પાકિસ્તાન : સત્તા ગુમાવ્યા બાદ ઈમરાન મિંયાને પાર્ટી તુટવાનો ભય ! કેટલાક અન્ય સાંસદો પણ છોડી શકે છે સાથ

સત્તા ગુમાવ્યા બાદ હવે ઈમરાન ખાનની (Imran Khan) મુશ્કેલીઓ વધવા જઈ રહી છે, કારણ કે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે હવે તેમની પાર્ટીમાં (PTI Party) ભંગાણ પડી શકે છે.

પાકિસ્તાન : સત્તા ગુમાવ્યા બાદ ઈમરાન મિંયાને પાર્ટી તુટવાનો ભય ! કેટલાક અન્ય સાંસદો પણ છોડી શકે છે સાથ
Imran Khan (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 9:50 AM

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ કેપ્ટન અને વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan) પાકિસ્તાનમાં (Pakistan) સત્તા ગુમાવી દીધી છે. વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ (No confidence Motion) પર શનિવારે રાત્રે થયેલા મતદાનમાં નેશનલ એસેમ્બલીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. અહીં મતદાનના પરિણામોએ સંયુક્ત વિપક્ષને 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં(National Assembly)  174 સભ્યોનું સમર્થન આપ્યું હતું, જે 172માંથી વડા પ્રધાનને હટાવવા માટે બહુમતીની જરૂર હતી. આ રીતે ફરી એકવાર પાકિસ્તાનમાં કોઈપણ PM તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી. સત્તા ગુમાવ્યા બાદ હવે ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધવા જઈ રહી છે, કારણ કે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે હવે તેમની પાર્ટીમાં ભંગાણ પડી શકે છે.

ઈમરાન ખાનની વધી મુશ્કેલી

સૂત્રોનું માનીએ તો અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગમાં હાર બાદ ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના (Tehreek-e-Insaf) કેટલાક વધુ સાંસદો પાર્ટી છોડી શકે છે. આવી સ્થિતિમાં ઈમરાન માટે પાર્ટીને(Imran Khan Party)  એકજૂટ રાખવી સૌથી મોટો પડકાર હશે. જણાવી દઈએ કે તેમણે શનિવારે રિવ્યુ પિટિશન દાખલ કરીને વડા પ્રધાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને નકારી કાઢવાના નિર્ણયને ગેરબંધારણીય જાહેર કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહોતો.

વોટિંગ સમયે ઈમરાન ખાન હાજર ન હતા

શનિવારે મોડી રાત્રે પાકિસ્તાન નેશનલ એસેમ્બલીમાં વડાપ્રધાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગમાં (Voting)ઈમરાન ખાન હાજર ન હતા. તેમના આ નિર્ણયને કારણે તેમની પાર્ટીના સાંસદોએ પણ સંસદની બહાર રહેવાનો નિર્ણય લીધો હતો. આ હાર સાથે ઈમરાન ખાન દેશના ઈતિહાસમાં પહેલા એવા વડાપ્રધાન બની ગયા છે, જેમને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા હટાવવામાં આવ્યા છે. ઇમરાનની ગયા અઠવાડિયે પણ સંસદમાં ગેરહાજરા હતી, જ્યારે કાસિમ સુરીએ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો ઇનકાર કર્યો હતો અને મિનિટોમાં જ બેઠક સ્થગિત કરી દીધી હતી. આ દરમિયાન, પીટીઆઈના સાંસદ ફૈઝલ જાવેદે જણાવ્યું હતું કે, અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન પહેલા જ ઈમરાન ખાને વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનમાંથી બહાર નીકળી ગયા હતા.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

PM પદની રેસમાં શાહબાઝ શરીફ સૌથી આગળ

ઈમરાન ખાન વિશ્વાસ મત ગુમાવ્યા બાદ હવે સંયુક્ત વિપક્ષના નેતા શાહબાઝ શરીફ (Shehbaz Sharif) પાકિસ્તાનના આગામી વડાપ્રધાન બની શકે છે. માનવામાં આવે છે કે સોમવારે તેઓ પાકિસ્તાનના 23માં વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. જો કે તેની સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે. શાહબાઝે શપથ લીધા કે નવી સરકાર વેરની રાજનીતિમાં સામેલ નહીં થાય. વિશ્વાસ મતની જાહેરાત બાદ શાહબાઝે કહ્યું, ‘હું ભૂતકાળની કડવાશમાં પાછા જવા માંગતો નથી. આપણે આ ભૂલીને આગળ વધવું પડશે. અમે કોઈ પ્રતિશોધ કે અન્યાય નહીં કરીએ. અમે કોઈપણ કારણ વગર કોઈને જેલમાં મોકલીશું નહીં.’

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Pakistan : ઈમરાનની હકાલપટ્ટીથી ‘ક્યાંક ખૂશી તો ક્યાંક ગમ’નો માહોલ, ફવાદ ચૌધરીએ કહ્યું ” પાકિસ્તાન માટે દુઃખદ દિવસ, લૂંટારાઓની વાપસી”

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">