AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: નવા વડાપ્રધાને શપથ લેતા જ પાકિસ્તાનમાં હાહાકાર, લોટથી લઈને પેટ્રોલ-ડીઝલના ભાવમાં લાગી આગ

પાકિસ્તાનમાં એક કિલો ખાંડની કિંમત 200 રૂપિયા છે. તેવી જ રીતે લોટ પણ મોંઘો થયો છે. 20 કિલો લોટનું પેકેટ 4000 રૂપિયામાં આવી રહ્યું છે. ઘણા રાજ્યોમાં લોટની અછત પણ છે.

Pakistan: નવા વડાપ્રધાને શપથ લેતા જ પાકિસ્તાનમાં હાહાકાર, લોટથી લઈને પેટ્રોલ-ડીઝલના ભાવમાં લાગી આગ
Pakistan Inflation
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 6:34 PM
Share

પાકિસ્તાનને (Pakistan) નવા વડાપ્રધાન મળ્યા છે. અનવર ઉલ હકે કાર્યકારી વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. પાકિસ્તાનમાં મોંઘવારી  (Pakistan Inflation) અટકવાનું નામ નથી લઈ રહી. લોટ, કઠોળ, ખાંડ, ચોખા અને લીલા શાકભાજીની સાથે તમામ ખાદ્ય ચીજવસ્તુઓ મોંઘી થઈ છે. મોંઘવારીની હાલત એવી છે કે પાકિસ્તાનમાં સામાન્ય જનતાને મુશ્કેલી પડી રહી છે. રિટેલ મોંઘવારી સાતમા આસમાને પહોંચી છે.

જુલાઈ મહિનામાં સીપીઆઈ ફુગાવો 28.3% નોંધાયો હતો. ગયા મહિને જૂનમાં તે 29.4% હતો. તમામ ખાદ્ય ચીજવસ્તુઓ મોંઘી છે. અત્યારે પાકિસ્તાનમાં એક કિલો ખાંડની કિંમત 200 રૂપિયા છે. તેવી જ રીતે લોટ પણ મોંઘો થયો છે. 20 કિલો લોટનું પેકેટ 4000 રૂપિયામાં આવી રહ્યું છે. ઘણા રાજ્યોમાં લોટની અછત પણ છે.

ખાવા-પીવાની વસ્તુઓ 5 ગણી વધારે

ગત મે મહિનાની વાત કરીએ તો પાકિસ્તાનમાં મોંઘવારી દર 55 વર્ષમાં સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયો હતો. ફુગાવાના આ આંકડા પાકિસ્તાની એકાઉન્ટ કમિટીએ જાહેર કર્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનમાં ખાવા-પીવાની વસ્તુઓ 5 ગણી વધારે કિંમતે વેચવામાં આવી રહી છે. બલૂચિસ્તાન પ્રાંતમાં મોંઘવારી લોકોને વધારે રડાવી રહી છે. અહીંના તમામ જિલ્લામાં મોંઘવારી રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે.

ડુંગળી, બટાકા, ટામેટા, ઘી અને તેલ પણ મોંઘા થયા

130 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી ખાંડ 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. સહાબતપુરમાં 20 કિલો લોટની કિંમત વધીને 4,000 પાકિસ્તાની રૂપિયા થઈ છે. જ્યારે ભારતમાં 20 કિલો લોટની કિંમત 700 રૂપિયાની આસપાસ છે. એટલે કે પાકિસ્તાનમાં લોટ ભારત કરતા 5 ગણો મોંઘો થઈ ગયો છે. તેવી જ રીતે ડુંગળી, બટાકા, ટામેટા, ઘી અને તેલ પણ મોંઘા થયા છે.

આ પણ વાંચો : India-China: ભારતનું શસ્ત્ર બળ થશે વધુ મજબૂત, ચીન સામે લડવા માટે 7300 કરોડના નવા શસ્ત્રોનો સમાવેશ

પેટ્રોલ 290.45 રૂપિયા અને ડીઝલ 293 રૂપિયા પ્રતિ લીટર

એવા સમાચાર છે કે, પાકિસ્તાનમાં અનવર-ઉલ-હકે શપથ લીધાની સાથે જ પેટ્રોલ-ડીઝલ ફરી એકવાર મોંઘું થયું છે. પાકિસ્તાનમાં આજથી એટલે કે, 16 ઓગસ્ટથી પેટ્રોલ અને ડીઝલના નવા દરો લાગુ થયા છે. પાકિસ્તાન સરકારે પેટ્રોલના ભાવમાં 17.50 રૂપિયા પ્રતિ લીટર અને હાઈ સ્પીડ ડીઝલના ભાવમાં 20 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. હવે પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 290.45 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 293 રૂપિયા પ્રતિ લીટર થઈ છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">