દેશભરમાં આજે રામનવમીની ઉજવણી, વડાપ્રધાન મોદી સહિત અનેક નેતાઓએ શુભકામનાઓ પાઠવી

દેશભરમાં આજે રામ નવમીની (Ram Navami 2022) ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ચૈત્ર નવરાત્રીનો શુભ પર્વ 2જી એપ્રિલથી શરૂ થયો હતો અને આજે તે સમાપ્ત થવા જઈ રહ્યો છે.

દેશભરમાં આજે રામનવમીની ઉજવણી, વડાપ્રધાન મોદી સહિત અનેક નેતાઓએ શુભકામનાઓ પાઠવી
Pm Modi and Ramnath Kovind (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 8:51 AM

ભારતમાં આજે રામ નવમી 2022ની (Ram Navami 2022)ઉજવણી કરવામાં આવી રહી છે. રામ નવમીનું ખૂબ મહત્વ છે, કારણ કે આ દિવસ ભગવાન રામના  (Lord Ram)જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે ભગવાન વિષ્ણુના સાતમા અવતાર તરીકે ઓળખાય છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી,  (PM Narendra Modi), રાષ્ટ્રપતિ રામ નામ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, ગૃહપ્રધાન અમિત શાહ સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને શુભકામના પાઠવી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind)  દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું કે,’રામ નવમી એ ભગવાન રામના આદર્શોને યાદ કરવાનો અને તેને આપણા જીવનમાં લાગુ કરવાનો પવિત્ર અવસર છે. આપણી ફરજો નિભાવતી વખતે આપણું જીવન આ શાશ્વત મૂલ્યો દ્વારા માર્ગદર્શન આપે છે. ચાલો આપણે ભગવાન રામ દ્વારા બતાવેલ માર્ગ પર ચાલવા માટે પોતાને સમર્પિત કરીએ અને ગૌરવશાળી રાષ્ટ્રના નિર્માણનો સંકલ્પ કરીએ. રામ નવમીના શુભ અવસર પર, હું મારા તમામ દેશવાસીઓને મારી શુભકામનાઓ પાઠવુ છું.’

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ શું કહ્યું ?

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, “મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ એક આદર્શ રાજા, એક આજ્ઞાકારી પુત્ર, એક સ્નેહી ભાઈ અને સાચા અર્થમાં એક પ્રેરણા તરીકે આદરણીય છે. ભગવાન શ્રી રામનું જીવન આપણને તેમના ઉમદા આદર્શો અને ઉચ્ચ નૈતિક મૂલ્યોને જાળવી રાખવાની પ્રેરણા આપે છે. હું ઈચ્છું છું કે રામ નવમીનો આ તહેવાર આપણા જીવનમાં શાંતિ અને આનંદ લાવે અને ભગવાન શ્રી રામ દ્વારા અપનાવવામાં આવેલા શાશ્વત મૂલ્યોથી આપણને પ્રકાશિત કરે.”

PMએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી

આ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદીએ પણ રામ નવમી પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું, ‘ભગવાન શ્રી રામની કૃપાથી દરેકને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે.જયશ્રી રામ….

ગૃહમંત્રી અમિત શાહે પણ શુભેચ્છાઓ પાઠવી

રામ નવમી નિમિત્તે તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ.મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું જીવન આપણને મર્યાદાઓનું પાલન કરવાનું અને સત્ય અને સદાચારના માર્ગ પર ચાલવાનું શીખવે છે.ભગવાન શ્રી રામ દરેક પર તેમની કૃપા અને આશીર્વાદ વરસાવે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો :  ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ પીએમ મોદીની ફેવરીટ ખીચડી બનાવીને કરી ઉજવણી, સોશીયલ મીડીયામાં જણાવ્યુ ખાસ કારણ

આ પણ વાંચો : કોરોના XE વેરિઅન્ટનું ભારતમાં આગમન, INSACOGએ કહ્યું- ગભરાવાની જરૂર નથી, અમારી નજર નવા વાયરસ પર છે

g clip-path="url(#clip0_868_265)">