AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan News: ‘ભારત અમારા માટે ખુબ જ મહત્વનું’, પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 78મા સત્રની સામાન્ય ચર્ચા દરમિયાન કાકરે કહ્યું કે પાકિસ્તાન હંમેશા તેના પાડોશી દેશ સાથે સારા સંબંધો રાખવા માંગે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન ભારત સાથે શાંતિપૂર્ણ અને ફળદાયી સંબંધો જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Pakistan News: 'ભારત અમારા માટે ખુબ જ મહત્વનું', પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2023 | 6:42 AM
Share

Pakistan News: પાકિસ્તાનના વચગાળાના વડાપ્રધાન અનવર ઉલ હક કાકર (Anwar Ul Haq Kakar) પણ પૂર્વ વડાપ્રધાનોના પગલે ચાલતા જોવા મળે છે. હકીકતમાં, સંયુક્ત રાષ્ટ્ર (યુએન) જનરલ એસેમ્બલીની બેઠકના એજન્ડા અને વિષયની પરવા કર્યા વિના, કકરે જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે નવી દિલ્હી અને ઈસ્લામાબાદ વચ્ચે શાંતિ સ્થાપવામાં કાશ્મીર એક મહત્વપૂર્ણ મુદ્દો છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 78મા સત્રની સામાન્ય ચર્ચા દરમિયાન કાકરે કહ્યું કે પાકિસ્તાન હંમેશા તેના પાડોશી દેશ સાથે સારા સંબંધો રાખવા માંગે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન ભારત સાથે શાંતિપૂર્ણ અને ફળદાયી સંબંધો જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ માટે મહત્વપૂર્ણ મુદ્દો છે.

કાકરે કહ્યું કે કોઈપણ દેશનો વિકાસ શાંતિ પર આધાર રાખે છે. પાકિસ્તાન વિશ્વનો સૌથી ઓછો આર્થિક રીતે વિકસિત પ્રદેશ છે. તેમણે કહ્યું કે કોઈપણ દેશનો વિકાસ ત્યારે જ થાય છે, જ્યારે તે દેશના તેના પાડોશી દેશો સાથે સારા અને શાંતિપૂર્ણ સંબંધો હોય. તેમણે કહ્યું કે પાકિસ્તાન ભારત સહિત તેના તમામ પડોશીઓ સાથે શાંતિપૂર્ણ અને ફળદાયી સંબંધો બનાવવા માંગે છે. કાકરે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે કાશ્મીરના મુદ્દે આગળ આવવું જોઈએ અને બંને દેશો વચ્ચે સારા સંબંધો બનાવવાના પ્રયાસો કરવા જોઈએ.

આ પણ વાંચો: Pakistan News : સિક્રેટ મિટિંગ અને ભારત વિરોધી Plan-k…શું પાકિસ્તાની એજન્સી ISI ખાલિસ્તાનીઓને કરી રહી છે મદદ?

પાકિસ્તાનની સરખામણી ઈઝરાયેલ સાથે

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થકોએ શુક્રવારે દેશના વચગાળાના વડાપ્રધાન અનવર ઉલ હક કાકરની તેમના શબ્દોની પસંદગી માટે ટીકા કરી હતી. તેમણે ચીન સાથેના સારા સંબંધોની સરખામણી ઈઝરાયેલ માટે અમેરિકન સમર્થન સાથે કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 78મા સત્રમાં ભાગ લેવા આવેલા વડાપ્રધાન કાકરે વિદેશ સંબંધો પર કાઉન્સિલને સંબોધિત કરતી વખતે આ સરખામણી કરી હતી. કાકરના આ નિવેદન બાદ પાકિસ્તાનના વચગાળાના વડાપ્રધાનની ખૂબ ટીકા થઈ રહી છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">