India vs Pakistan: એશિયા કપમાં ફરી ટકરાશે ભારત અને પાકિસ્તાન, રવિવારે જામશે જંગ, જાણો સુપર-4 નુ શેડ્યૂલ
સુપર-ફોર રાઉન્ડમાં પહોંચેલી ચારેય ટીમો સામસામે છે. દરેક ટીમ અન્ય ત્રણ ટીમો સામે એક એક મેચ રમશે. આ દરમિયાના ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે પણ આવતા રવિવારે જંગ જામશે

નિર્ણય લેવાઈ ગયો છે અને તારીખ પણ નક્કી થઈ ગઈ છે તો માહોલ પણ તૈયાર છે. હવે માત્ર રવિવારની રાહ જોવાઈ રહી છે. એશિયા કપ 2022 (Asia Cup 2022) માં ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) ની ટીમો સાત દિવસમાં બીજી વખત ટકરાવા જઈ રહી છે અને આ સાથે જ બંને ટીમોના ચાહકો સહિત વિશ્વ ક્રિકેટ ફરી એકવાર અદભૂત નજારો રજૂ કરવા જઈ રહ્યું છે. પોતાની છેલ્લી મેચમાં હોંગકોંગ (Pakistan Vs Hong Kong) ને ખરાબ રીતે હરાવ્યા બાદ પાકિસ્તાને સુપર-ફોર રાઉન્ડમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આ સાથે 4 સપ્ટેમ્બર, રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે.
હોંગકોંગ સામે પાકિસ્તાનની જીત સાથે, ટૂર્નામેન્ટના સુપર-ફોર તબક્કાની ચાર ટીમો નક્કી થઈ ગઈ છે. પ્રથમ, અફઘાનિસ્તાને ગ્રુપ બીમાં શ્રીલંકા અને બાંગ્લાદેશને હરાવીને તેમની ટિકિટ કાપી હતી. આ પછી ભારતે પાકિસ્તાન અને હોંગકોંગને હરાવીને ગ્રુપ Aમાં જગ્યા બનાવી લીધી હતી. જ્યારે ગ્રુપ બીમાંથી, શ્રીલંકાએ કરો અથવા મરોની મેચમાં બાંગ્લાદેશને હરાવીને બીજા રાઉન્ડમાં પોતાનું નામ લખાવ્યું અને હવે પાકિસ્તાને ગ્રુપ Aમાંથી તેનુ સ્થાન નિશ્ચિત કરી લીધુ છે.
હવે સુપર-ફોર શરૂ થશે
સુપર-ફોરની મેચો શનિવાર, 3 સપ્ટેમ્બરે શરૂ થશે, જેમાં પ્રથમ મેચમાં શ્રીલંકા-અફઘાનિસ્તાન ટકરાશે. અફઘાનિસ્તાને ગ્રુપ મેચમાં શ્રીલંકાને આસાનીથી હરાવ્યું હતું. જો કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હશે. દ્વિપક્ષીય શ્રેણીની ગેરહાજરીમાં, બંને ટીમો ભાગ્યે જ એક કરતાં વધુ મેચ રમે છે.
બંને વચ્ચે છેલ્લી વખત 2018ના એશિયા કપમાં ટક્કર થઈ હતી. હવે આ વખતે થશે. ભારતે પ્રથમ મેચમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું અને બીજી મેચમાં પણ ટીમ ઈન્ડિયા પ્રબળ દાવેદાર તરીકે ઉતરશે.
ભારતની આગામી બે મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન સામે થશે. અફઘાનિસ્તાન સામેની મેચને લઈને ખાસ ઉત્સુકતા છે કારણ કે મોહમ્મદ નબીની કેપ્ટનશીપમાં અફઘાન ટીમે સતત શાનદાર પ્રદર્શન કર્યું છે. અફઘાનિસ્તાન પાસેથી પણ પલટવારની અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. હવે આવું થશે કે નહીં તે તો 8 સપ્ટેમ્બરે દુબઈના મેદાન પર જ ખબર પડશે.
| Asia Cup 2022: સુપર-4 માટે શેડ્યૂલ | ||
| તારીખ | મેચ | સ્થળ |
| 3 સપ્ટેમ્બર | શ્રીલંકા Vs અફઘાનિસ્તાન | દુબઈ |
| 4 સપ્ટેમ્બર | ભારત Vs પાકિસ્તાન | દુબઈ |
| 6 સપ્ટેમ્બર | ભારત Vs શ્રીલંકા | દુબઈ |
| 7 સપ્ટેમ્બર | પાકિસ્તાન Vs અફઘાનિસ્તાન | દુબઈ |
| 8 સપ્ટેમ્બર | ભારત Vs અફઘાનિસ્તાન | દુબઈ |
| 9 સપ્ટેમ્બર | શ્રીલંકા Vs પાકિસ્તાન | દુબઈ |