Nigeria : બંદુકની અણીએ 140 વિદ્યાર્થીઓનું અપહરણ, એક વર્ષમાં 1000થી વધુ બાળકો થયા કિડનેપ

અહીં ફક્ત વિદ્યાર્થીઓ જ નહી પરંતુ પાલતું પ્રાણીઓના અપહરણની પણ ઘટના બનતી હોય છે. પહેલા પ્રાણીઓનું અપહરણ કરવામાં આવે છે અને ત્યારબાદ તેમના બદલામાં ખંડણીની માંગ કરવામાં આવે છે

| Updated on: Jul 06, 2021 | 3:41 PM

નાઇજીરીયામાં (Nigeria) ફરીથી એકવાર બાળકોના અપહરણની (Kidnapping) ઘટના બની છે. એક બંદુકધારી વ્યક્તિએ બોર્ડિંગ સ્કૂલમાં ઘૂસીને 140 વિદ્યાર્થીઓનું અપહરણ કર્યુ છે. આ વાતની જાણકારી શાળાના જ એક અધિકારીએ આપી છે. આ નાઇજીરીયામાં પહેલી વાર નથી કે શાળામાં ભણતા બાળકોનું અપહરણ કરવામાં આવ્યુ હોય અહીં ખંડણી માટે ઘણી વાર બાળકોનું અપહરણ કરવામાં આવે છે. અપરાધ કરનાર મોટેભાગે હથિયારો સાથે આવે છે અને ગામડાંઓને નિશાનો બનાવે છે.

એક સમાચાર એજન્સી પ્રમાણે, અપહરણકર્તાઓ 140 બાળકોને પોતાની સાથે લઇ ગયા અને ફક્ત 25 વિદ્યાર્થીઓ ભાગવામાં સફળ રહ્યા. શાળાના એક અધિકારીએ કહ્યું કે, અમને હજી પણ ખબર નથી કે આ બાળકોને ક્યાં લઇ જવાયા છે.

બાળકોનું અપહરણ અહીં સામાન્ય વાત છે

કિડનેપર્સની હાલ શોધખોળ ચાલી રહી છે. આ ઘટના બેથલ બાપિટ્સટ હાઇસ્કુલની છે. આ એક કો-એજ્યુકેશન સ્કૂલ છે. સ્કૂલની સ્થાપના 1991 દરમિયાન બાપટિસ્ટ ચર્ચ દ્વારા કરવામાં આવી હતી, સોમવારે થયેલ આ અપહરણની ઘટના ડિસેમ્બર પછીની સૌથી મોટી કિડનેપિંગની ઘટના છે. ગત ડિસેમ્બરથી લઇને હમણાં સુધીમાં અલગ અલગ સ્કૂલના 1000 જેટલા વિદ્યાર્થીઓનું અપહરણ થયું છે. આમાંથી કેટલાક વિદ્યાર્થીઓને સ્થાનીક અધિકારીઓ સાથે મળીને છોડાવી લેવામાં આવ્યા છે તો કેટલાક વિદ્યાર્થીઓ હજી પણ લાપતા છે

પાલતું પ્રાણીઓનું પણ અપહરણ થાય છે

અહીં ફક્ત વિદ્યાર્થીઓ જ નહી પરંતુ પાલતું પ્રાણીઓના અપહરણની પણ ઘટના બનતી હોય છે. પહેલા પ્રાણીઓનું અપહરણ કરવામાં આવે છે અને ત્યારબાદ તેમના બદલામાં ખંડણીની માંગ કરવામાં આવે છે. આવી ઘટના મોટેભાગે ઉત્તર પશ્ચિમ અને સેંટ્રલ નાઇજીરીયામાં જોવા મળે છે. પરંતુ આ વર્ષની શરૂઆતથી જ શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓના મોટા પ્રમાણમાં અપહરણ થયું છે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">