Pakistan: ઈમરાન ખાનની ખુરશી પર ખતરો, વિપક્ષની માગ- પાકિસ્તાનના વડાપ્રધાન 24 કલાકમાં આપે રાજીનામું
પીપીપી નેતા બિલાવલ ભુટ્ટોએ એક રેલીમાં ઈમરાન વિશે કહ્યું, 24 કલાકમાં રાજીનામું આપો અને ચૂંટણીમાં અમારો સામનો કરો અથવા અવિશ્વાસ પ્રસ્તાવ માટે તૈયાર રહો. ઈમરાન ખાને 2018માં મોટી જીત સાથે પોતાની સરકાર બનાવી હતી.
પાકિસ્તાનમાં (Pakistan) ઈમરાન ખાનની (Imran Khan) ખુરશી ખતરામાં છે. પાકિસ્તાની વિપક્ષી પાર્ટીના હજારો સમર્થકોએ મંગળવારે એક રેલી યોજીને ઇમરાન ખાનને પદ છોડવા અથવા સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવાની માગ કરી હતી. આ દરમિયાન ઈમરાન પર અર્થવ્યવસ્થાને ડૂબવા અને સરકારને ખરાબ રીતે ચલાવવાનો આરોપ પણ લાગ્યો હતો. આ રેલીનું આયોજન પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. રેલીમાં એવો અવાજ ઉઠાવવામાં આવ્યો હતો કે દેશમાં ઈમરાનના કારણે રાજકીય ઉથલપાથલ થઈ છે.
પીપીપી નેતા બિલાવલ ભુટ્ટોએ એક રેલીમાં ઈમરાન વિશે કહ્યું, 24 કલાકમાં રાજીનામું આપો અને ચૂંટણીમાં અમારો સામનો કરો અથવા અવિશ્વાસ પ્રસ્તાવ માટે તૈયાર રહો. ઈમરાન ખાને 2018માં મોટી જીત સાથે પોતાની સરકાર બનાવી હતી. જે બાદ તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા.
ઈમરાનના ટીકાકારોનું કહેવું છે કે પાકિસ્તાની સેનાના કારણે જ ઈમરાન સરકારમાં બેસી શક્યા છે. જોકે, ઈમરાન અને સેના બંને આ વાતને નકારી રહ્યાં છે. વિપક્ષના સભ્યો અને રાજકીય વિશ્લેષકો હવે કહે છે કે ભૂતપૂર્વ ક્રિકેટ સ્ટારે સેનાનું સમર્થન ગુમાવ્યું છે. પરંતુ ઈમરાન અને સેના બંને આ વાતનો ઈન્કાર કરે છે.
ઈમરાને પદ છોડવાની વાતને ફગાવી દીધી
વિપક્ષના નેતાઓનું કહેવું છે કે ઈમરાન જનતાનું સમર્થન પણ ગુમાવી ચુક્યા છે, કારણ કે તે વધતી જતી મોંઘવારી, વધતી જતી ચાલુ ખાતાની ખાધ અને વિદેશી ભંડાર ઘટવા સામે લડી રહ્યા છે. ઈમરાને તેના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. આર્થિક સમસ્યાઓનો સામનો કરતી વખતે, તેણે ઇંધણ અને વીજળીના ભાવમાં ઘટાડો કર્યો છે.
સાથે જ તેમણે વડાપ્રધાન પદ છોડવાની વાતને ફગાવી દીધી છે અને વિપક્ષને અવિશ્વાસ પ્રસ્તાવ અંગે ચેતવણી આપી છે. વિપક્ષ અને ઈમરાનની પાર્ટી બંને જૂથવાદથી નારાજ છે. વિપક્ષનું કહેવું છે કે તેમની તરફેણમાં મતદાન કરવા માટે તેમને સંસદના 11 સભ્યો હોવા જરૂરી છે.
રેલી 27 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી
આ પહેલા ઈમરાન ખાન વિરુદ્ધ વિપક્ષની આ રેલી 27 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી અને તે 8 માર્ચ એટલે કે આજે સમાપ્ત થવાની હતી. તે જ સમયે, જ્યારે ઈમરાન વિરુદ્ધ કૂચ થઈ હતી, ત્યારે પીપીપી વિરુદ્ધ પણ કૂચ થઈ હતી. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીએ 27 ફેબ્રુઆરીએ દક્ષિણ સિંધ પ્રાંતની પીપીપી સરકાર વિરુદ્ધ સિંધના ઘોટકીથી કરાચી સુધી કૂચ શરૂ કરી હતી. વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીના નેતૃત્વમાં પીપીપી વિરુદ્ધ આ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : Russia Attacks Ukraine: રશિયાએ યુક્રેનમાં 500 કિલોનો બોમ્બ ફેંક્યો, નિર્દોષ લોકોના મોત
