Banaskantha: નડાબેટ બોર્ડર પર આજે સીમા દર્શન પ્રોજેક્ટનું લોકાર્પણ, પ્રવાસીઓ રીટ્રીટ સહિતના આકર્ષણો માણી શકશે

હવે વાઘા બોર્ડરની જેમ ગુજરાતમાં નડાબેટ બોર્ડર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. નડાબેટ ખાતે સીમા દર્શન પ્રોજેક્ટ BSF અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગની સંયુક્ત ભાગીદારથી વિકસિત કરાયો છે.

Banaskantha: નડાબેટ બોર્ડર પર આજે સીમા દર્શન પ્રોજેક્ટનું લોકાર્પણ, પ્રવાસીઓ રીટ્રીટ સહિતના આકર્ષણો માણી શકશે
Seema Darshan project at Nadabet
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 9:14 AM

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના ભારત પાકિસ્તાન બોર્ડર (India-Pakistan Border) નડાબેટ (Nadabet) ખાતે રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન વિભાગ અને બીએસએફના સહયોગથી સો કરોડથી વધુના ખર્ચે સીમા દર્શન પ્રોજેક્ટ (Seema Darshan project) તૈયાર કરવામાં આવ્યો છે.જેનું આજે ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવશે. ત્યાર બાદ બપોરે 11-20 કલાકે નડાબેટ બોર્ડર આઉટ પોસ્ટ ખાતે સૈનિક સંમેલનમાં હાજરી આપશે. 125 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ થશે. અહીં રીટ્રીટ (Retreat) સહિત અનેક આકર્ષણ નિર્માણ કરાયા છે. હવે વાઘા બોર્ડરની જેમ ગુજરાતમાં નડાબેટ બોર્ડર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. નડાબેટ ખાતે સીમા દર્શન પ્રોજેક્ટ BSF અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગની સંયુક્ત ભાગીદારથી વિકસિત કરાયો છે.

આ સીમા દર્શન પ્રોજેક્ટ થકી ભારત-પાકિસ્તાન બોર્ડરની મુલાકાત લઇને તેમજ સીમા સુરક્ષા દળ દ્વારા કરવામાં આવતી રિટ્રીટ સેરેમની નિહાળીને દેશભક્તિ-રાષ્ટ્રભાવનાની અનોખી ચેતના અહીં આવનારા પ્રત્યેક પ્રવાસીમાં ઊજાગર થાય તેવા શૌર્યસભર દ્રશ્યો સર્જાશે. આ પ્રોજેક્ટ અન્વયે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સીમા દર્શન માટે ઝીરો પોઇન્ટ સુધી જવાના માર્ગ પર ટી જંક્શન પાસે વિવિધ ટુરીઝમના કામો કરવામાં આવ્યા છે. પ્રવાસન વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, હાલમાં પ્રવાસીઓ માટે 10 બસોથી સતત અવરજવર ચાલુ રખાશે. અન્ય વાહનો હવે જીરો લાઈન બોર્ડર સુધી લઈ જવા દેવામાં આવશે નહીં.

નડાબેટ પ્રવાસન સ્થળને સૌર ઊર્જાથી પ્રકાશિત કરવા 14 જેટલા સોલાર ટ્રી લગાવવાની કામગીરી સીમાદર્શન-બોર્ડર ટૂરિઝમ પ્રોજેકટમાં હાથ ધરાઇ હતી. તથા, સીમાદર્શન માટે આવનારા સૌ પ્રવાસીઓ સુરક્ષાદળો-સેનાની સજ્જતાથી ભલિભાંતિ પરિચિત થાય તે માટે ટીજજંકશનથી ઝીરો પોઇન્ટ સુધીના માર્ગ પર પ્લેટફોર્મ બનાવીને સરફેસ ટુ સરફેસ મિસાઇલ, સરફેસ ટુ એર મિસાઇલ, ૫૫ ટેન્ક, આર્ટીલરી ગન, ટોરપીડો, વિંગ ડ્રોપ ટેન્ક અને મિગ-૨૭ એરફ્રાફટ ડિસપ્લે કરવામાં આવી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પણ વાંચોઃ ધોરણ 10નું હિન્દીનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું કરનાર સંજેલીના ચાર યુવાનોને LCBએ ઝડપી લીધા

આ પણ વાંચોઃ આજે 954 કેન્દ્રો પર LRDની પરીક્ષા યોજાશે, પેપર ફૂટે નહીં તે માટે ચાંપતો બંદોબસ્ત, રાજ્યભરમાંથી 2.9 લાખ ઉમેદવારો ભાગ લેશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">