લેબનોનમાં હિઝબુલ્લા સાથે સંકળાયેલા સભ્યોના પેજરમાં સિરિયલ બ્લાસ્ટ થતાં ભારે અફરાતફરી મચી ગઇ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્લાસ્ટમાં 1 બાળક સહિત 9 લોકોના મોત થયા છે. જ્યારે કે 2 હજાર 800થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જૈ પૈકી 200ની હાલત ગંભીર છે. અહેવાલો મુજબ પેજર હેક કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યા છે અને આ હેકિંગ પાછળ ઈઝરાયલનો હાથ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
હિઝબુલ્લા સાથે જોડાયેલા એક હજારથી વધુ સભ્યોને નિશાન બનાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સીરિયામાં હાજર હિઝબુલ્લાના ચીફને પણ નિશાન બનાવવામાં આવ્યો છે. બીજી તરફ ઈરાનના રાજદૂત મોજીતબા અમાની પેજર વિસ્ફોટમાં ઘાયલ થયા છે, પરંતુ તેમની ઈજાઓ ગંભીર નથી.
હિઝબુલ્લાહને આની પાછળ ઈઝરાયેલનો હાથ હોવાની શંકા છે. જો આવું છે તો તેના માટે ચિંતાનો વિષય છે કે ઈઝરાયેલ તેની દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યું છે. જો હિઝબુલ્લાહના ખિસ્સામાં રાખવામાં આવેલા પેજર સુધી ઇઝરાયેલની પહોંચ હોય તો તે ટેક્નોલોજીમાં સીધી ઘૂસણખોરી છે.
જો આમ થયુ હશે તો ગયા વર્ષે ઓક્ટોબરમાં ઇઝરાયેલ પર હમાસના હુમલાનો આ એક મોટો બદલો છે, કારણ કે હિઝબુલ્લાહ ઇઝરાયેલ પર હુમલો કરી ચૂક્યું છે. હવે તેમની જ સુરક્ષામાં મોટો ભંગ થયો છે. લેબનોનની સાથે સીરિયામાં પણ આવા જ વિસ્ફોટો થયા છે.
લેબનોનના સૂચના મંત્રીએ કહ્યું છે કે તેની પાછળનું કારણ ઈઝરાયેલની આશ્ચર્યજનક ‘જેમ્સ બોન્ડ સ્ટાઈલ’ છે. આ હુમલામાં સેંકડો હિઝબુલ્લાહ લડવૈયાઓ, ટોચના કમાન્ડરો અને બેરૂતમાં ઈરાનના રાજદૂત ઘાયલ થયા છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, હિઝબુલ્લાહને છેલ્લા કેટલાક દિવસોમાં પેજરની નવી શિપમેન્ટ મળી છે. તેના સેંકડો લડવૈયાઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે.
હિઝબુલ્લાહના એક અધિકારીએ નામ ન આપવાની શરતે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે હેન્ડહેલ્ડ પેજરની નવી બ્રાન્ડ સૌથી પહેલા ગરમ થઈ હતી. આ પછી અચાનક તેઓ ફાટવા લાગ્યા. લેબનોનમાં થયેલા હુમલા બાદ હજુ સુધી ઈઝરાયેલ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. હિઝબુલ્લાહે કહ્યું કે, આજે બપોરે થયેલા હુમલા સંબંધિત તમામ તથ્યો, ડેટા અને માહિતીની તપાસ કર્યા બાદ અમે તેના માટે સંપૂર્ણપણે ઈઝરાયેલને જવાબદાર ગણીએ છીએ.
હિઝબુલ્લાહે વધુમાં કહ્યું કે, તેણે (ઈઝરાયેલ) નાગરિકોને પણ નિશાન બનાવ્યા છે. ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકો અને ઘાયલો જેરુસલેમના રસ્તા પરના અમારા સંઘર્ષના પ્રતીકો છે. આ હુમલા માટે દુશ્મનને યોગ્ય સજા મળશે. ભલે તેને તેની અપેક્ષા હોય કે ન હોય. આપણે જે પણ કહીએ છીએ તેનો અલ્લાહ સાક્ષી છે.
ગયા વર્ષે ઓક્ટોબરમાં હમાસે ઈઝરાયેલ પર મોટો હુમલો કર્યો હતો. ઈઝરાયેલમાં ઘૂસીને નરસંહાર કર્યો હતો. શેરીઓમાં નરસંહાર થયો. જે તસવીરો સામે આવી છે તેણે દુનિયાને ચોંકાવી દીધી છે. આ હુમલા બાદ ઇઝરાયેલ હમાસ સાથે મળીને અનેક મોરચે લડી રહ્યું છે. તેણે તેના કબજા હેઠળના પશ્ચિમ કાંઠે પણ ઘણી કામગીરી હાથ ધરી છે.
Published On - 8:53 am, Wed, 18 September 24