કેજરીવાલની ધરપકડ પર હવે UNનું નિવેદન, લોકસભા ચૂંટણીને લઈને કહી આ વાત

દિલ્હીના સીએમની ધરપકડ બાદ સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયું છે. હવે તેની અસર આખી દુનિયામાં પ્રસરી રહી છે. જર્મની અને અમેરિકા બાદ હવે સંયુક્ત રાષ્ટ્રએ પણ કેજરીવાલ અને કોંગ્રેસના ખાતા સીલ કરવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. જો ભારતે જર્મની અને અમેરિકાને પોતાની ભાષામાં સમાજાવી દીધા છે. પણ યુએનનું નિવેદન પણ એવા સમયે આવ્યું છે, જ્યારે હવે ભારતમાં લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે.

કેજરીવાલની ધરપકડ પર હવે UNનું નિવેદન, લોકસભા ચૂંટણીને લઈને કહી આ વાત
Follow Us:
| Updated on: Mar 29, 2024 | 3:36 PM

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડથી સમગ્ર વિશ્વનું ધ્યાન ભારત તરફ ખેંચાયું છે. આમ આદમી પાર્ટી સહિત સમગ્ર વિપક્ષો દેશભરમાં દિલ્હીના સીએમની ધરપકડનો વિરોધ કરી રહ્યા છે, આ સિવાય અમેરિકા અને જર્મની જેવા દેશોએ પણ તેમની ધરપકડ પર ચિંતા વ્યક્ત કરી છે.

લોકોના રાજકીય અને નાગરિક અધિકારોની સલામતી

હવે સંયુક્ત રાષ્ટ્રએ પણ ભારતમાં રાજકીય સંકટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. યુનાઈટેડ નેશન્સે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અને કોંગ્રેસના બેંક ખાતાઓ ફ્રીઝ કર્યા બાદની ‘રાજકીય અશાંતિ’ અંગેના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે અમે ભારત અને અન્ય દેશોમાં યોજાનાર ચૂંટણીમાં લોકોના રાજકીય અને નાગરિક અધિકારોની સલામતીની આશા છે.

મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન કરી શકશે

યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “અમને સંપૂર્ણ આશા છે કે અન્ય દેશોની જેમ ભારતમાં પણ રાજકીય અને નાગરિક અધિકારો સહિત દરેકના અધિકારોનું રક્ષણ કરવામાં આવશે અને દરેક જણ પોતાના અધિકારોનું રક્ષણ કરી અને મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન કરી શકશે. આના એક દિવસ પહેલા અમેરિકાએ પણ ભારતમાં EDના દરોડા અને વિપક્ષી નેતાઓની ધરપકડ અંગે આવી જ પ્રતિક્રિયા આપી હતી.

WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો

અમેરિકન રાજદ્વારીને બોલાવવામાં આવ્યા

કેજરીવાલની ધરપકડ અંગેની ટિપ્પણીના વિરોધમાં ભારતે બુધવારે અમેરિકી રાજદ્વારીને સમન્સ પાઠવ્યું હતું. જેના પર બોલતા યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું, “હું કોઈ ખાનગી રાજદ્વારી મીટિંગ વિશે વાત કરવાનો નથી. પરંતુ અમે તે પહેલાં જાહેરમાં સ્પષ્ટ કર્યું છે, હું અહીં કહું છું તે જ વાત છે કે અમે ન્યાયી, પારદર્શક, સમયસર કાનૂની પ્રક્રિયાઓને પ્રોત્સાહિત કરીએ છીએ. અમને નથી લાગતું કે આના પર કોઈને કોઈ વાંધો હોવો જોઈએ અને અમે વ્યક્તિગત રીતે તે સ્પષ્ટ કરીશું.

શું છે સમગ્ર વિવાદ?

લોકસભા ચૂંટણીના થોડા દિવસો પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 21 માર્ચે દિલ્હી લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. હાલમાં તે કેન્દ્રીય તપાસ એજન્સીની કસ્ટડીમાં છે. આ સિવાય કોંગ્રેસે એવો પણ આરોપ લગાવ્યો છે કે આવકવેરા વિભાગે તેમના બેંક ખાતા સીલ કરી દીધા છે, જેના કારણે તેમની પાસે સંસદીય ચૂંટણી લડવા માટે પૈસા બચ્યા નથી.

આ પણ વાંચો: કેજરીવાલની ધરપકડ અંગે જર્મની બાદ હવે અમેરિકા બોલ્યું, ભારતે યુએસના રાજદૂત બોલાવીને 40 મિનિટ ખખડાવ્યા

g clip-path="url(#clip0_868_265)">