74 દિવસ, 19,000થી વધુના મોત ! ઈઝરાયલ-હમાસ યુદ્ધનો ક્યારે આવશે અંત ? ઈઝરાયલ રક્ષામંત્રીએ કહી મોટી વાત
ગાઝામાં અઢી મહિનાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધ ક્યારે બંધ થશે તે કહેવું અત્યારે મુશ્કેલ છે. ગાઝામાં અત્યાર સુધીમાં 1900 હજારથી વધુ લોકોના મોત થયા છે. જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. હમાસ દ્વારા 7 ઓક્ટોબરના હુમલા બાદ ઈઝરાયેલ ગાઝા પર સતત બોમ્બમારો કરી રહ્યું છે.
ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 74 દિવસથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે. ગાઝામાં અત્યાર સુધીમાં 19 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે, પરંતુ હજુ આ યુદ્ધ ખતમ થવાનુ નામ લઈ રહ્યુ નથી. ગાઝામાં ચાલી રહેલા બોમ્બ ધડાકા વચ્ચે ઈઝરાયેલના રક્ષા મંત્રી યોવ ગાલાંટે મોટું નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું કે યુદ્ધ પૂર્ણ થવામાં હજુ સમય લાગસે અને હજુ ઘણા મહિનાઓ સુધી ચાલુ રહશે. ઇઝરાયલના રક્ષા મંત્રીનું આ નિવેદન અમેરિકી રક્ષા સચિવ લોયડ ઓસ્ટિન સાથેની બેઠક બાદ આવ્યું છે. જેમના આ નિવેદનથી વિશ્વ ચોંકી ગયુ છે સતત 74 દિવસ યુદ્ઘ ચાલ્યા બાદ હજુ પણ તેને પૂર્ણ કરવામાં કેમ નથી આવી રહ્યું?
યુદ્ધ ક્યારે થશે પૂર્ણ ?
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ગેલન્ટે આવું જ નિવેદન આપ્યું હતું. આ દર્શાવે છે કે ઈઝરાયેલ અત્યારે ગાઝામાં યુદ્ધ રોકવાના મૂડમાં નથી. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીએ ગયા મહિને એક નિવેદનમાં કહ્યું હતું કે ગાઝામાં યુદ્ધ ઘણા મહિનાઓ સુધી ચાલુ રહેશે. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ કહ્યું છે કે જ્યાં સુધી ઇઝરાયેલ હમાસને સંપૂર્ણ રીતે નષ્ટ કરે અને તેના બંધકોને મુક્ત ન કરે ત્યાં સુધી લડત ચાલુ રાખશે.
ચાલો તમને જણાવીએ કે 10 અઠવાડિયાથી વધુ સમયથી ચાલી રહેલ આ યુદ્ધ આખરે ક્યારે સમાપ્ત થશે. આ માટે કોઈ નિશ્ચિત સમય નથી. ફરી યુદ્ધવિરામની કોઈ વાત નથી. રવિવારે ઉત્તરી ગાઝામાં ઈઝરાયેલના બોમ્બ ધડાકામાં લગભગ 110 લોકો માર્યા ગયા હતા.
યુદ્ધ વિરામને લઈને શું કરી સ્પષ્ટતા ?
યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિન સોમવારે ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ગાઝામાં ઈઝરાયેલના ઓપરેશનને ઘટાડવાની ચર્ચા કરી. ઓસ્ટિન અને અન્ય યુએસ અધિકારીઓએ ગાઝામાં મોટી સંખ્યામાં નાગરિકોના મૃત્યુ અંગે ચિંતા વ્યક્ત કરી છે પરંતુ યુદ્ધ વિરામને લઈને હજુ કઈ સ્પષ્ટ કર્યુ નથી.
યુદ્ધની સમયમર્યાદા કહેવા હું આવ્યો નથી- ઓસ્ટિન
ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટ સાથેની પ્રેસ કોન્ફરન્સમાં યુએસ સંરક્ષણ સચિવે કહ્યું કે આ ઇઝરાયેલનું ઓપરેશન છે. હું સમયમર્યાદા અથવા શરતો સેટ કરવા માટે અહીં નથી. અમેરિકી અધિકારીઓએ હમાસના લડવૈયાઓને ખતમ કરવા, ટનલનો નાશ કરવા અને બંધકોને બચાવવાના લક્ષ્યાંકિત ઓપરેશન માટે હાકલ કરી છે. તમને જણાવી દઈએ કે અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રમાં યુદ્ધવિરામના કોલને વીટો કરી દીધો હતો.
74 દિવસથી ચાલી રહ્યું છે યુદ્ધ
તમને જણાવી દઈએ કે ગાઝામાં અઢી મહિનાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધ ક્યારે બંધ થશે તે કહેવું અત્યારે મુશ્કેલ છે. ગાઝામાં અત્યાર સુધીમાં 1900 હજારથી વધુ લોકોના મોત થયા છે. જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. હમાસ દ્વારા 7 ઓક્ટોબરના હુમલા બાદ ઈઝરાયેલ ગાઝા પર સતત બોમ્બમારો કરી રહ્યું છે. હમાસ દ્વારા 7 ઓક્ટોબરના હુમલામાં ઇઝરાયેલમાં 1200 થી વધુ લોકો માર્યા ગયા હતા.