Pakistan Crisis: શું નાદાર થઈને જ રહેશે પાકિસ્તાન, 10 દિવસની મહેનત પછી પણ કટોરો ખાલી

પાકિસ્તાનને નાદારીથી બચાવવા માટે આ પેકેજ ખૂબ જ મહત્વપૂર્ણ છે. 10 દિવસની વાતચીત બાદ પણ બંને પક્ષો વચ્ચે આ પેકેજને લઈને કોઈ સમજૂતી થઈ શકી નથી. IMFએ કહ્યું કે આ વાતચીત આગામી દિવસોમાં વર્ચ્યુઅલ રીતે ચાલુ રહેશે.

Pakistan Crisis:  શું નાદાર થઈને જ રહેશે પાકિસ્તાન, 10 દિવસની મહેનત પછી પણ કટોરો ખાલી
Pakistan Prime Minister Shehbaz Sharif
Image Credit source: Google
| Edited By: | Updated on: Feb 10, 2023 | 11:56 PM

પાકિસ્તાન અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) વચ્ચે 1.1 અરબ ડોલરના રાહત પેકેજને લઈને કોઈ સમજૂતી થઈ શકી નથી. પાકિસ્તાનને નાદારીથી બચાવવા માટે આ પેકેજ ખૂબ જ મહત્વપૂર્ણ છે. 10 દિવસની વાતચીત બાદ પણ બંને પક્ષો વચ્ચે આ પેકેજને લઈને કોઈ સમજૂતી થઈ શકી નથી. IMFએ કહ્યું કે આ વાતચીત આગામી દિવસોમાં વર્ચ્યુઅલ રીતે ચાલુ રહેશે.

આ પણ વાંચો: જો ઈમરાન ખાન વધુ સમય પીએમ રહ્યા હોત તો આજે પાકિસ્તાન રહ્યું ન હોત… પૂર્વ સેના પ્રમુખ બાજવાએ કર્યો મોટો ખુલાસો

પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર ત્રણ અબજ ડોલરથી ઓછો રહ્યો છે. આર્થિક પતન ટાળવા માટે તેને આ સમયે નાણાકીય મદદ અને IMF તરફથી રાહત પેકેજની ખૂબ જ જરૂર છે. 9મી સમીક્ષા હાલમાં બાકી છે અને તેની સફળતાપૂર્વક પૂર્ણ થવા પર 1.1 અરબ ડોલર આગામી તબક્કા તરીકે બહાર પાડવામાં આવશે.

પાકિસ્તાનમાં લોકોના દાણા દાણા માટે વલખા

રોકડની સમસ્યાનો સામનો કરી રહેલું પાકિસ્તાન ગરીબીની આરે પહોંચી ગયું છે. સ્થિતિ એવી છે કે લોકો પાકિસ્તાનમાં લોકો દાણા દાણા માટે મોહતાજ બની ગયા છે. રાશન સામગ્રીના ભાવ આસમાને છે. લોકો આત્મહત્યા કરવા મજબૂર થઈ રહ્યા છે. આ બધા સંજોગો વચ્ચે પાકિસ્તાને IMFનો દરવાજો ખટખટાવ્યો હતો, પરંતુ ત્યાંથી પણ તે કંઈ મેળવી શક્યું નથી.

બેલઆઉટ પેકેજ પર 10 દિવસથી વાતચીત ચાલુ

પાકિસ્તાન અને IMF વચ્ચે બેલઆઉટ પેકેજને લઈને છેલ્લા 10 દિવસથી વાતચીત ચાલી રહી છે. પરંતુ સકારાત્મક કંઈ થઈ રહ્યું નથી. પાકિસ્તાનના શ્વાસ થંભી ગયા છે. સવાલ એ પણ છે કે જો IMF પાકિસ્તાનને રાહત પેકેજ નહીં આપે તો શું થશે. આનો એક જ જવાબ છે કે પાકિસ્તાન નાદાર રહેશે! પાકિસ્તાન પાસે બે કે ત્રણ અઠવાડિયા પછી વિદેશથી સામાન ખરીદવા માટે પૈસા નહીં હોય. પાકિસ્તાને મે સુધીમાં તેનું વિદેશી દેવું ચૂકવવાનું હતું. જો પાકિસ્તાનને IMF પાસેથી લોન નહીં મળે તો તે નાદાર થઈ જશે.

અમે વાતચીતની ખૂબ જ નજીક છીએ – મંત્રી

ઈમરાન ખાનની સરકાર દરમિયાન પાકિસ્તાન 2019માં IMFના 6 અરબ ડોલર પ્રોગ્રામનો ભાગ બન્યું હતું, જે ગયા વર્ષે વધારીને 7 અરબ ડોલર કરવામાં આવ્યું હતું. IMF અધિકારીઓ અને પાકિસ્તાન સરકાર વચ્ચે 1.18 અરબ ડોલરના રિલીઝ માટેના કાર્યક્રમની નવમી સમીક્ષા બાકી છે.

જોકે, નાણા અને મહેસૂલ રાજ્ય મંત્રી આયેશા ગૌશ પાશાએ ગુરુવારે કહ્યું કે અમે વાતચીતની ખૂબ નજીક છીએ. તેમણે કહ્યું કે એકવાર IMF MEFP પાકિસ્તાનને સોંપી દેશે, ત્યારબાદ તમામ મુદ્દાઓ પર વાતચીત પૂર્ણ થશે. તેમના મતે, ઘણી બાબતો પર વાતચીત પૂર્ણ થઈ ગઈ છે અને તેમને કેટલીક બાબતો પર સ્પષ્ટતાની જરૂર છે, જેના પર સરકારના લોકો કામ કરી રહ્યા છે.