પાકિસ્તાન (Pakistan) અને અફઘાનિસ્તાનની (Afghanistan) સરહદને અડીને આવેલી કલાશ (Kalash) જાતિની ગણના પાકિસ્તાનમાં સૌથી ઓછી સંખ્યામાં લઘુમતીઓમાં થાય છે. આ જાતિના સભ્યોની સંખ્યા લગભગ સાડા ચાર હજાર છે. તે વિશિષ્ટ અને કેટલાક કિસ્સાઓમાં આધુનિક પરંપરાઓ માટે જાણીતી છે, જેમ કે આ સમુદાયની મહિલાઓ જો તેઓને કોઇ અન્ય પુરુષ પસંદ આવી જાય તો તે પોતાના લગ્ન સમાપ્ત કરે છે. જાણો આ સમુદાયની કેટલીક વિશેષતાઓ.
કલાશા સમુદાય ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતમાં ચિત્રાલ ખીણના બામ્બુરાતે, બિરીર અને રામબુર વિસ્તારોમાં રહે છે. આ સમુદાય હિંદુ કુશ પર્વતોથી ઘેરાયેલો છે અને માને છે કે આ પર્વતમાળાથી ઘેરાયેલા હોવાને કારણે તેની સંસ્કૃતિ સુરક્ષિત છે. આ પર્વતના ઘણા ઐતિહાસિક સંદર્ભો પણ છે, જેમ કે આ વિસ્તારમાં એલેક્ઝાન્ડરની જીત પછી તેને કૌકાસૂષ ઈન્ડીકોશ કહેવામાં આવ્યું. ગ્રીકમાં તેનો અર્થ હિન્દુસ્તાની પર્વત થાય છે. તેમને એલેક્ઝાન્ડર ધ ગ્રેટના વંશજ પણ ગણવામાં આવે છે.
વર્ષ 2018માં પહેલીવાર પાકિસ્તાનની વસ્તી ગણતરી દરમિયાન કલાશા જનજાતિને અલગ જનજાતિ તરીકે સામેલ કરવામાં આવી હતી. આ ગણતરી મુજબ, આ સમુદાયમાં કુલ 3,800 લોકો સામેલ છે. અહીંના લોકો કાદવ, લાકડા અને માટીના બનેલા નાના-નાના મકાનોમાં રહે છે અને કોઈપણ તહેવાર પર સ્ત્રી-પુરુષ બધા એકસાથે દારૂ પીવે છે. સંગીત આ જનજાતિમાં દરેક પ્રસંગને ખાસ બનાવે છે. તેઓ તહેવાર દરમિયાન વાંસળી અને ઢોલ વગાડતી વખતે નૃત્ય કરે છે અને ગાય છે. જો કે, મોટાભાગના અફઘાન અને પાકિસ્તાનના ડરને કારણે, તેઓ આવા પ્રસંગોએ પરંપરાગત શસ્ત્રોથી લઈને અત્યાધુનિક બંદૂકો પણ રાખે છે.
કલાશા જાતિમાં, ઘરની કમાણીનું કામ મોટાભાગની સ્ત્રીઓ સંભાળે છે. તેઓ ઘેટાં ચરાવવા પહાડો પર જાય છે. પર્સ અને રંગબેરંગી તોરણો ઘરે બનાવવામાં આવે છે, જે પુરુષો દ્વારા વેચવામાં આવે છે. અહીંની મહિલાઓને સજાવટનો ખૂબ જ શોખ છે. માથા પર ખાસ પ્રકારની ટોપી અને ગળામાં પથ્થરોની રંગબેરંગી માળા પહેરે છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –