આકાશી આફતે પાકિસ્તાનમાં વિનાશ વેર્યો, પૂરને કારણે 1200થી વધુના મોત, લાખો લોકો થયા બેઘર

પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરના કારણે મૃત્યુઆંક 1200ને વટાવી ગયો છે, પાકિસ્તાનમાં હજુ પણ ઘણી જગ્યાએ સ્થિતિ ખરાબ છે.

આકાશી આફતે પાકિસ્તાનમાં વિનાશ વેર્યો, પૂરને કારણે 1200થી વધુના મોત, લાખો લોકો થયા બેઘર
Pakistan Flood
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2022 | 7:18 AM

પાકિસ્તાનમાં(Pakistan)  ભારે વરસાદ અને પૂરના કારણે સ્થિતિ ખૂબ જ વિકટ બની છે.આકાશી આફતને પગલે અન્ય દેશોમાંથી પાકિસ્તાનને સતત મદદ મોકલવામાં આવી રહી છે. યુનાઈટેડ આરબ અમીરાતથી(United Arab Emirates) નવમી ફ્લાઈટ અને ઉઝબેકિસ્તાનથી પ્રથમ ફ્લાઈટ શુક્રવારે રાત્રે પૂર પીડિતોની મદદ માટે પહોંચી હતી. પાકિસ્તાનમાં પૂરથી પ્રભાવિત લોકોની સંખ્યા 30 લાખ સુધી પહોંચી ગઈ છે.

તિ ભારે વરસાદને કારણે સ્થિતિ વણસી

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (National Disater mgt) ઓથોરિટીએ જણાવ્યું હતું કે, ચોમાસામાં (Monsoon) અતિ ભારે વરસાદને કારણે આવેલા પૂરને પગલે અત્યાર સુધીમાં 1208 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઓથોરિટીએ કહ્યું કે મૃત્યુ પામેલાઓમાં 416 બાળકો અને 244 મહિલાઓ છે. તેમના જણાવ્યા અનુસાર પૂર સંબંધિત ઘટનાઓમાં 6082 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.

તમને જણાવવું રહ્યું કે, ત્રણ દાયકામાં સૌથી વધુ વરસાદ અને ગ્લેશિયર ઓગળવાને કારણે પાકિસ્તાનનો એક તૃતીયાંશ ભાગ ડૂબી ગયો છે. સિંધ અને બલૂચિસ્તાન પ્રાંત પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. ગિલગિટ બાલ્ટિસ્તાનની મુલાકાત લીધા બાદ વડાપ્રધાન શાહબાઝ શરીફે (PM Shehbaz Sharif) કહ્યું કે, ‘અહીં પૂરને કારણે થયેલા જાનહાનિથી હું ખૂબ જ દુઃખી છું. દેશભરમાં તબાહી મચી ગઈ છે. તમે જ્યાં પણ જાઓ ત્યાં તમને સર્વત્ર વિનાશ જોવા મળશે.’

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને અસર

પૂરના (pakistan flood) કારણે થયેલી તબાહીની અસર લાંબા સમય સુધી જોવા મળશે કારણ કે અહીં 90 ટકા સુધીનો પાક નાશ પામ્યો છે. 5 કરોડ લોકોને તેમના ઘર છોડવા પડ્યા છે. દેશનો ત્રીજા ભાગનો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે.અહેવાલોનું માનીએ તો પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને 10 અબજ ડોલરનું નુકસાન થયું છે.

આ પૂર દુષ્કાળ લાવશે !

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં આવેલા પૂર એ દુષ્કાળનું કારણ હશે.મહત્વનું છે કે, સિંધુ નદી તિબેટમાંથી કરાંચી થઈને પસાર થાય છે. પાકિસ્તાનમાં 90 ટકા ખાદ્ય અને પાક ઉત્પાદનમાં તેની ભૂમિકા મહત્વપૂર્ણ છે. તેથી જ્યારે પણ તેમાં પૂર આવે છે ત્યારે તેનું મોટા ભાગનું પાણી અરબી સમુદ્રમાં જતું રહે છે. તેની અસર ભવિષ્યમાં દુષ્કાળના રૂપમાં જોવા મળશે.

એક સંશોધનમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે 2050 સુધીમાં દક્ષિણ એશિયામાં (South Aisa) 1.7 અબજ લોકો પાણીની અછતનો સામનો કરશે. દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાશે અને તેની અસર દરેક વિસ્તારમાં જોવા મળશે.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">