોર્ડ વધુ સારો છે?
બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન

1999માં કારગીલ યુદ્ધમાં હાર અને વડાપ્રધાન નવાઝ શરીફ સાથે મતભેદ બાદ મુશરર્ફે સતાપરીવર્તન કરતા દેશમાં લશ્કરી શાસન લગાવી સતાની સુકાન સંભાળી લીધી હતી. 2001માં તેઓ પાકિસ્તાનના 10મા રાષ્ટ્રપતિ બન્યા હતા. 2008માં તેમને નાટકીય ઢંગથી સતા પરથી હટાવી દેવામાં આવ્યા હતા. બાદમાં મુશરર્ફને ચાર વર્ષ દેશવટો ભોગવવો પડ્યો હતો. હાલમાં તેઓ દેશમાં રાષ્ટ્રદોહ જેવા ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે.

મુશર્રફને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી

તમને જણાવી દઈએ કે પરવેઝ મુશર્રફ એ વ્યક્તિ છે જેને પાકિસ્તાનમાં મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર પેશાવર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વકાર અહેમદ સેઠની અધ્યક્ષતાવાળી સ્પેશિયલ કોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે આવી સજા સંભળાવી છે.

પરવેઝ મુશર્રફ પર ડિસેમ્બર 2013માં 3 નવેમ્બર, 2007ના રોજ પાકિસ્તાનમાં ઈમરજન્સી લાદવા અને ડિસેમ્બર 2007ના મધ્ય સુધી બંધારણને સ્થગિત કરવા બદલ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મુશર્રફને 31 માર્ચ 2014ના રોજ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. 79 વર્ષીય મુશર્રફે 1999 થી 2008 સુધી પાકિસ્તાન પર શાસન કર્યું હતું. મુશર્રફ માર્ચ 2016થી દુબઈમાં રહેતો હતો.

Next Article