Pakistan Political Crisis: ઈમરાન ખાનના પ્રવક્તા ડો.અરસલાન ખાલિદના ઘર પર દરોડા, પરિવારના તમામ સભ્યો પાસેથી ફોન પણ છીનવી લેવાયા
Pakistan: PTIએ પોતે ટ્વીટ કરીને અર્સલાન ખાલિદના ઘરે દરોડા અંગેની માહિતી આપી છે. પાર્ટીએ લખ્યું, "આ ખૂબ જ ચિંતાજનક સમાચાર છે. ડૉ. અર્સલાન ખાલિદના ઘર પર દરોડા પાડવામાં આવ્યા છે. સાથે જ તેમના પરિવારના તમામ સભ્યો પાસેથી મોબાઈલ ફોન પણ છીનવી લેવામાં આવ્યા છે.
પાકિસ્તાન (Pakistan)માં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનમાં અવિશ્વાસ પ્રસ્તાવમાં વિપક્ષની જીત બાદ જ્યાં ઈમરાન ખાને (Imran Khan) ઈસ્લામાબાદ છોડી દીધું છે તો બીજી તરફ તેમના નજીકના લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે, તેવું સુત્રો જણાવી રહ્યા છે. ઈમરાન ખાનના પ્રવક્તા ડો.અરસલાન ખાલિદના (Dr. Arsalan Khalid) ઘર પર દરોડા પાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ અર્સલાનના પરિવારના તમામ સભ્યો પાસેથી તેનો ફોન પણ છીનવી લેવામાં આવ્યો છે.
Extremely Disturbing News:
Ex Focal person on PM @ImranKhanPTI on Digital, Dr. @arslankhalid_m‘s home has been raided & they have taken all phones from his family!
He has never abused anyone on social media & never attacked any institutions. @FIA_Agency please look into it
— PTI (@PTIofficial) April 10, 2022
PTIએ પોતે ટ્વીટ કરીને અર્સલાન ખાલિદના ઘરે દરોડા અંગેની માહિતી આપી છે. પાર્ટીએ લખ્યું, “આ ખૂબ જ ચિંતાજનક સમાચાર છે. ડૉ. અર્સલાન ખાલિદના ઘર પર દરોડા પાડવામાં આવ્યા છે. સાથે જ તેમના પરિવારના તમામ સભ્યો પાસેથી મોબાઈલ ફોન પણ છીનવી લેવામાં આવ્યા છે.” પાર્ટીએ કહ્યું, “આર્સલાને ક્યારેય સોશિયલ મીડિયા પર કોઈને કંઈ કહ્યું નથી, ન તો તેણે કોઈ અપશબ્દોનો ઉપયોગ કર્યો છે.” જોકે, અર્સલાનના ઘરે દરોડા પાડવા પાછળનું કારણ અંગે કોઈ ચોક્કસ માહિતી નથી.
વોટિંગ પહેલા સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરનું રાજીનામું
જણાવી દઈએ કે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ પહેલા નેશનલ એસેમ્બલીના સ્પીકર અસદ કૈસર અને ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીએ રાજીનામું આપી દીધું હતું. જોકે, કૈસરે અગાઉ પણ કહ્યું હતું કે હું ઈમરાન ખાનને દગો નહીં આપું. સ્પીકર કૈસરે 30 વર્ષની મિત્રતાનો ઉલ્લેખ કર્યો હતો. બીજી તરફ ઈમરાન ખાન કોઈપણ ભોગે રાજીનામું આપવા તૈયાર નથી.
શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા પીએમ બની શકે છે
તમને જણાવી દઈએ કે અવિશ્વાસ પ્રસ્તાવમાં ઈમરાન ખાન સરકારની હાર નિશ્ચિત છે. તે જ સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે સંયુક્ત વિરોધ પક્ષના નેતા શાહબાઝ શરીફ દેશના આગામી વડાપ્રધાન બની શકે છે. શાહબાઝ શરીફ 11 એપ્રિલે પીએમ પદના શપથ લઈ શકે છે.
આ પણ વાંચો: દેશભરમાં આજે રામનવમીની ઉજવણી, વડાપ્રધાન મોદી સહિત અનેક નેતાઓએ શુભકામનાઓ પાઠવી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-