AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનનો નવો પેંતરો, PoK બચાવવા ચીનને કાશ્મીર વિવાદમાં ઢસડ્યું

ઓપરેશન સિંદૂરથી ભારતની સૈન્ય તાકાત જોઈને ડઘાઈ ચૂકેલ પાકિસ્તાન, ભારતની એક પછી એક રાજદ્વારી ચાલથી તરફડીયા મારતા PoK બચાવવા નીતનવા પેંતરા અજમાવી રહ્યું છે. ભારતે ઓપરેશન સિંદૂર બાદ ડંકેની ચોટ પર જ્યા તક મલે ત્યાં PoK ખાલી કરવા પાકિસ્તાનને કહેવામાં આવી રહ્યું છે. ભારતની સૈન્ય તાકાત અને ડિપ્લોમેટીક ચાલથી માત થઈ રહેલ પાકિસ્તાને હવે કાશ્મીર વિવાદમાં ચીનને પણ ઢસડ્યું છે.

પાકિસ્તાનનો નવો પેંતરો, PoK બચાવવા ચીનને કાશ્મીર વિવાદમાં ઢસડ્યું
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2025 | 2:27 PM
Share

પાકિસ્તાનને PoK ખાલી કરીને, ભારતને સોંપી દેવા માટે વિદેશ વિભાગના અધિકારીથી લઈને પીએમ મોદી સુધીનાએ અવારનવાર જાહેરમાં ઉચ્ચારણ કર્યાં છે. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ દેશને સંબોધતા ભારતના વડાપ્રધાન મોદીએ તો ત્યાં સુધી કહ્યું કે, હવે વાત થશે તો માત્ર PoK અને આતંકવાદ મુદ્દે જ થશે. રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકર, ભારતના વિદેશ વિભાગના અધિકારીઓ દ્વારા પણ પાકિસ્તાને ગેરકાયદે રીતે પચાવી પાડેલ, ભારતના કાશ્મીરને પાછુ સોંપી દેવા કહેવામાં આવ્યું છે.

ભારતની આ પ્રકારના દબાણ અને સૈન્ય તાકાત સામે તુટી ગયેલ પાકિસ્તાન નવી ચાલ ચાલીને કાશ્મીર વિવાદ માત્ર ભારત અને પાકિસ્તાનનો નહીં, પરંતુ ચીનનો પણ મુદ્દો હોવાનું ગાણું ગાવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી કાશ્મીરનો વિવાદ તેમના પુરતો જ એટલે કે ભારત અને પાકિસ્તાનનો જ હોવાનું પાકિસ્તાન કહેતું આવ્યું છે. પરંતુ આ વખતે પહેલી વાર કાશ્મીર મુદ્દાને એક કરતા વધુ રાષ્ટ્ર સાથે સાંકળીને બહુરાષ્ટ્રીય કરવાનો પ્રયાસ કર્યો છે.

પાકિસ્તાન ISPRના (ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ) ડાયરેક્ટર જનરલનું કહેવું છે કે કાશ્મીર વિવાદમાં ચીન પણ એક પક્ષ છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) પર ભારત દ્વારા સતત કરાઈ રહેલા દાવા વચ્ચે, પાકિસ્તાને ચીનને કાશ્મીર વિવાદમાં પ્રવેશવાની મંજૂરી આપી છે. પાકિસ્તાને કહ્યું છે કે કાશ્મીર વિવાદમાં માત્ર ભારત અને પાકિસ્તાન જ નહીં પરંતુ ચીન પણ એક પક્ષ છે. આવું પહેલી વાર છે જ્યારે પાકિસ્તાને સમગ્ર વિવાદમાં ચીનની મદદ લીધી છે.

સ્કાય ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં, પાકિસ્તાન ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સના ડિરેક્ટર જનરલ અહેમદ શરીફ ચૌધરીએ કહ્યું કે, કાશ્મીર વિવાદમાં ચીન પણ એક પક્ષકાર છે. તેમના આ નિવેદન બાદ હવે પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે, અહેમદ શરીફ ચૌધરીએ આ નિવેદન કેમ આપ્યું?

ભારત PoK ખાલી કરવાની માંગ કરી રહ્યું છે

પહેલગામના બૈસરન સ્થિત ગત 22મી એપ્રિલે મુસ્લિમ આતંકવાદીએ હિન્દુ પ્રવાસીઓ પર કરેલા હિચકારા હુમલા પછી જે તણાવ પેદા થયો છે ત્યારથી ભારત, પાકિસ્તાન પાસેથી તાત્કાલિક પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ખાલી કરાવવાની માંગ કરી રહ્યું છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હવે વાત ફક્ત PoK વિશે જ થશે. સંરક્ષણ પ્રધાન અને વિદેશ પ્રધાને પણ પાકિસ્તાનને PoK ખાલી કરવા કહ્યું છે. ભારત દ્વારા પહેલીવાર પાકિસ્તાન પર આટલું મોટુ દબાણ લાવવામાં આવી રહ્યું છે.

હવે પ્રશ્ન એ છે કે – પાકિસ્તાનનો આ નવો દાવપેચ શા માટે ?

આ સમગ્ર વિવાદને લઈને પ્રશ્ન એ ઉભો થઈ રહ્યો છે કે, અત્યાર સુધી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચે જ રહ્યો છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાને 73 વર્ષ પછી ચીનને શા માટે કાશ્મર વિવાદમાં ઢસડવાનો પ્રયાસ કર્યો ? પાકિસ્તાનના આ પગલા પાછળ કેટલાક મોટા કારણો પણ હોઈ શકે છે.

  1.  પાકિસ્તાન સરકાર આ લડાઈને મજબૂત બનાવવા માટે ચીનની મદદ લઈ રહી છે. ચીન પાકિસ્તાનનો સૌથી મોટો મિત્ર છે. તાજેતરના વિવાદમાં ચીને ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો આપ્યો. એટલું જ નહીં, છેલ્લા 5 વર્ષમાં પાકિસ્તાને ખરીદેલા તમામ શસ્ત્રોમાંથી 81 ટકા ચીની છે. પાકિસ્તાનમાં હાલમાં ફક્ત ચીનની હવાઈ સંરક્ષણ પ્રણાલી સક્રિય છે.
  2. શું પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાંથી કેટલોક ભાગ, ચીનને ભેટમાં આપી દીધુ હતુ તેથી તે ચીનને પક્ષકાર ગણે છે ?
  3. PoK મુદ્દે ભારત જો ભવિષ્યમાં પણ સૈન્ય કાર્યવાહી કરે તો ચીન તેને રક્ષણ પુરૂ પાડી શકશે તેવી ગણતરીએ પાકિસ્તાનને ચીનને આ વિવાદમાં ઢસેડવાનો પ્રયાસ કર્યો છે ?
  4. ચીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં રોકાણ કર્યું છે. આ રોકાણ લગભગ 300 મિલિયન ડોલરનું છે. આવી સ્થિતિમાં, જો ભારત અહીં કોઈ કાર્યવાહી કરે છે તો તે ચીનને સીધું નુકસાન પહોંચાડશે. ચીનના પ્રવેશને મંજૂરી આપવાનું આ પણ એક કારણ હોઈ શકે છે.

મુસ્લિમ આતંકને પનાહ આપનાર, આર્થિક રીતે કંગાળ થઈ ચૂંકેલા, ભારત સામે જ્યારે જ્યારે યુદ્ધ કર્યું છે ત્યારે હિન્દુસ્તાનની સૈન્ય તાકાત સામે ઘૂંટણિયે પડનારા પાકિસ્તાન અંગેના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">