OMG ! રાજકુમારીની અનોખી પ્રેમ કહાની, આ રાજકુમારીએ શાહી ખાનદાન છોડી સામાન્ય વ્યક્તિ સાથે કર્યા લગ્ન

|

Oct 27, 2021 | 5:58 PM

જાપાનની રાજકુમારી માકો સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય બની છે. જાપાનની આ રાજકુમારીએ શાહી પદ છોડીને સામાન્ય વ્યક્તિ સાથે 26 ઓક્ટોબરના રોજ લગ્ન કર્યા છે.

OMG ! રાજકુમારીની અનોખી પ્રેમ કહાની, આ રાજકુમારીએ શાહી ખાનદાન છોડી સામાન્ય વ્યક્તિ સાથે કર્યા લગ્ન
Princess Mako

Follow us on

Japan: જાપાનની રાજકુમારી માકોએ સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરીને શાહી દરજ્જો જતો કર્યો છે. મળતા અહેવાલ મુજબ રાજકુમારી માકોએ તેના બોયફ્રેન્ડ કેઈ કોમ્યુરો (Kei Comuro)સાથે સાદાઈથી લગ્ન કર્યા છે. રાજકુમારીએ સામાન્ય નાગરિક સાથે લગ્ન કરતા શાહી દરજ્જો ગુમાવ્યો છે. જો કે આ અંગે કોઈ સતાવાર જાહેરાત કરવામાં આવી નથી.

 

લગ્નને લઈને રાજકુમારી તણાવમાં હતી

પેલેસના ડોકટરોના જણાવ્યા મુજબ માકો (Mako) આ મહિનાની શરૂઆતમાં તણાવથી પીડાતી હતી, પરંતુ હવે તે ધીમે ધીમે તણાવ દૂર કરી રહી છે. માકો તેના લગ્ન વિશેના નકારાત્મક સમાચારોને કારણે ખૂબ જ તણાવમાં હતી, ખાસ કરીને કોમ્યુરોને નિશાન બનાવવામાં આવી રહ્યો હતો. બાદમાં તેણે લગ્નનો નિર્ણય કર્યો હતો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

રાજકુમારીની અનોખી પ્રેમ કહાની

તમને જણાવી દઈએ કે માકો માત્ર 30 વર્ષની છે, માકો સમ્રાટ નરુહિતોની (Naruhito)ભત્રીજી છે. તેણે અને કોમ્યુરોએ ટોક્યોની ઈન્ટરનેશનલ ક્રિશ્ચિયન યુનિવર્સિટીમાં સાથે અભ્યાસ કર્યો હતો. તેઓએ સપ્ટેમ્બર 2017માં લગ્નની જાહેરાત કરી, પરંતુ કોમ્યુરોની માતા સાથે સંકળાયેલા નાણાકીય વિવાદને કારણે લગ્ન બે મહિના સુધી મુલતવી રાખવામાં આવ્યા.

 

જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ વિવાદ સંપૂર્ણપણે ઉકેલાઈ ગયો છે કે નહીં. 30 વર્ષીય કોમ્યુરો 2018માં કાયદાનો અભ્યાસ કરવા ન્યૂયોર્ક ગયો હતો અને ગયા મહિને જ તે જાપાન પાછો ફર્યો છે. બીજા વિશ્વયુદ્ધ બાદ પહેલી વાર માકો શાહી પરિવારનો દરજ્જો ગુમાવશે.

 

રાજકુમારી શાહી દરજ્જો ગુમાવશે

નોંધનીય છે કે ‘ઈમ્પીરીયલ હાઉસ’ કાયદા અનુસાર જો શાહી પરિવારની (Shahi family) કોઈ મહિલા સભ્ય સામાન્ય નાગરિક સાથે લગ્ન કરે છે તો તેનો રાજકુમારીનો દરજ્જો ખતમ કરવામાં આવે છે. આ પ્રથાને કારણે રાજવી પરિવારના સભ્યો ઘટી રહ્યા છે અને ગાદીના વારસદારોની અછત વર્તાઈ રહી છે.

 

નરુહિતો બાદ માત્ર અકિશિનો અને તેમના પુત્ર પ્રિન્સ હિસાહિતો ઉત્તરાધિકારની રેસમાં છે. માકોએ સામાન્ય નાગરિક સાથે લગ્ન કરીને તેની રાજકુમારીનો દરજ્જો ગુમાવ્યો છે. તમને જણાવી દઈએ કે મંગળવારે સવારે તે આછા વાદળી રંગનો ડ્રેસ પહેરીને અને હાથમાં ગુલદસ્તો લઈને મહેલની બહાર આવી હતી.

 

આ પણ વાંચો: International: ફેસબુકના CEO અને પત્ની પ્રિસિલા ચાન પર ભૂતપૂર્વ સ્ટાફે લગાડ્યો દુર્વ્યવ્હારનો આક્ષેપ, ફરિયાદ દાખલ કરાઈ

 

આ પણ વાંચો: અમેરિકામાં 5-11 વર્ષના બાળકો માટે ફાઈઝરની કોરોના રસીને ટૂંક સમયમાં મળી શકે છે મંજૂરી, FDA સમિતિએ આપી સંહમતિ

Next Article