AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓપરેશન સિંદૂરથી કરાચી શેરબજાર વેરવિખેર, પાકિસ્તાન સાડા ત્રણ કલાકમાં નાદાર થયું, બંધ થઈ ટ્રેડિંગ

ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા બાદ કરાચી સ્ટોક એક્સચેન્જમાં હોબાળો મચી ગયો છે. ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાની રોકાણકારોમાં ડરનો માહોલ બેસી ગયો છે.

ઓપરેશન સિંદૂરથી કરાચી શેરબજાર વેરવિખેર, પાકિસ્તાન સાડા ત્રણ કલાકમાં નાદાર થયું, બંધ થઈ ટ્રેડિંગ
| Updated on: May 08, 2025 | 2:42 PM
Share

ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા બાદ કરાચી સ્ટોક એક્સચેન્જમાં હોબાળો મચી ગયો છે. ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાની રોકાણકારોમાં ડરનો માહોલ બેસી ગયો છે. હાલમાં પાકિસ્તાનનું શેરબજાર ખરાબ રીતે તૂટી ગયું છે. પાકિસ્તાનમાં કરાચી સ્ટોક માર્કેટ બપોરે 1 વાગ્યાની આસપાસ 6%થી વધુ વિખેરાયું, જેના કારણે ત્યાં ટ્રેડિંગ બંધ કરી દેવામાં આવી છે.

લોઅર સર્કિટ લાગી

8 મેના રોજ એટલે કે આજે પાકિસ્તાન શેરબજારમાં ભારે ભરખમ લોઅર સર્કિટ લાગી ગઈ છે. KSE 100 ઇન્ડેક્સ 1,03,060.30ના લેવલે લોઅર સર્કિટ સાથે અથડાયો છે. ઇન્ડેક્સમાં 6.32 ટકાનો ઘટાડો થયો છે.

બ્લૂમબર્ગના ડેટા અનુસાર 22 એપ્રિલ, 2025 થી 8 મે, 2025 સુધીમાં KSE 100 ઇન્ડેક્સમાં 13 ટકા અને KSE 30 ઇન્ડેક્સમાં 14.3 ટકાનો ઘટાડો થયો છે. વિદેશી રોકાણકારો દ્વારા વેચાણને કારણે બજારમાં લિકવિડિટી સંકટ છવાયું છે. બેંકિંગ, રિયલ એસ્ટેટ અને ઓટો સેક્ટરના શેર પર સૌથી વધુ અસર થઈ છે.

સ્ટોક માર્કેટ હજુ નીચું પડશે

પાક કુવૈત ઇન્વેસ્ટમેન્ટ કંપનીના રિસર્ચ હેડ સમીઉલ્લાહ તરીકે Dawnને જણાવ્યું હતું કે, સ્ટોક માર્કેટમાં થયેલ ઘટાડો હાલમાં ચાલી રહેલ યુદ્ધની અસર છે, જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો બજાર વધુ તૂટી શકે છે. શાહબાઝ અશરફ, સીઆઈઓ, ફ્રીમ વેન્ચર્સે Dawnને જણાવ્યું હતું કે, લાંબા ગાળે બજારમાં સુધારો થઈ શકે છે પરંતુ હાલમાં કઈ પણ કહી શકાય તેવું નથી.

એકંદરે બધા નિષ્ણાતો માને છે કે, પાકિસ્તાનનું શેરબજાર હાલમાં જિયોપોલિટિકલ ટેન્શન અને આર્થિક દબાણની પકડમાં છે. કરાચી સ્ટોક એક્સચેન્જમાં 2 દિવસમાં 10%નો ઘટાડો થયો છે.

સ્ટોક માર્કેટ પડવાનું કારણ

7 મેની રાત્રે પીઓકેમાં ભારત દ્વારા કરવામાં આવેલ ‘ઓપરેશન સિંદૂર’. આનાથી આંતરરાષ્ટ્રીય લેવલે પાકિસ્તાનની છબી ખરાબ થઈ છે અને રોકાણકારોમાં ગભરાટ વધી છે. આ ઉપરાંત 8 મેના રોજ લાહોર, કરાચી, રાવલપિંડી સહિત 12 સ્થળોએ ડ્રોન વિસ્ફોટોથી પાકિસ્તાન હચમચી ગયું હતું, જેના કારણે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

આર્થિક રીતે તુટી પડેલા અને વૈશ્વિકસ્તરે આતંકની ફેકટરી ગણાતા પાકિસ્તાનને લગતા અનેક નાના મોટા મહત્વના સમાચાર અંગે આપ અમારા ટોપિક પર ક્લિક કરો. 

g clip-path="url(#clip0_868_265)">