AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maryam On Imran: મરિયમખાને ઈમરાનખાનને માર્યો ટોણો, કહ્યું- તમે એટલા બધા મહત્વપૂર્ણ છો કે તમને કોઈ મારી નાખશે?

મરિયમ નવાઝે પોતાના ભાષણમાં કહ્યું કે, ઈમરાન ખાને ખૈબર પખ્તુનખ્વાના લોકોને મૂર્ખ બનાવ્યા. તેમણે કહ્યું કે કેપીને નવાઝ શરીફની જરૂર છે. મરિયમે કહ્યું કે જેલ ભરવાની વાત કરનાર ઈમરાન સત્તામાં રહીને પોતાના ખિસ્સા ભરતા રહ્યા.

Maryam On Imran: મરિયમખાને ઈમરાનખાનને માર્યો ટોણો, કહ્યું- તમે એટલા બધા મહત્વપૂર્ણ છો કે તમને કોઈ મારી નાખશે?
મરિયમે કહ્યું- તમને લાગે છે કે તમને કોઈ મારવા માગે છે, તમે એટલા મહત્વપૂર્ણ છો?Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2023 | 2:08 PM
Share

પાકિસ્તાનની રાજકીય પાર્ટી PML-Nની ઉપાધ્યક્ષ મરિયમ નવાઝે ગુરુવારે દેશના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પીટીઆઈ સરકારના કાર્યકાળ દરમિયાન કંઈ ન કરવા માટે ઈમરાન ખાન પર પ્રહાર કર્યા હતા.

મરિયમે પ્રશ્ન પૂછ્યો કે ઈમરાનને કેમ લાગે છે કે તે એટલા મહત્વપૂર્ણ છે કે બીજા બધા તેને મારવા માંગે છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ઇમરાન ખાનને આશંકા હતી કે TTP તેને મારવા માંગે છે. જો કે આતંકી સંગઠને આ દાવાને નકારી કાઢ્યો છે.

આ પણ વાચો: Pakistan India Hindus: પાકિસ્તાનની નાપાક હરકત, ભારતમાં ધાર્મીક યાત્રા કરવા આવતા 190 હિન્દુઓને રોક્યા

પાકિસ્તાની મીડિયા મુજબ મરિયમ નવાઝે એબોટાબાદમાં એક કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરતી વખતે પીટીઆઈ ચીફ પર ઝાટકણી કાઢી હતી. તેણે કહ્યું, તમને કેમ લાગે છે કે તમે એટલા મહત્વપૂર્ણ છો કે બધા તમને મારી નાખવાનું કાવતરું કરી રહ્યા છે?, મરિયમે કહ્યું, પહેલા તો તેમણે કહ્યું કે તેને અમેરિકન ષડયંત્ર હેઠળ સત્તાથી દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ પછી તેણે માફી માગી લીધી. પછી તેઓએ આસિફ અલી ઝરદારી પર હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો અને ગઈકાલે તેઓએ એજન્સીઓને દોષી ઠેરવ્યા હતા.

સેનાથી લઈને ઝરદારી સુધીનાઓ પર ઈમરાનના આરોપો

મરિયમની ટિપ્પણી સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યાના એક દિવસ બાદ આવી છે. વીડિયોમાં પીટીઆઈના વડાએ કથિત રીતે દાવો કર્યો હતો કે લશ્કરી નેતૃત્વ એક લોકપ્રિય રાજકારણીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. અગાઉ, તેમણે ઝરદારી પર માર્ગમાંથી દૂર કરવા માટે ષડયંત્ર રચવાનો આરોપ મૂક્યો હતો.

એબોટાબાદમાં એક ભાષણ આપતા મરિયમે કહ્યું કે તેના પિતા, પીએમએલ-એનના વડા નવાઝ શરીફ સુનાવણી દરમિયાન વ્હીલ ચેરમાં સીટીંગ કોર્ટમાં હાજર રહેતા હતા અને કહેતા હતા કે તેમણે કોઈ ગુનો કર્યો નથી.

TTPએ કહ્યું-ઈમરાન સાથે નહીં, પરંતુ સેના સાથે લડાઈ

મરિયમે કહ્યું કે હું ઈચ્છું છું કે, ઈમરાન ખાન જલ્દી સ્વસ્થ થઈ જાય. પરંતુ હું તમને જણાવવા માંગુ છું કે તે તેના ગુનાઓને કારણે કોર્ટ સમક્ષ નથી આવી રહ્યો અને તેના પ્લાસ્ટરને કારણે નથી. ટીટીપીએ ગુરુવારે ઈમરાન ખાનના દાવાને નકારી કાઢ્યો હતો કે દક્ષિણ વઝીરિસ્તાનના લોકોને તેને મારવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

મીડિયા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. ડોનના અહેવાલ મુજબ, ટીટીપીએ જણાવ્યું હતું કે, તેની લડાઈ સુરક્ષા દળો અને ગુપ્તચર એજન્સીઓ સામે છે અને કોઈ રાજકીય વ્યક્તિ સામે નથી,

g clip-path="url(#clip0_868_265)">