Pakistan India Hindus: પાકિસ્તાનની નાપાક હરકત, ભારતમાં ધાર્મીક યાત્રા કરવા આવતા 190 હિન્દુઓને રોક્યા

પાકિસ્તાને પાકિસ્તાનના કેટલાક હિન્દુઓને ભારતમાં આવતા અટકાવ્યા છે. મંગળવારે સવારે બનેલી આ ઘટના બાદ ત્યા વસેલા હિન્દુઓમાં ભયનો માહોલ છે. હજુ સુધી આનું કારણ સ્પષ્ટ નથી થયું કે આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો છે. જે લોકોને રોકવામાં આવ્યા છે તેમાં મહિલાઓથી લઈને બાળકોનો પણ સમાવેશ થાય છે.

Pakistan India Hindus: પાકિસ્તાનની નાપાક હરકત, ભારતમાં ધાર્મીક યાત્રા કરવા આવતા 190 હિન્દુઓને રોક્યા
પાકિસ્તાનની નાપાક હરકત, ભારતમાં ધાર્મીક યાત્રા કરવા આવતા 190 હિન્દુઓને રોક્યાImage Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2023 | 2:29 PM

એક તરફ પાકિસ્તાન ભયંકર આર્થિક સ્થિતિ ખરાબ છે, તો બીજી તરફ તે ગંદી રાજનીતિ રમવાનું બંધ કરી રહ્યું નથી. તાજેતરની ઘટના તેનો પુરાવો છે. પાકિસ્તાની અધિકારીઓએ વાઘા બોર્ડર પર 190 હિન્દુઓને રોક્યા છે. મંગળવારે સવારે જ્યારે આ હિન્દુઓ ભારત આવી રહ્યા હતા. તેમને અટકાવવામાં આવ્યા હતા.

પાકિસ્તાની મીડિયાએ સૂત્રોને કહ્યું કે, આ હિન્દુઓ અધિકારીઓને કહી શક્યા નથી કે તેઓ શા માટે ભારત જવા માગે છે અથવા તેમની મુલાકાતનો હેતુ શું હતો. હિંદુ સમુદાય પાકિસ્તાનમાં લઘુમતી સમુદાય છે અને તેના પર અવારનવાર વિવિધ અત્યાચારના અહેવાલો આવે છે.

વિઝા મળ્યા બાદ પણ રોકવામાં આવ્યા

પાકિસ્તાની અધિકારીઓએ બાળકો અને મહિલાઓ સહિત અનેક હિન્દુ પરિવારોને રોક્યા છે. આ તમામ સિંધ પ્રાંતમાંથી ભારત આવી રહ્યા હતા. જ્યારે આ તમામ લોકો વાઘા બોર્ડર પહોંચ્યા ત્યારે તેમને રોકી દેવામાં આવ્યા હતા. પાકિસ્તાનના એક્સપ્રેસ ટ્રિબ્યુન અનુસાર, આ તમામ પાસે ધાર્મિક યાત્રા માટેના વિઝા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પણ વાચો: Pakistan Jihad Video : પાકિસ્તાનના લગ્નમાં દુલ્હન લગાવી રહી છે ‘અલ્લાહ-હુ-અકબર’ના નારા, લોકોએ કહ્યું- જેહાદી વિચારધારા

આ પછી પણ ઇમિગ્રેશન સત્તાવાળાઓએ તેને ભારત જવાની મંજૂરી આપી ન હતી. જો સત્તાવાળાઓ સાથે સંબંધિત સૂત્રોનું માનીએ તો, તેમના દ્વારા આપવામાં આવેલ જવાબ તદ્દન અસંતોષકારક હતો. આવી સ્થિતિમાં તેને રોકી દેવામાં આવ્યો હતો.

પાકિસ્તાનનું નામ બદનામ કરે છે

સૂત્રોએ જણાવ્યું કે આ તમામ પરિવારો ભારત જઈને ઝૂંપડીઓમાં રહે છે. તેણે કહ્યું છે કે આવા પરિવારો ધાર્મિક મુલાકાતો માટે વિઝા લઈને ભારત જાય છે, પરંતુ લાંબા સમય સુધી ત્યાં રહે છે. સૂત્રો તરફથી કહેવામાં આવ્યું હતું કે, ‘ભારત ગયા પછી આ લોકો ઝૂંપડીઓમાં રહે છે, મહેનત કરે છે અને પછી પાકિસ્તાનનું નામ ખરાબ કરે છે. આ લોકો ત્યાં જઈને કહે છે કે તેઓ પાકિસ્તાનમાં સુરક્ષિત નથી.

પાકિસ્તાની મીડિયા અનુસાર, મોટી સંખ્યામાં હિન્દુઓ પાકિસ્તાનમાંથી સ્થળાંતર કરીને રાજસ્થાન અને દિલ્હી જેવા ભારતીય રાજ્યોમાં સ્થાયી થયા છે. પાકિસ્તાની મીડિયાની વાત માનીએ તો અહીંથી ભારતમાં જતા હિન્દુઓ ત્યાં વિચરતી જાતીઓની જેમ રહે છે.

પાકિસ્તાનમાં કુલ હિંદુ વસ્તી

હાલમાં પાકિસ્તાનમાં 22,10,566 હિંદુઓ રહે છે. આ દેશની કુલ 18,68,90,601 વસ્તીના માત્ર 1.18 ટકા છે. આ આંકડા સેન્ટર ફોર પીસ એન્ડ જસ્ટિસ પાકિસ્તાનના છે. હિંદુઓ લઘુમતી છે અને અત્યંત ગરીબ પરિસ્થિતિમાં જીવે છે. તેઓ અત્યંત ગરીબ છે અને દેશની સંસદમાં તેમનું પ્રતિનિધિત્વ નહિવત છે. સિંધ પ્રાંતમાં મોટી સંખ્યામાં હિંદુઓ રહે છે. અહીં આ સમુદાય મુસ્લિમ વસ્તી જેવી જ સંસ્કૃતિ, પરંપરા અને ભાષાને અનુસરે છે.

પરંતુ દરેક વખતે તેમને શોષણમાંથી પસાર થવું પડે છે. અહીં, કટ્ટરવાદીઓ તેમને ત્રાસ આપે છે એટલા માટે તેઓ પાકિસ્તાન છોડી ભારત આવે છે અને ભારતમાં નાગરિકતા લે છે. ભારત સરકારે એક કાયદો બનાવ્યો છે, જેમાં તે ભારત પાસેના આવેલા દેશોમાંથી આવતા હિંન્દૂઓને નાગરિકતા આપે છે.

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">